ચપટીમાં આ રીતે કરી દો દાંતની બધી સમસ્યાઓને છૂમંતર…

દાંતની તકલીફોને આ સરળ અને ઘરેલુ ઉપાયો કરીને રહી શકો છો એકદમ સ્વસ્થ…

image source

દાંતમાં સડો થતો જણાય છે? કંઈ ખાવા કે પીવાથી ઝણઝણાંટી અનુભવાય છે? અને પેઢાંના દુખાવાથી રાહત મેળવવાના ઉપાય જાણવા માંગો છો? તો જાણી લો, દાંતોની તકલીફોને દૂર કરીને સ્વસ્થ રાખવાના એકદમ સરળ અને ઘરેલુ ઉપાય…

દાંત આપણાં શરીરનું એવું અંગ છે જે એક પછી એક દર્દ કરતું જ હોય છે. ભાગ્યે જ કોઈ એવું હોય છે કે જેમને દાંતમાં કોઈ દર્દ કે તકલીફ ન થતી હોય. આપણા દાંત કે પેઢાંમાં કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તે એકંદરે આપણાં આરોગ્ય અને આપણા વ્યક્તિત્વની છાપ ઉપર પણ અસર કરી શકે છે. તેથી, જો તમારે દાંતની કાળજી લેવી ખૂબ જ જરૂરી બની જતી હોય છે.

image source

દાંતનો દુખાવો થાય તો શરીરમાં કોઈને કોઈ અન્ય તકલીફો થતી જણાય છે. મોંમાંથી દૂર્ગંધ આવવી, પેઢાં દુખવાં, મોંમાં ચાંદાં પડવા, માથું દુખવું કે શરીરના અંગો તૂટવા જેવી તકલીફો થવા લાગે છે. જો તમે દાંતની બરાબર સંભાળ લેવા માંગો છો તો પછી આ ઉપાયોને જરૂર અનુસરો…

દાંતનું સ્વસ્થ હોવું એટલું જ જરૂરી છે, જેટલું આપણાં અન્ય અંગોનું તંદુરસ્ત હોવું…

image source

સ્વસ્થ દાંત શરીરના અન્ય ભાગો જેટલા મહત્વપૂર્ણ છે. જો તમારા દાંત સ્વસ્થ છે, તો તમે તમારી પસંદની વસ્તુઓ ખૂબ આનંદથી ખાઈ શકો છો. પરંતુ આ ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે તમારા દાંતની નિયમિત અને યોગ્ય પ્રકારે સંભાળ લો. જો આપણે આપણા દાંતની સંભાળ રાખીશું તો જ તેઓ લાંબા સમય સુધી આપણાં શરીરના સ્વાસ્થ્યને સહાય કરી શકશે.

મજબૂત દાંતની આપણને ખાસ જરૂર પડતી હોય છે કારણ કે તેના લીધે જ આપણે દરેક પ્રકારનો ખોરાક ખાઈ શકીએ છીએ. સ્વસ્થ દાંત જ આપણને સ્પષ્ટ રીતે બોલવામાં મદદ કરે છે અને આપણાં ચહેરાને સારો દેખાવામાં પણ મદદ કરે છે. આપણી સ્માઈલ તો જ બેસ્ટ લાગશે જો આપણાં દાંત સ્વસ્થ અને સુંદર હશે.

image source

દાંતની કાળજી નહીં રાખો તો થઈ શકે કંઈ આવું…

આપણા મોઢાંમાં રહેલ બેક્ટેરિયા કોઈ મીઠી ચીજના સંપર્કમાં આવતાં જ તેને ખાસ પ્રકારના એસિડમાં ફેરવે છે, જે દાંતની ઉપર રહેલા આવરણ એટલે કે પડને અસર કરે છે અને તેને લીધે દાંતમાં સડો કે કાંણાં પડે છે અને પરિણામે દાંત બગડે છે. પેઢાં નબળાં બને છે તેમાં ચાંદા પડે કે સોજો આવે અને સડો થવા લાગે છે.

image source

પેઢાંમાં તકલીફ થવા લાગે તો સમજવું કે તે તમારા શરીરમાં અન્ય બીમારીઓને પણ આમંત્રણ આપે છે. પેઢાં લાલ થવાં કે ફૂલી જવાથી પણ દુખાવો થાય છે. પેઢાંમાં ઝણઝણાંટી થવાથી કંઈ પણ ઠંડું કે ગરમ ખાઈ કે પી ન શકાય તેવી સ્થિતિ આવીને ઊભી રહે છે.

જરૂર છે મોંની કાળજી રાખવાની…

image source

મોંની સંભાળ પણ શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આપણા શરીરના દરેક ભાગ બીજા ભાગ પર આધારિત હોય છે. દાંતમાં કોઈપણ પ્રકારની સમસ્યા થવાને કારણે આપણને ખાવા, પીવા અને બોલવામાં પણ તકલીફ પડે છે.

દાંત અને પેઢાંની સમસ્યા ન થાય તે માટે, ડેન્ટિસ્ટ સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને અવારનવાર દાંતનું ચેકઅપ કરાવતાં રહેવું જોઈએ. નિષ્ણાંત ડોક્ટર પાસેથી દાંત અને પેઢાંની યોગ્ય માવજત કઈ રીતે કરવી અને દાંતને બરાબર સાફ રાખવાની રીત તેમજ બ્રશ કરવાની રીત શીખી લેવી જોઈએ.

image source

કેવી રીતે દાંત સુરક્ષિત રાખવા, નિષ્ણાંતો પાસેથી મેળવેળ માહિતી જાણો…

ઓછામાં ઓછા બે મિનિટ સુધી દરરોજ બ્રશ કરવું જોઈએ. સૂવાના સમયે પહેલાં બ્રશ કરવાની ટેવ પાડો અને બંને વખત નિયમિત બ્રશ કરો અને ધ્યાનમાં રાખો કે મીઠી વસ્તુ ખાઈ લીધા પછી પાણી પીવું ખૂબ જરૂરી છે..

જ્યારે આપણે મીઠાઈ ખાઈએ છીએ, ત્યારે આપણા મોંમાં એક ખાસ પ્રકારનું એસિડ જેવું રાસાયણ બને છે જે મોંમાં રહેલ દાંતોને, પેઢાંઓને અને તાળવાંને નુકસાન કરે છે.

image source

કડક પીંપરમીંટ, ઉધરસની મીઠી દવાઓમાં રહેલી ખાંડ લાળમાંથી ઓગળીને મોંમાં ભળી જવા માટે સમય લે છે. મીઠા ખોરાક ખાવાથી જેટલું નુકસાન નથી થતું એટલું જ કે તેમને એકલા ખાવાથી નુકસાન થાય છે.

કારણ કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ, ત્યારે વધુ પ્રમાણમાં લાળ થાય છે, જે એસિડ્સની અસરને ઘટાડે છે. આ રીતે પાણી પી લેવાથી મીઠી વસ્તુઓની અસર ઓછી થાય છે.

દાંતના સડાથી બચવા માટે કેટલીક ટીપ્સ નોંધી લો, જરૂર થશે રાહત…

image source

ફુલોરાઇડવાળી ટૂથપેસ્ટથી દિવસમાં બે વાર બ્રશ કરો. ખાતરી કરો કે તમે જે ટૂથબ્રશનો ઉપયોગ કરો છો તે સારી ક્વોલિટીનું અને નરમ બ્રશ છે કે નહીં. દર ૩થી ૪ મહિનામાં બ્રશ બદલો અને દર ૬ મહિને દંત ચિકિત્સકનો સંપર્ક કરીને તેમની પાસે તપાસ કરાવવા જાવ.

ટૂથબ્રશ દાંત વચ્ચે નાની જગ્યાઓ સુધી પહોંચી શકતો નથી, તેથી બ્રશ કર્યા પછી યોગ્ય રીતે કોગળા પણ કરવા જોઈએ. બ્રશને ઉપર – નીચે અને આગળ – પાછળ કરીને દાંત સાફ કરવા જોઈએ. સારી ક્વોલિટીનું માઉથ વોશ ફ્લાશ પણ ઉપયોગમાં લેવું જોઈએ

image source

મીઠી વસ્તુઓ, ખૂબ ઠંડા કે ગરમ પદાર્થો, ચોકલેટ અને જંક ફૂડથી દૂર રહો. સંતુલિત આહાર આપણા દાંત માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી સંતુલિત આહાર લો. તમે એવો ખોરાક લો જે તમારા સ્વાસ્થને માટે ખૂબ જ લાભદાયી હોય.

તબીયત અને દાંત બગડે એવો ખોરાક ન લેવો. બરાબર ચાવી ન શકાય એવો ખોરાક જો પેટમાં જશે તો અપચો થવાની શક્યતા રહે છે. તેથી દાંતનું સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે.

image source

ઉપરાંત, જો તમને દાંત કે પેઢાંમાં કોઈ પણ પ્રકારની સમસ્યા રહે છે, તો ઘરેલુ ટીપ્સનો પ્રયોગ કરવા સાથે નિષ્ણાંત દંત ચિકિત્સકની પાસે જાઓ અને સમયસર દાંતની તપાસ કરાવો. કારણ કે દાંત આપણા આખા આરોગ્ય ઉપર ખરાબ અસર કરી શકે છે. તેથી યાદ રહે કે સ્વસ્થ અને સુંદર દાંત તમારા આખા વ્યક્તિત્વને નિખારી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ