16 કરોડના ઇન્જેકશન પછી તિરા કમાતને મળ્યું નવજીવન, માતા-પિતાએ શેર કર્યો વીડિયો, આ રીતે કામ પાર પડ્યું

સોશિયલ મીડિયા ઉપર થોડા સમય પહેલા એક માસુમ 5 મહિનાની બાળકીનું જીવન બચાવવા માટેની પહેલ ચાલુ થઇ હતી. આ માસુમ બાળકીનું નામ હતું તિરા કામત. જે એવી અસાધ્ય બીમારીથી પીડાઈ રહી હતી કે તેની સારવાર માટેનું ઇન્જેક્શન 16 કરોડ રૂપિયાનું હતું. આ માટે ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા અને અંતે તિરાને આ ઇન્જેક્શનનો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

image source

હવે, તિરાને એક નવું જીવન મળી ગયું છે અને તે ફરીથી પહેલાની જેમ જ પાછી ખડખડાટ હસવા લાગી છે. તિરાને સાજી થયાં બાદ આ માટે તેના માતા પિતાએ સૌનો આભાર માનતો એક વીડિયો પણ શેર કર્યો છે. તિરાને 26 ફેબ્રુઆરીના રોજ આ ઇન્જેક્શન નો ડોઝ આપવામાં આવ્યો હતો. તિરાની સુધરેલી હાલત જોઈને તેના માતા-પિતા ખુબ જ ખુશ જોવા મળી રહ્યાં છે.

image source

મુંબઇની એક હોસ્પિટલમાં 5 મહિનાની બાળકી તિરા કામત જીવન અને મૃત્યુ સામે લડી રહી હતી. તેને SMA Type 1 બીમારી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. આ બીમારી અંગે જાણકારોનું કહેવું છે કે આ બીમારીના સારવાર માટે ખૂબ વધારે ખર્ચો કરવો પડે છે કારણ કે, આ બીમારી માટે આપવામાં આવતા ઇન્જેક્શનની કિંમત ખુબ વધારે છે.

આ સારવાર અમેરિકાથી આવી રહેલ Zolgensma ઇન્જેક્શન દ્વારા જ શક્ય હતી. વાત કરીએ જો આ ઇન્જેક્શનના કિંમતની તો મળતી માહિતી મુજબ, આ ઇંજેક્શન લગભગ 16 કરોડ રૂપિયાનું હતું અને તેના ઉપર 6.5 કરોડ રૂપિયા ટેક્સ અલગથી ચૂકાવવો પડે તેમ હતો.

image source

જ્યારે આ આખી વાત મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ સુધી પહોંચી ત્યારે તેમણે આ બાળકીના પરિવારને ઈલાજ માટે કઈક મદદ મળી રહે તે માટે પગલાં લેવાનું નક્કી કર્યું. આ પછી દેવેંદ્ર ફડણવીસે આ આખી વાત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. પત્રમાં તેણે આ બાળકીના ઈલાજ માટે મંગાવવા પડતાં ઇંજેક્શન પર લાગતાં ટેક્સ અને જીએસટી માફ કરવાની વાત જણાવી હતી, ત્યારબાદ કેન્દ્ર દ્વારા આ બાળકીના ઈલાજ માટે મદદ કરવાનો ભરોસો અપાવ્યો હતો. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, તેઓ કોઈ પણ ટેક્સ અને જીએસટી આ ઇન્જેક્શન લગાડશે નહીં એટલે કે તેમને ટેકસમાંથી મુક્તિ આપશે એટલે કે 6.5 કરોડ જેટલી મોટી રકમ સરકારે આ બાળકીના ઈલાજ માટે માફ કરી છે.

image source

તિરા કામતને 13 જાન્યુઆરીએ મુંબઇના SRCC ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. ત્યારબાદ તેને 26 ફેબ્રુઆરીના રોજ 16 કરોડના ઇંજેક્શન ડોઝ આપવામાં આવ્યો. હાલ મળતી માહિતી મુજબ, તિરા કામત એકદમ સ્વસ્થ થઈ ચૂકી છે.

image source

તેના માતા પિતા પણ ખુબ જ ખુશ છે. તિરાના પિતા આઇટી કંપનીમાં નોકરી કરે છે. તેની માતા ઇલેસ્ટ્રેટર છે. તિરાના ઈલાજ થઈ ગયા બાદ તેમણે સોશિયલ મીડિયા પર એક પેજ બનાવ્યુ હતું અને તેના પર ફંડિંગ શરૂ કર્યું હતું. પોતાના વીડિયોની અંદર તિરાના માતા પિતાએ જેને જેને ઇલાજ માટે મદદ કરી છે તે સૌનો આભાર વ્યક્ત કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત