આધુનિક વિજ્ઞાન-ટેકનોલોજીનું ઉદગમસ્થાન છે ભારત (લેખાંક-2)

એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડમાં એક કરતાં વધુ વખત માનવજાતનું સર્જન અને સંપૂર્ણ વિનાશ થયા હતાં. જે તે સમયની વિસર્જનની પ્રક્રિયાના કારણે તે સમયની થયેલી શોધખોળો અને ટેકનીક પણ નાશ પામી હોય તેવું માની શકાય. ઉપરાંત,આપણી પૌરાણિક કથાઓ અને ગ્રંથોમાં આવતા વર્ણનો ઉપરથી એવું ચોક્કસ તારણ નિકળે છે કે અગાઉન સમયમાં આજની આધુનિક ટેકનોલોજી જેવી જ અમુક ટેકનોલોજી અસ્તિત્વમાં હતી. અમુક ઉદાહરણો તો એવા પણ જોવા મળે છે કે ત્યારના સમયમાં ટેકનોલોજી આજના સમય કરતાં પણ એડવાન્સ હતી. જેમ કે, રામાયણમાં અને અન્ય ગ્રંથોમાં રાવણના વિમાનનું જે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં એવું જણાવ્યું છે કે રાવણનું આ વિમાન અનેક વિશેષતાઓ ધરાવતું હતું.

તે ફક્ત રાવણ દ્વારા અમુક પ્રકારના શ્લોક બોલાયા બાદ જ ઓપરેટ થઇ શકતું હતું, એટલે કે ‘વોઈસ ઓપરેટેડ’ હતું. ઉપરાંત, તે ‘પેસેન્જરો’ની સંખ્યા અનુસાર નાનું મોટું થઇ શકતું હતું. ઉપરાંત, તેમાં પૃથ્વી પરના સ્થળો પર જ નહિ પરંતુ અન્ય ગ્રહો પર પણ જઈ શકાતું હતું. અગાઉના સમયમાં આજના જેવી અનેક વિજ્ઞાન અને ટેકનોલોજી ભારતમાં અસ્તિત્વમાં હતી તેના કેટલાક ઉદાહરણો આપણે અગાઉ જોયા, તે ઉપરાંત પણ કેટલીક શોધખોળો એવી છે કે તેની શરૂઆત અનેક સદીઓ પહેલા આપણા દેશમાં થઇ હતી તેવું માની શકાય.

*પ્લાસ્ટિક સર્જરી*

પ્લાસ્ટિક સર્જરીને આધુનિક વિજ્ઞાનની દેન માનવામાં આવે છે,પરંતુ નવાઈની વાત એ છે કે પ્લાસ્ટિક સર્જરીની મૂળભૂત ટેકનિકની શરૂઆત આજથી લગભગ 3000 વર્ષો પહેલા ભારતમાં થઈ હતી. અગાઉના સમયમાં યુદ્ધમાં અનેક લોકોને ઇજાઓ થતી હતી અને નાક,કાન વિગેરે અંગોને નુકસાન થતું હતું. આ સમયે આચાર્ય સુશ્રુત તેને સારવાર દ્વારા યોગ્ય આકાર ફરીથી લાવી આપતા હતા,જે આજની પ્લાસ્ટિક સર્જરીનું જ એક મૂળ સ્વરૂપ માની શકાય.

હજ્જારો વર્ષ પહેલાં સુશ્રુતે પ્રસુતિ,મોતિયો,અંગ પ્રત્યારોપણ,પથરી અને પ્લાસ્ટિક સર્જરી જેવી અન્ય સર્જરી તથા તેના જેવા અનેક રોગો કે તકલીફોના ઈલાજ માટેની ટેકનિક વિકસાવી હતી. બટન

એ વાત જાણીને આશ્ચર્ય થશે કે બટન ની શોધ ભારતમાં થઈ હતી. તેની સાબિતી ‘મોહે જો દડો’ માં ખોદકામ સમયે મળી હતી.આ ખોદકામ દરમ્યાન બટનો પણ મળી આવ્યા હતા. સિંધુ નદીની આસપાસ આજથી લગભગ 2500 થી 3000 વર્ષ પહેલાં આ સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી.

*ભૂમિતિ*

બૌધાયન દ્વારા ભારતના પ્રાચીન ગણિતશાસ્ત્ર,શુલ્વ સૂત્ર અને શ્રોતસૂત્રની રચના કરવામાં આવી હતી.પાયથગોરસના સિદ્ધાંતની રચના પહેલા જ બૌધાયને ભૂમિતિના સૂત્રની રચના કરી હતી,પરંતુ આજે તેમનું નામ પણ કોઈને યાદ નથી. આજે વિશ્વમાં પાયથાગોરસ અને યુક્લિડના સિદ્ધાંતો જ ભણાવવામાં આવે છે. ખરેખર તો આજથી લગભગ 2800 વર્ષ પહેલાં બૌધાયને રેખાગણિત અને ભૂમિતિના મહત્વના નિયમોની શોધ કરી હતી. તે સમયમાં ભારતમાં રેખાગણિત,ભૂમિતિ કે ત્રિકોણમીતિને શુલ્વ શાસ્ત્રના નામથી ઓળખવામાં આવતું હતું.

*શુધ્ધ ભાષા અને વ્યાકરણ*

દુનિયાનું સૌપ્રથમ વ્યાકરણ પાણિનીએ લખ્યું હતું. ઇ.સ. પહેલા 500 વર્ષો પહેલા પાણિનીએ ભાષાના શુદ્ધ પ્રયોગો માટેના નિયમો બનાવ્યા હતા. ભાષાને તેમણે વ્યવસ્થિત રૂપ આપ્યું અને ખાસ તો સંસ્કૃત ભાષાને વ્યાકરણબદ્ધ કરી. તેમના દ્વારા જે વ્યાકરણની રચના કરવામાં આવી તેનું નામ હતું ‘અષ્ટાધ્યાયી’, જેમાં આઠ અધ્યાય અને લગભગ 4000 સૂત્રો આપવામાં આવ્યા હતા. વ્યાકરણના આ મહાન ગ્રંથમાં પાણિની દ્વારા વિભક્તિ-પ્રધાન સંસ્કૃત ભાષાનાં 4000 જેટલા સૂત્રો ખૂબ જ વૈજ્ઞાનિક અને તર્કબદ્ધ રીતે તૈયાર કરવામાં આવેલા હતા.

આમ તો ‘અષ્ટાધ્યાયી’ વ્યાકરણ વિશેનો એક ગ્રંથ હતો,પરંતુ તેમાં તે સમયના ભારતીય સમાજનું અને સમાજ વ્યવસ્થાનું પણ આબેહૂબ નિરૂપણ કરવામાં આવ્યું હતું. તે સમયનું

ભૂગોળ,સામાજિક,આર્થિક,શિક્ષણ,રાજનૈતિક વ્યવસ્થા,ધર્મ,ખાણી પીણી વિગેરે વિશે પણ આ ગ્રંથ દ્વારા ઘણી માહિતી મળે છે.

પાણિનીનો જન્મ પંજાબના શાલાતુલા માં થયો હતો. તેમના સિવાય અન્ય વિદ્વાનોએ પણ સંસ્કૃત ભાષા અને વ્યાકરણ વિશે ગ્રંથો લખ્યા હતા, પરંતુ પાણિની દ્વારા લખાયેલ ગ્રંથ સૌથી વધુ પ્રખ્યાત છે.

19મી સદીમાં યુરોપના એક ભાષા વિજ્ઞાની ફ્રેજ બૉપ દ્વારા પાણિની દ્વારા લખાયેલા ગ્રંથો અને અન્ય બાબતો વિશે સંશોધન કરવામાં આવ્યું હતું. તેના જણાવ્યા મુજબ,આજના આધુનિક ભાષા અને વ્યાકરણ પાણિનીના ગ્રંથથી ઘણા પ્રભાવિત હોય તેવું લાગ્યા વિના રહેતું નથી.

*સંગીત અને વાદ્યયંત્રો*

સંગીત અને વાદ્યયંત્રોનો આવિષ્કાર ભારતમાં જ થયો હતો.’સામવેદ’ એ સંગીતનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. હિંદુ ધર્મનો નૃત્ય, કલા,યોગ અને સંગીત સાથે બહુ ગાઢ સંબંધ રહ્યો છે. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે ધ્વનિ અને શુધ્ધ પ્રકાશના કારણે જ બ્રહ્માંડની ઉત્પતિ થઇ છે. હિન્દુઓના લગભગ દરેક દેવી દેવતાઓને પોતાના એક અલગ વાદ્યયંત્ર છે. વિષ્ણુજી પાસે શંખ છે,તો શિવ ભગવાન પાસે ડમરું છે. સરસ્વતીજી અને નારદ મુનિ પાસે વીણા છે, તો ભગવાન શ્રીકૃષ્ણ પાસે વાંસળી છે. ખજુરાહો તથા કોનાર્કના પ્રાચીન મંદિરોમાં પણ મૂર્તિઓ સાથે વાદ્યયંત્રો જોવા મળે છે.

*વિજળીની શોધ*

વીજળીની શોધ થોમસ આલ્વા એડિસને કરી હતી. પરંતુ તેનું કનેક્શન છેક મહર્ષિ અગત્સ્ય સાથે જોડાયેલું હોવાનું ખુદ થોમસ એડિસને સ્વીકાર્યું હતું. મહર્ષિ અગત્સ્ય એક વૈદિક ઋષિ હતા. એડિસને પોતાના એક પુસ્તકમાં લખ્યું હતું કે એકવાર તેઓ મહર્ષિ અગત્સ્યનો એક શ્લોક વાંચી રહ્યા હતા,આ વાંચતા વાંચતા જ તેઓને ઊંઘ આવી ગઈ. રાત્રિના સ્વપ્નમાં તેઓને આ શ્લોકનો અર્થ સમજાયો અને સ્વપ્નમાં જ તેમને વીજળીની શોધનું રહસ્ય સમજાઈ ગયું જેનાથી આ શોધ શક્ય બની.

મહર્ષિ અગત્સ્ય રાજા દશરથના રાજગુરુ હતા.તેમની ગણના સપ્તર્ષિઓમાં થતી હતી. ઋષિ અગત્સ્યએ ‘અગત્સ્ય સંહિતા’ નામના એક ગ્રંથની રચના કરી હતી.જેમાં તે સમયે તેમણે વીજળી ઉત્પન્ન કરવા માટેની ફોર્મ્યુલા લખી હતી.

*રેડિયો*

આપણે સૌ જાણીએ છીએ કે રેડીયોની શોધ જી. માર્કોની એ કરી હતી. પરંતુ તે સંપૂર્ણ સત્ય નથી. અંગ્રેજ શાસન દરમ્યાન માર્કોનીને ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બસુની ડાયરી મળી,જેના આધારે તેણે રેડીયોની શોધ કરી હતી. માર્કોનીને 1909માં વાયરલેસ ટેલિગ્રાફી માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. પરંતુ તે પહેલાં 1895માં જગદીશચંદ્ર દ્વારા રેડિયો તરંગો દ્વારા સંચાર અંગેનું એક સાર્વજનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

જગદીશચંદ્ર બસુએ મિલિમિટર તરંગો અને ક્રેસ્કોગ્રાફ સિદ્ધાંતની મહત્વપૂર્ણ શોધ કરી હતી. ત્યાર પછી બે વર્ષે માર્કોનીએ તેનું પ્રદર્શન યોજયું હતું અને તમામ શ્રેય તે લઇ ગયા હતા.આ સમયે ભારત એક ગુલામ દેશ હતો એટલે જગદીશચંદ્રને ખાસ મહત્વ આપવામાં આવ્યું નહોતું. ઉપરાંત,પોતાની શોધની પેટન્ટ મેળવવાની પણ તેમણે કોશિશ કરી હતી પરંતુ તેમાં પણ તેમને સફળતા ન મળી.સંચારની દુનિયામાં રેડિયોની શોધને એક પાયાની અને બહુ મહત્વપૂર્ણ શોધ ગણવામાં આવે છે. રેડીયોની શોધ થઈ તેના પરથી જ બાદમાં ટેલિવિઝન અને મોબાઈલ જેવી ક્રાંતિકારી શોધ શક્ય બની.

*ગુરુત્વાકર્ષણનો નિયમ*

આપણાં વેદોમાં ગુરુત્વાકર્ષણના નિયમનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન ભારતના સુપ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અંશ ખગોળશાસ્ત્રી ભાસ્કરાચાર્ય દ્વારા ‘સિદ્ધાંત શિરોમણી’ નામનો એક ગ્રંથ લખવામાં આવ્યો હતો.આ ગ્રંથનો અનેક વિદેશી ભાષાઓમાં પણ અનુવાદ થયો હતો.આમ,આ સિદ્ધાંત યુરોપમાં પણ જાણીતો થયો.ન્યુટનના સમયથી લગભગ 500 વર્ષ પહેલાં ભાસ્કરચાર્યે પોતાના આ ગ્રંથમાં ગુરુત્વાકર્ષણ વિશે ઘણું વિસ્તારથી લખ્યું હતું.

ગુરુત્વાકર્ષણના નિયમ વિશે તેમણે લખ્યું હતું,’પૃથ્વી પોતાના આકાશના પદાર્થોને પોતાની શક્તિ વડે પોતાની તરફ ખેંચે છે.આથી કોઈ પણ પદાર્થ ઉપરથી નીચે પડે છે. આનાથી એ વાત સિદ્ધ થાય છે કે પૃથ્વીમાં કોઈ ખાસ શક્તિ રહેલી છે’.

ભાસ્કરાચાર્ય દ્વારા આ ઉપરાન્ત ‘લીલાવતી’ અને ‘કરણ કુતુહલ’ જેવા અદભૂત ગ્રંથોની રચના કરવામાં આવી હતી. ‘લીલાવતી’ માં તેમણે ગણિત અને ખગોળવિજ્ઞાન વિશે અનેક મહત્વની જાણકારી આપી હતી. 1163ની સાલમાં તેમણે’કરણ કુતુહલ’ નામના ગ્રંથની રચના કરી હતી. જેમાં તેમણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વિશે પણ સૌપ્રથમ વિગતવાર માહિતી આપી હતી. એવું કહી શકાય કે ગુરુત્વાકર્ષણ,સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વિશે તે સમયે પણ લોકોને માહિતી હતી.

આ બધા તો ફક્ત થોડા ઉદાહરણો છે. વાસ્તવમાં આધુનિક વિશ્વની ઘણી બધી મહત્વની શોધ એવી છે,જેનો આવિષ્કાર ભારતમાં થયો હતો.

લેખક – તુષાર રાજા

પોસ્ટ ગમી હોય તો આગળ શેર કરી લોકો ને જાગરુક બનાવો !!!

ટીપ્પણી