છોકરાના પપ્પાએ આપ્યો એક જ શબ્દમાં જવાબ, અને માલિકે કહ્યું નોકરી પર લઈ લો…

થોડાં દિવસ પહેલાં એક ભાઇ અને એનો દિકરો ફ્રેન્ચાઇઝી લેવા આવ્યાં હતાં.. (મારી પાસે કોઇ ફ્રેન્ચાઇઝી સમજવા આવે એ પહેલાં બે લોકો એમને મોડલ અને ઇન્વેસ્ટ સમજાવી ચૂકયાં હોય, એટલે આવનાર વ્યક્તિ સ્ટોર ની વિઝીટ કરીને આવ્યો છે તથા 15 લાખ ઇન્વેસ્ટ કરવા તૈયાર હોય એવું હું સમજીને વાત કરતો હોઉં..)

image source

હું એમને #TeaPost નું મોડલ સમજાવી રહયો હતો, સમજાવતો હતો ત્યાં મારું ધ્યાન એ ભાઇનાં ચશ્મા પર ગયું, એક તરફની ચશ્માની દાંડી ન હતી એવું મને લાગ્યું.. એમને ખરાબ ન લાગે એ રીતે મેં ફરી બે વખત સમજાવતાં સમજાવતાં એમની સામે જોઇ લીધું અને ખાતરી કરી કે ખરેખર એક તરફની દાંડી હતી જ નહીં.. મનોમન બે ઘડી એમ થયું કે ચશ્મા રીપેર નથી કરાવતાં એ આટલું ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે કે કેમ ?? પણ તરત વિચારો પર કાબૂ મેળવ્યો અને વધુ જોશથી અને ઉંડાણપૂર્વક સમજાવા લાગ્યો..

image source

એ ભાઇ અને એમનો યુવાન દિકરો મારી વાતોથી સહમત થતાં હોય એવું હું અનુભવી રહયો હતો.. [પરંતુ સહમત થવાથી ફેન્ચાઇઝી વેચાઈ ન કહેવાય.] એક પછી એક પ્રશ્ન અને એ પ્રશ્ન પર ચર્ચા ચાલુ રહી હતી… બધી વાત સમજી એ લોકો જતાં રહયાં… મેં પણ મારી Excel માં લાલ કલર કરી Cold Inquiry લખી નાખ્યું… (લાલ કલર હોય તેનું follow up નહી લેવાનું)

image source

એ વાત ને લગભગ એક મહિનો થયો હશે, એ બંન્ને બાપ દિકરો આજે ફરી મળવા આવ્યાં, સાથે ફી ડીપોઝીટનો ચેક હતો… (અચરજ) મારી ધારણા ખોટી પૂરવાર થઈ હતી, નવી દુકાન ફાઇનલ થતી હોય, સહજ ભાવે આનંદ થાય, પણ સાથે હું વધુ સજાગ હતો કે ચેક ની સાથે હું જવાબદારી પણ લઇ રહ્યો છું.. જે વ્યક્તિ ચશ્માની દાંડી રીપેર ન કરાવતો હોય અને દિકરા માટે આમ પૈસા રોકવા તૈયાર થતો હોય ત્યારે મારી ગંભીરતામાં પ્રચંડ વધારો થતો હોય છે… (બેસો 10 મીનીટમાં આવું એમ કહી હું ચેમ્બર ની બહાર નીકળ્યો.) મેં આખો બનાવ Darshan ભાઇ ને કહ્યો કે મને સમજાતું નથી. તમે એક વખત મળી જુઓ તમને લાગે તો ચેક લઇએ.. દર્શનભાઇ તરત મળવા આવ્યા..

સાહેબે પહેલો જ સવાલ કર્યો “PF ના પૈસા છે?”

જવાબ હતો “ના”,

સાહેબે બીજો પ્રશ્ન પૂછ્યો “વ્યાજે લીધાં છે?”

image source

જવાબ હતો “#હા…”

બસ આટલો ટુકો સંવાદ…

સાહેબ મને કહે.. “આ છોકરાને જોબ પર લઇ લ્યો….”

હું એક વાકયમાં બધું સમજી ગયો કે.. “દરેક જગ્યા પરથી પૈસા કમાઇ જ લેવા એવું હોતું નથી” 😊

આવાં હોય છે એક બ્રાન્ડ ની લોકચાહના મેળવવા પાછળનાં કારણો..

મિત્રો, વ્યાજે પૈસા લઇ કે પપ્પા ના PF કે FD ના પૈસા થી ધંધો કરવા નીકળશો નહીં.. કાંડા ના દમ પર ધીમે ધીમે આગળ વધજો, પ્રગતિ ધીમી થશે પણ દમદાર થશે.. ભૂલ કરી નુકશાન કરશો તો એમાંથી શીખવા મળશે પણ જો વ્યાજનાં ચક્કરમાં પડી જશો તો બહાર નીકળવું થોડું કઠિન છે..

image source

પ્રેરણા તો ગમ્મે ત્યાંથી લઈ શકાય.. તો આજે ફેસબુક મિત્ર Arpit Chhaya ની વોલ પરથી.. અને હા.. વાત અને એમનો વિચાર ગમે.. તો શેર પણ કરી જ શકાય. ☕💓👍🏻

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ