જલ્સા કરોને જેંતીલાલ

ટીમ ઇન્ડિયા, આવનારી મેચમાં ભગવા રંગની જર્સીમાં જોવા મળે તો ચોંકતા નહીં !

અત્યાર સુધી ઇન્ડિયન ક્રીકેટ ટીમે વર્લ્ડકપમાં સારો દેખાવ કર્યો છે. અને આશા છે કે વર્લ્ડકપ ભારત જ આવે. ઇન્ડિયન ક્રીકેટ ટીમની બ્લૂ જર્સી જાણે આપણને તીરંગા જેવો ગર્વ અપાવી રહી છે.


પણ આવનારી મેચમાં આ જર્સીનો રંગ બદલાવા જઈ રહ્યો છે. અને તેના માટે જ જર્સીનો રંગ માત્ર બે-ત્રણ મેચ પુરતો બદલાવાનો છે.

આવનારી 22 જુને ભારત અફઘાનીસ્તાનની વિરુદ્ધમાં મેચ રમવા જઈ રહ્યું છે. અને આ મેચમાં ટીમ ઇન્ડિયા બ્લૂ જર્સીમાં નહીં પણ ઓરેન્જ જર્સીમાં જોવા મળશે.


વાસ્તવમાં આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે આ બન્ને ટીમની જર્સીના રંગ લગભગ સરખા જ છે. અને આઈસીસીના નિયમ પ્રમાણે તેમ ન બની શકે. અને માટે જ ભારતીય ટીમે આ મેચ પુરતી પોતાની જર્સીનો રંગ બદલવો પડશે. આ ઉપરાંત ઇંગ્લેન્ડ એ વર્લ્ડકપની યજમાની કરી રહ્યું હોવાથી તેની સામેની મેચમાં 30 જુને પણ ભારતીય ક્રીકેટ ટીમ ઓરેન્જ જર્સીમાં જોવા મળી શકે છે.


માત્ર ભારતીય ટીમ માટે જ નહીં પણ આઈસીસીએ બીજી બધી જ ટીમોની બે જર્સી ડીઝાઈન કરવાના સૂચન આપ્યા છે. અહીં અફઘાનીસ્તાનની જર્સી તેના મૂળ રંગમાં જ જોવા મળશે પણ ભારતીય ટીમની જર્સી ઓરેન્જ રંગમાં જોવા મળશે.


આ પરિવર્તન બ્રોડકાસ્ટને નડતી કેટલીક સમસ્યાઓન દૂર કરવા માટે છે. વાસ્તવમાં બે વિરોધી ટીમની જરસી એક જ રંગની હોય ત્યારે પ્લેયર્સને ઓળખવામાં તકલીફ થાય છે. અને માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.


આઈસીસીના નિયમ પ્રમાણે ટીવી પર પ્રસારીત મેચોની ટીમને તેમની હોમ જર્સી ઉપરાંત બીજા રંગની જર્સીનો વિકલ્પ આપવો પડે છે. જેથી કરીને એક જેવી જર્સીવાળી બે ટીમો મેદાનમાં ન ઉતરે. જો કે ઇંગ્લેન્ડની ટીમને આ નિયમ લાગુ નથી પડતો કારણ કે તે વર્લ્ડ કપને હોસ્ટ કરી રહી છે.


આ નિયમ પ્રમાણે એક ટીમને હોમટીમ અને એક ટીમને ગેસ્ટ ટીમ તરીકે નક્કી કરવામાં આવે છે જેમાં હોમ ટીમ તેમની પોતાની જર્સી જ પહેરે છે જ્યારે ગેસ્ટ ટીમે તેમના બીજા વિકલ્પવાળી જર્સી પહેરવી પડે છે.


અને મળેલા અહેવાલ પ્રમાણે ભારતની વૈકલ્પિક જર્સીનો રંગ ઓરેન્જ છે. જો કે બીસીસીઆઈ તરફથી કોઈ જ ચોખવટ હજુ કરવામાં આવી નથી. જો કે ભારતીય ટીમની આ વૈકલ્પિક જર્સી જે ઓરેન્જ રંગની હોવાની મનાઈ રહ્યું છે તેમાં પણ બ્લુ ટીન્જ તો હશે જ.

તમને જણાવી દઈએ કે આ પહેલાં સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડ સામે તો પોતાની હોમ જર્સી જ પહેરી હતી પણ બાંગ્લાદેશની જર્સી પણ ગ્રીન કલરની હોવાથી તેમણે તે વખતે ગેસ્ટ ટીમ બનીને પોતાની યેલો રંગવાળી વૈકલ્પિક જર્સી કીટ પહેરી હતી.


એકથી વધારે જર્સી કીટનો આ કોન્સેપ્ટ વાસ્તવમાં ફૂટબોલ ક્લબથી ઇન્સ્પાયર છે. ફૂટબોલ ક્લબ પણ પોતાની જર્સી તેમના યજમાન-મહેમાન ના સ્ટેટસની સાથે બદલતી રહેતી હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

@media(max-width:480px){#adskeeper_iframe{height:1850px;}}
Exit mobile version