ચાની લારી ચલાવતો આ યુવાન એક કપ ચાની સાથે એક માસ્ક આપી રહ્યો છે ફ્રી, જાણો ક્યાં સુધી આપશે ફ્રીમાં માસ્ક

સમગ્ર વિશ્વ અત્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે. એવામાં જ્યાં સુધી રસી ન આવે ત્યાં સુધી માસ્ક જ કોરોનાથી બચવા માટેનું હથિયાર છે. તો બીજી તરફ ઘણી સેવાભાવી સંસ્થાઓ પણ લોકોને ફ્રીમાં માસ્ક આપી રહી છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે વડોદરામાં ચ્હાની લારી ચલાવતો 23 વર્ષનો યુવક એક કપ ચા સાથે એક માસ્ક ફ્રીમાં આપી રહ્યો છે. કોરોનાની જાગૃતિ સામે તેમનું આ અભિયાન હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વડોદરાના આ ચા ની લારીવાળા યુવકે સામાજિક જવાબદારી ઉપાડી છે અને ગ્રાહકોને માત્ર 10 રૂપિયા માં લહેજતદાર ચા સાથે માસ્ક મફતમાં આપી રહ્યો છે જેને વડોદરા વાસીઓ પણ વધાવી રહ્યા છે.

એક કપ ચ્હા પીનારને એક માસ્ક ફ્રી

image source

નોંધનિય છે કે એક તરફ સરકાર દ્વારા માસ્ક ન પહેરનાર લોકોને 1 હજાર નો દંડ કરવામાં આવી રહ્યો છે ત્યારે કોરોનાનની મહામારીથી ગ્રાહકોને બચાવવા અને જનજાગૃતિના ભાગરૂપે ચા વાળા યુવક દ્વારા મફતમાં ગ્રાહકોને ચા સાથે થ્રિ લિયર માસ્ક આપવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું અતિઆવશ્યક છે.

image source

માસ્કનું મહત્વ જોઇને સરકાર લાખો રૂપિયાનો દંડ પણ વસૂલ કરી ચુકી છે અને હવે તો માસ્ક ન પહેરનાર સામે વધુ કડક કાયદા બનાવવા માટે હાઈકોર્ટ આદેશ આપી રહી છે ત્યારે બરોડાના માંડવી-ચાંપાનેર રોડ ઉપર આવેલ બાજવાડામાં રહેતો 23 વર્ષિય સપન માછી પોતાની પોળ પાસે આવેલી શેઠશેરી નજીક શ્રી સાંઇ ટી સેન્ટરના નામે સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી ચ્હાની લારી ચલાવે છે.

કોરોનાની ચાલી રહેલી મહામારીમાં માસ્ક પહેરવું જરૂરી હોઇ, તેણે “એક કપ ચ્હાની સાથે એક માસ્ક ફ્રી” અભિગમ અપનાવ્યો છે. જ્યારે સપને ચ્હા પીવા માટે આવનારને એક કપ ચ્હા પીનારને એક માસ્ક ફ્રી આપી રહ્યો છે. સપનના આ અભિગમને વિસ્તારના લોકોએ આવકાર્યો છે.

આ ચા ની લારી હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે

image source

સમાચારોમાં કોરોનાકાળમાં માસ્ક ન પહેરનાર લોકો પાસે થી લાખો રૂપિયાનો દંડ વસૂલવાના અહેવાલો વાંચ્યા બાદ આ સપન માછીએ પોતાની ગોલ્ડન ચા જે માત્ર 10 રૂપિયામાં ગ્રાહકોને આપે છે તેની સાથે 3 રૂપિયાની કિંમતનું થ્રિ-લેયર માસ્ક ગ્રાહકોને મફતમાં આપવાનું નક્કી કર્યું છે.

સપન માછી દ્વારા લોકોમાં કોરોનાને લઈ જાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરતા થાય તેવા આશય થી પોતાની ચા સાથે થ્રિ લેયર માસ્ક મફતમાં આપે છે અને કોરોનાની મહામારીથી બચવા માટેના ઉપાયો સાથે પોતાના વિચારો પણ ગ્રાહકો સાથે શેર કરે છે. જેને લઈને લોકોમાં આ ચા ની લારી હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

300થી વધુ ગ્રાહકોને મફતમાં માસ્ક આપી ચુક્યા છે

image source

તો બીજી તરફ માસ્ક આપતા સમયે તેઓ લોકોને જાગૃત પણ કરે છે અને સલાહ આપે છે કેફરીથી માસ્ક વિના જાહેરમાં ન નીકળે ફરજીયાત માસ્ક પહેરવા અપીલ કરે છે. હજાર રૂપિયા દંડ છતાં માસ્ક સરકાર નથી આપતી તેવામાં વડોદરાના આ ચાવાળા ને મફતમાં માસ્ક આપવાના ને લઈ ગ્રાહકો પણ સપન માછી નો આભાર માની તેને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

સપન માછીએ અત્યાર સુધી 300થી વધુ ગ્રાહકોને મફતમાં માસ્ક આપી ચુક્યા છે. ઘણીવાર લોકો શહેરની ભાગદોડમાં માસ્ક પહેરવાનું ભૂલી જાય છે તો કેટલાક લોકો જાણી જોઈને માસ્ક નથી પહેરતા આવામાં સપન માછી દ્વારા લોકોમાં કોરોનાને લઈ જાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરતા થાય તેવા આશયથી પોતાની લહેજતદાર ચા સાથે થ્રિ લેયર માસ્ક મફતમાં આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ