“તવા પુલાવ” – પાઉં ભાજી વધી છે? ચાલો એમાંથી જ બનાવીએ મજાની વાનગી…

“તવા પુલાવ”

સામગ્રી:

રાંધેલો ભાત- ૨ કપ,
વધેલી પાઉં ભાજી – ૧/૨ કપ,
તેલ – ૨ ટેબલ સ્પૂન,
જીરૂ – ૧/૨ ટી સ્પૂન,
ડુંગળી જીણી સમારેલી – 1 નંગ,
ગાજર જીણું કાપેલું – ૧/૪ કપ,
કેપ્સીકમ – ૧ નંગ,
આદુ-લસણ ની પેસ્ટ – ૧ ટી સ્પૂન,
લીલું મરચું સમારેલું – ૧ નંગ,
કોથમીર – ૨ ટેબલ સ્પૂન,
લીંબુ નો રસ – ૧ ટી સ્પૂન,
મીઠું – સ્વાદ મૂજબ,
ગાર્નિશ કરવા – ટામેટાં નું ફૂલ, ફુદીના નું પાન,

રીત :

૧. પેનમાં તેલ મૂકી જીરૂ તતડે પછી ડુંગળી સાંતળો.
૨. આદુ-લસણ ની પેસ્ટ અને લીલું મરચુ ઉમેરો.
૩. કેપ્સીકમ, ગાજર ઉમેરી એકાદ મિનિટ સાંતળો.
૪. હવે પાંવભાજી ઉમેરી એકાદ મિનિટ પછી રાંધેલો ભાત , મીઠું , લીંબુ નો રસ ઉમેરી ઢાંકણ ઢાંકી ૨-૩ મિનિટ ચઢવા દો.
૫. હવે કોથમીર ઉમેરી સર્વિંગ પ્લેટ માં ટામેટાં ના ફૂલ અને ફુદીના નાં પાનથી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.
તૈયાર છે તવા પુલાવ.

નોંધ :

આ પુલાવ થોડા ફાસ્ટ ગૅસ રાખી બનાવવો.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી