ક્વિક અને ઇઝી બનતા “તવા ઢોકળા”, આજે જ બનાવો

તવા ઢોકળા

 સામગ્રી : –

* એક વાટકી રવો ( સોજી),
* એક કપ દહી,
* ૨ લીલા મરચા બારીક સમારેલા,
* બારીક સમારેલી કોથમીર,
* મીઠુ સ્વાદ મુજબ,
* ૧/૪ ટીસ્પૂન ફૂટસોલટ,
( ઇનો),
* ૧/૨ ટીસ્પૂન રાઇ,
* ૧/૨ ટીસ્પૂન તલ,
* લાલ મરચુ (ઉપર છાટવા),
* તેલ,
* સવૅ કરવા સોસ, તીખી ચટણી.

રીત:-

– એક બાઉલ મા રવો લઇ તેમા દહી અને પાણી લઈ ઢોકળા જેવુ ખીરૂ તૈયાર કરો.
– ત્યારબાદ તેમા મીઠુ , લીલામરચા ,કોથમીર નાખી મિકસ કરો.
– હવે એક નોનસ્ટિક પાન મા વચ્ચે કાઠલો અથવા બિસ્કિટ કટર મૂકી તેલ નાખો તેલ ગરમ થાય એટલે તેમા રાઇ ,તલ નાખી વધાર તૈયાર કરો પછી તે વધાર ઉપર ઢોકળા નુ ખીરૂ નાખી ધીમા તાપે ચઢવા દો.
– ૫ થી૭ મિનિટ બાદ એક ટૂટપીક નાખી ચેક કરો જો ટૂટપીક ચોખી બાર આવે તો ગેસ બંધ કરી ઢોકળા ને પ્લેટ મા કાઢીલો.
– હવે તેને સોસ અને ચટણી સાથે સવૅ કરો.


– આ ઢોકળા નીચે થી ક્રિસ્પી અને ઉપર થી પોચા લાગશે.

** જો તમારે વેજીટેબલ ઢોકળા બનાવવા હોય તો જ્યારે મરચુ ,કોથમીર નાખ્યા ત્યારે વેજીટેબલ નાખવા.
તમે તેમા ( બાફેલા વટાણા , ગાજર , કોનૅ , કેપ્સિકમ અને તમને ભાવતા શાક નાખી શકો છો. ).

રસોઈની રાણી – કાજલ શેઠ (મોડાસા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી