ઘરે બનાવો ‘તવા ચીઝ ગાર્લીક બ્રેડ’, ખાવાની મજા હશે અનેરી .

તવા ચીઝ ગાર્લીક બ્રેડ

મિત્રો અપડે ડોમિનોઝની તો બધા આ ગાર્લીક બ્રેડ ખાધી જ હશે.અને ઘરે પણ ચીઝ ગાર્લીક બ્રેડ બનાવવાનું મન થતું હશેને ? પરંતુ જો તમારા ઘરે ઓવન નથી તો કઈ મુંજાવવાની જરૂર નથી હું આજે લાઇ ને આવી છું તવા ચીઝ ગાર્લીક બ્રેડ જે તમે નોર્મલ તવા પર એકદમ બાર જેવી જ ગાર્લીક બ્રેડ બનાવી શકશો

તવા ચીઝ ગાર્લીક બ્રેડ

સામગ્રી :

૧પેકેટ બ્રેડ,
૧પેકેટ બટર,
૧ ક્યુબ ચીઝ,
૨ચમચી કોથમરી,
૧ચમચી ચીલી ફ્લેક્સ,
૧ચમચી ઓરેગાનો,
૧ચમચી મરી પાઉડર,
૧ચમચી લસણ.

ગાર્નિસીંગ માટે:

ટોમેટો સોસ,
કોથમરી પાન.

રીત:

સૌપ્રથમ બધી વસતુ ઓ બાઉલમાં કાઢી લઈએ.
હવે એક બાઉલ લાઇ તેમાં બટર મેલ્ટ કરી લઈએ.. અથવા તો બટર ને થોડું ગરમ કરી એક બાઉલ માં કાઢી લેવું
હવે તેમાં ચીલી ફ્લેક્સ,ઓરેગાનો, મરી પાઉડર, અને લસણ ઉમેરી મિક્સ કરી લઈએ
હવે તે મિક્સચર માં કોથમરી ઉમેરી લેવી
હવે બ્રેડને વચ્ચે થી કટર વડે કટ કરી લેવી
ત્યારબાદ તેના પર બનાવેલું મિક્સચર લગાડી લેવું
હવે એક બાઉલ માં ચીઝ ખમણી લેવું
તે ચીઝ ને બ્રેડ પર લગાડેલા મિક્સચર પર લગાડી દેવું

હવે એક પેન ગરમ કરી તેના પર બટર લગાડી બધી બ્રેડ બને તરફ સેકી લેવી
તો તૈયાર છે તવા ચીઝ ગાર્લીક બ્રેડ…
તેને મિયોનિઝ તેમજ ટોમેટો સોસ જોડે સર્વ કરી શકો. છો…

નોંધ:

ચીઝ ગાર્લીક બ્રેડ બનાવતી વખતે જો બટર ના હોય તો ગરમ ઘી નો પણ ઉપયોગ કરી શકો છો..

રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી