આ તસવીરોમાં તમને જે દેખાય છે તેના કરતા છે સાવ અલગ જ છે, જુઓ ધ્યાનથી

પર્ફેક્ટ સુંદર તસ્વીરો પાછળની કરામત જોઈ તમે મોઢામાં આંગળા નાખી જશો

image source

આપણને હંમેશા સુંદર પર્ફેક્ટ તસ્વીરો ખુબ ગમતી હોય છે. આપણે હંમેશા તસ્વીરોમાં લોકોના વસ્ત્રો અને ખાસ કરીને તસ્વીરોમાંના લોકેશનના ખાસ વખાણ કરતા હોઈએ છે અને ક્યારેક ક્યારેક તો વાતાવરણના પણ વખાણ કરતા હોઈએ છે.

image source

પણ તે પાછળ ફોટોગ્રાફરની કેટલીક કરામતો કામ કરતી હોય છે અને જો આ કરામત તમે જાણશો તો તમને તો એમ જ થઈ જશે કે શું અત્યાર સુધી તમે છેતરાઈ રહ્યા હતા ?

તો ચાલો તમને કેટલીક એવી તસ્વીરે બતાવીએ જે રજૂ કરવામાં તો સુંદર રીતે આવી છે પણ વાસ્તવમાં તે કંઈક આમ દેખાતી હોય છે.

image sourceઅહીં ગર્ભવતિ સ્ત્રીની એક સુંદર તસ્વીર છે. જેને જોઈ તે જાણે કોઈ સ્પેશિલય લોકેશન પર લેવામાં આવી હોય તેવું લાગે છે. અને જોનારા તો તે તસ્વીરના લોકેશનને જ વિચારતા રહી જાય છે કે આવી સુંદર જગ્યાં ક્યાં આવેલી હશે. અને આટલી સુંદર લાઇટ , આટલું સુંદર વાતાવરણ તેમને ક્યાંથી મળ્યું હશે ?

image source

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે ગર્ભવતિ પત્નીનો પતિ તેને વહાલ કરી રહ્યો છે. તેઓ જાણે સુંદર મજાના તળાવના કિનારે હોય તેવુ લાગી રહ્યું છે. પણ બાજુની તસ્વીરમાં તમે જોઈ શકો છો કે તે કોઈ તળાવ નહીં પણ એક નાનકડું ખાબોચિયુ જ છે. આગળ વાંચો આવી તો તમને કેટલીએ તસ્વીરો જોવા મળશે.

હવે અમે તે જ રહસ્ય પરથી પરદો ઉઠાવીએ છે કે બ્રાઝીલના આ ફોટોગ્રાફર ગિલમર સિલ્વા કે જે વેડિંગ તેમજ ફેમિલિ ફોટોગ્રાફીમાં માહેર છે તેણે ફોટોગ્રાફ્સની એક અત્યંત રસપ્રદ સીરીઝ અહીં રજૂ કરી છે જે દર્શાવે છે કે એક આકર્ષક ફોટોગ્રાફ માટે કેટલી મહેનત કરવી પડે છે. – અહીં અમે ફોટોશોપની વાત નથી કરી રહ્યા પણ બીજી ઘણી બધી વાતો છે.

image source

આ ફોટો સીરીઝનું નામ છે ‘લુગાર એક્સ ફોટો’ જેનો અર્થ થાય જગ્યા અને તસ્વીર, અહીં તમને એ રીતે ફોટોગ્રાફ દર્શાવવામાં આવ્યા છે જેમાં એક તરફ મૂળ ફોટો જે રીતે લેવામાં આવ્યો છે તે છે અને બાજુમાં તેને સુંદર બનાવીને રજૂ કરવામાં આવ્યો તે છે આ સીરીઝ જોઈ તમે ચકિત થઈ જશો અને હસી પણ ઉઠશો.

image source

કોઈ પણ માતાપિતાને પોતાના બાળકની આવી તસ્વીર ખેંચાવવી ખુબ પસંદ હશે. ફાઈનલ તસ્વીરમાં એવું લાગી રહ્યું છે જાણે કોઈ તેને ઘોડિયાની જેમ ઉંચકી રહ્યું છે. પણ વાસ્તવમાં તો તે પથારીમાં સુતેલુ જ છે અને તેની તસ્વીરના એંગલને બદલી નાખવામાં આવ્યું છે.

image source

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો એક નાનકડું બાળક ઘોડા નજીક ઘાંસની ગંજીના ટેકે ઉભું છે. સુંદર મજાનું જીન્સ પેન્ટ પહેર્યું છે અને શર્ટલેસ છે. ઘોડાનો બ્રાઉન એન્ડ વ્હાઇટ કલર, જીન્સનો બ્લુ કલર અને પાછળના ઝાડપાનનો કલર અહીં બધું એકદમ પર્ફેક્ટ લાગી રહ્યું છે પણ બાજુની તસ્વીરમાં તમે જોઈ શકો છો કે તેવું કશું જ નથી.

image source

આ તસ્વીરમાં એક ગર્ભવતિ મહિલા એક લાકડાની ફરસ પર સુતી છે જેમાં તેણી અત્યંત સુંદર લાગી રહી છે. જે એક ફાઈનલ ઇફેક્ટથી ભરપૂર તસ્વીર છે. તો તેની બાજુમાં તમે ફોટોગ્રાફરને તે સ્ત્રીની તસ્વીર લેતા જોઈ શકો છો. તસ્વીરમાં તમે જોઈ શકો છો કે લોકેશનમાં કોઈ જ સુંદરતા નથી તેમ છતાં ઇફેક્ટથી તસ્વીરને અત્યંત સુંદર બનાવવામાં આવી છે.

image source

આ તસ્વીર એક નાનકડી બાળકીની છે. જે કોઈ સુંદર મજાના ફુલોથી ભરેલા ગાર્ડનમાં હોય તેવું લાગી રહ્યું છે. પણ વાસ્તવમાં તેણી કોઈ ઘરના સામાન્ય ગાર્ડનમાં છે અને ત્યાંની આ તસ્વીર છે. પણ ફોટોગ્રાફરની કરામતે તેને સુંદર બનાવી દીધી છે.

image source

આ છોકરી તો જાણે સ્વર્ગમાંની કોઈ પરી હોય તેવું લાગી રહ્યું છે. સુંદર મજાના સૂરજના કીરણો તેના પર પડી રહ્યા છે. પણ બાજુની તસ્વીરમાં તમે જોઈ શકો છો કે તેનું લોકેશન કોઈ ફાર્મનું જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ