હોમમેડ પાસ્તા અરાબીયાતા – પાસ્તાના શોખીન લોકો અચૂક બનાવજો આ ન્યુ સ્ટાઇલ પાસ્તા…

હેલો ફ્રેંડ્સ!!

પાસ્તા એક એવી આઈટમ છે જે દરેક ને પસંદ હોય છે. પાસ્તા ના શોખીન લોકો હોટેલ માં જાય ત્યારે પાસ્તા અચૂક થી ઓર્ડર કરતા હશે. તો આજે આપડે બનાવીશુ બધા ની પ્રિય ડીશ "પાસ્તા અરાબીયાતા"

તેની બનાવવાની ઘણી અલગ અલગ રીત છે પણ આજે હું અહીં મારી ખુબજ સરળ , જલ્દી બની જાય તેવી અને ઘર માં જે હોય તે જ સામગ્રી નો ઉપયોગ કરી ને બનાવેલી રેસીપી જણાવીશ.

સૌ પ્રથમ સામગ્રી જોઈ લઈએ.

  • ૧ કપ પાસ્તા,
  • ૩ નંગ ટામેટા,
  • ૩ નંગ ડુંગળી,
  • ૮-૧૦ લસણ ની કળી,
  • ૧ ચમચી – અજમો,
  • ૩ – સૂકા લાલ મરચા,
  • ૧ ચમચી – લાલ મરચું પાવડર,
  • ૧ ચમચી – હળદર,
  • ૧ ચમચી મીઠું,
  • ચીઝ ગાર્નિશિંગ માટે

રીત :

સૌ પ્રથમ એક જાડા વાસણ માં પાણી નાખી ઉકાળવા મુકો પાણી ઉકાળવા લાગે એટલે તેમાં પાસ્તા નાખી દો.

હવે એક મિક્સચર જાર લઇ તેમાં લાલ સૂકા મરચા અને અજમો લઇ પીસી અને સાઈડ માં રાખી દો.ત્યાર બાદ ટામેટા ની પેસ્ટ બનાવી લો, ત્યાર બાદ ડુંગળી અને લસણ ની પેસ્ટ બનાવી લો.

પાસ્તા બોઈલ થાય છે તેને ચેક કરી લો .જો તે થઇ જવા આવ્યા હોય તો તેમાં ૧ ચમચી તેલ નાખી દો જેથી એકબીજા સાથે ચોંટી ન  જાય. ત્યાર બાદ તેને કાણા વાળી ચાયણી માં લઇ પાણી નિતારવા મૂકી દો.

નોનસ્ટિક પેન ને ધીમા ગેસ પાર ગરમ કરવા મુકો ગરમ થાય એટલે તેમાં તેલ નાખો , તેલ ગરમ થાય એટલે તેમાં ટામેટા ની પેસ્ટ નાખો.સહેજ તેલ છુટ્ટુ પડે એટલે ડુંગળી લસણ ની પેસ્ટ , હળદર , મીઠું , લાલ મરચું નાખી હલાવો. ૫ મિનિટ સુધી વચ્ચે ૧-૨ વાર હલાવીઅને ચડવા દો.ત્યાર બાદ તેમાં બોઈલ થયેલા પાસ્તા નાખો , અજમો અને લીલા મરચા જે પીસી ને તૈયાર છે તે નાખો અને બરાબર મિક્સ કરી દો.હવે પાસ્તા એક બાઉલ માં લઇ ચીઝ થી ગાર્નિશ કરો અને કેચપ સાથે સર્વ કરો.

છે ને બનાવવા માં ખુબજ સરળ તો આજે જ બનાવો અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે જરૂર થી જણાવજો. ફરી મળીશુ એક નવી જ રેસીપી સાથે.

નોંધ:

જો તમને પાસ્તા માં બેસીલ ફ્લેવર પસંદ છે તો ટામેટા કે ડુંગળી ની પેસ્ટ માં ૪-૫ તુલસી ના પાન નાખી દો.

પાસ્તા હજુ વધી ગ્રેવી વાળા ભાવતા હોય તો એક વાટકી માં ૨ ચમચી કોર્ન ફ્લોર અને પાણી મિક્સ કરી પાસ્તા માં નાખી અને બરાબર
હલાવી લો. ગ્રેવી તમારા સ્વાદ અને પસંદ અનુસાર વધારે  ઓછી કરી શકો.

પાસ્તા ની જગ્યા પાર નૂડલ્સ પણ લઇ શકો. જો તમારી પાસે રેડી ઇટાલિયન હર્બ્સ પડ્યા હોય તો તે પણ નાખી શકો છો.

રસોઈની રાણી : નીરાલી કોરાટ (અમદાવાદ)

મિત્રો આપસોને મારી રેસીપી કેવી લાગી? કોમેન્ટમા અચૂક જણાવજો…..જેથી નવી વાનગી આપવામાં મને ઉત્સાહ રહે ..

ટીપ્પણી