આજનું ટૈરો રાશિફળ : કામ પર ફોકસ કરો, પરેશાની હોય તો લોકો સાથે શેર કરો, મહત્વના નિર્ણયો લેવાનો આજનો દિવસ

ટૈરો રાશિફળ : કામ પર ફોકસ કરો, પરેશાની હોય તો લોકો સાથે શેર કરો, મહત્વના નિર્ણયો લેવાનો આજનો દિવસ

મેષ- Six of Pentacles

આજે તમારે કામમાં આળસ ન કરવું અને કામને કાલ પર ન ટાળવું. નહીં તો તમને આગળ જતા અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આજે કામ પર જ ધ્યાન આપો. આજે કોઈ બેદરકારી ન રાખો. આજે મૂડ સ્વિંગ પર નિયંત્રણ રાખો. ધીરજની જરૂર છે. પોતાની જવાબદારીઓ પ્રત્યે સજાગ રહો.

વૃષભ – Nine of Cups

આજે તમારા જીવનમાં કોઈ સમસ્યા છે તો તેને કોઈ સાથે શેર કરો, તેનાથી જ તમને તેનું સમાધાન મળશે. દરેક પરિસ્થિતિ પાછળ કોઈ લાભ છુપાયેલો હોય છે તેને ઓળખો. આ સમય આધ્યાત્મિક ઉન્નતિનો પણ છે. આ અવસરને વ્યર્થ જવા ન દો. આજે કંઈ નવું અવશ્ય શીખો.

મિથુન – Temperance

ઘરના નિર્ણયોમાં કોઈ બહારના વ્યક્તિની સલાહને વધારે પડતું મહત્વ ન આપો. દિવસની શરૂઆત ધીમી રહેશે. આજે ઊર્જાની ખામી જણાશે. આજના દિવસે યાત્રા ઓછી કરવી. યાત્રા દરમિયાન પરેશાની થઈ શકે છે. કોઈની પણ સલાહ માનતા પહેલા જોઈ જેવું કે સલાહ તમારા માટે કામની છે કે નહીં.

કર્ક – The Chariot

આજે તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થવાના સંકેત મળી રહ્યા છે. તમને એવી તક મળી શકે છે જેની રાહ તમે ઘણા લાંબા સમયથી જોઈ રહ્યા હતા. તમારે તેના માટે તૈયાર રહેવાની જરૂર છે. ધન લાભ અને પ્રતિષ્ઠા વધવાના યોગ છે. તમારે ગંભીર બાબતોમાં નિષ્ણાંતો સાથે સલાહ લઈ નિરાકરણ લાવવું.

સિંહ- Four of Cups

આજે તમને વધારાની જવાબદારીઓ પર પુરસ્કાર મળવાના યોગ છે. તમને તમારા બદલ વખાણ સાંભળવા મળશે. નવી જવાદારીના કારણે તમારે વધારે ગંભીરતાથી કામ કરવું પડશે. તમને તમારી યોગ્યતા અનુસાર કામ અને સફળતા મળવાના યોગ છે. આજે તમને આશ્ચર્યચકિત કરી દે તેવી તક મળશે.

કન્યા – Queen of Pentacles

આજે તમને તમારા કામનું સારું ફળ મળશે. તમને નવા પ્રોજેક્ટની ઓફર પણ મળી શકે છે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધી શકે છે. સંભાવના છે કે તમને વધારાનું ધન કમાવાની તક પણ મળે. તમારે તમારા લોકો સાથે સંપર્કમાં રહેવું પડશે. કેટલાક લોકો તમારા કામના વખાણ કરશે. કોઈ બાબતે તમારે માનસિક તાણમાંથી પસાર થવું પડી શકે છે.

તુલા – Two of Sword

આજનો દિવસ તમારા માટે સંઘર્ષપૂર્ણ રહી શકે છે. સફળતા માટે વધારે મહેનત પણ કરવી પડી શકે છે. તમારા આઈડિયા અને પ્લાન ઝડપથી લાગુ કરવા પડશે. જવાબદારીઓ પ્રત્યે ધ્યાન આપો. આજે સામાજિક મેલજોલ વધારો.

વૃશ્ચિક – Nine of Cups

આજનો દિવસ કેટલીક બાબતોમાં વિવેકથી કામ લેવાનો છે. તમારે તમારા કામમાં સમજદારી દેખાડવી પડશે. આજે મેડિટેશન જેવા કામ કરી મનને શાંત કરો. થોડો સમય પોતાના માટે પણ પસાર કરો. આ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે.

ધન – Four of Wands

આજનો સમય તમારા વિચારો લોકો સાથે શેર કરવામાં પસાર કરો. તમારા જીવનને પ્રભાવિત કરતાં હોય તેવા લોકો સાથે રહો. તેનાથી ગેરસમજો પણ દૂર થશે અને સંબંધો સુધરશે. આજે કામ કરવામાં ઊર્જાની ખામી જણાશે. ઉચિત દિશામાં પ્રયત્ન કરો. સ્વાસ્થનું ધ્યાન રાખો.

મકર – Four of Wands

આજનો દિવસ તમારા માટે લાભની તક લઈને આવ્યો છે. તમારે થોડા દિવસોમાં કડક નિર્ણયો લેવા પડશે. આ નિર્ણયો તમારા ભવિષ્યને અસર કરી શકે છે. ધીરજથી પરિસ્થિતિઓનું વિષ્લેષણ કરી અને આગળ વધવું. પોતાનો સમય પરીવારને પણ આપો.

કુંભ – Justice

આજે તમને કેટલીક બાબતોમાં સાહસ સાથે નિર્ણય લેવા પડશે. જોખમ લેવાની ક્ષમતા તમને ફાયદો કરાવશે. યાત્રાના પણ યોગ છે. પણ હાલ તેને ટાળી શકો તો સારું. શક્ય છે કે કોઈ બિઝનેસ ડીલ કે તાલીમ માટે યાત્રા નક્કી થાય . પોતાના લોકોથી કોઈ વાત છુપાવવી નહીં.

મીન – The Hanged Man

આજે તમે અકારણ પોતાની જાતને બંધાયેલી અનુભવશો. તમારી આસપાસ એવું વાતાવરણ હશે જેનાથી તમારું મન મુંજાશે. પરંતુ આજે મનને સ્થિર રાખી કામ કરવું. ભવિષ્યને સુરક્ષિત કરવાના નિર્ણયો આજે લેવામાં સાવધાની રાખવી.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ