24.05.2020 – ટૈરો રાશિફળ : રવિવારનો દિવસ કયા જાતકો માટે રહેશે શાંતિપૂર્ણ અને કોના માટે સમસ્યાથી ભરપૂર

ટૈરો રાશિફળ : રવિવારનો દિવસ કયા જાતકો માટે રહેશે શાંતિપૂર્ણ અને કોના માટે સમસ્યાથી ભરપૂર

મેષ – Strength

આજે તમારી પ્રતિભા શક્તિશાળી અને સ્પષ્ટ જણાશે. કેટલીક બાબતોમાં તમારા નિર્ણયોને પરિવાર અને પ્રિયજનોનો સહકાર મળી શકે છે. તમારે બીજાની સાથે તમારા માટે પણ સમય કાઢવો જોઈએ. પરિવારમાં કોઈ શુભ કામ થવાની સંભાવના છે. વિદેશી મહેમાન સાથે મુલાકાત થવાની સંભાવના છે. પાર્ટી કરવાનો મૂડ રહેશે.

વૃષભ – The Sun

આજે કેટલાક જૂના મિત્રો સાથે સારો સમય વિતાવવા મળી શકે છે. તમારા માટે આજનો દિવસ યાદગાર હોઈ શકે છે. તમે તમારા ભૂતકાળની યાદોમાં ખોવાઈ જશો. આજે તમે માનસિક રીતે મજબુત રહેશો. તમારા મિત્રો સાથે ટુંકી મુસાફરી પર જઈ શકો છો. તમારે કેટલીક બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. કોઈપણ સંજોગોમાં તમારી જાતને યોગ્ય રીતે ધ્યાનમાં જોશો. બિનજરૂરી ચીજો તમારી છાપને ખરાબ ન કરે તેનું ધ્યાન રાખવું.

મિથુન – Knight of Swords

આજનો દિવસ તમારા માટે ખૂબ મહત્વનો બની શકે છે. કેટલાક લોકો તેનો સમય પરિવાર અને જીવનસાથી સાથે વિતાવશે. તમને કોઈપણ માંગલિક, કૌટુંબિક અથવા ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે. કેટલાક લોકો તેમની કારકિર્દીને લગતી નવી યોજના બનાવવામાં વ્યસ્ત હોઈ શકે છે. તેનાથી તમને ભવિષ્યની કેટલીક ચિંતાઓ પર જીતવા માટે મદદ મળશે. આરોગ્યની બાબતોને અવગણશો નહીં.

કર્ક – Two of Cups

આજનો દિવસ તમારા માટે સમસ્યા સમાન બની શકે છે. કેટલાક લોકો તમારા કામમાં કેટલાક અવરોધો ઊભા કરી શકે છે. તમારે આજે સકારાત્મક રીતે પડકારોનો સામનો કરવો પડશે. તમે જેટલું મન શાંત રાખીને કામ કરશો તેટલા સફળતાની નજીક જશો. આજે કોઈની વાત પર વાંધો ઉઠાવવો નહીં. લોકોની લાગણીને પણ સમજવાનો પ્રયત્ન કરો. તમે તમારા લક્ષ્યની ખૂબ નજીક છો ધીરજ રાખો.

સિંહ – Five of Wands

આજે તમારા માટે નવી ઊર્જા મેળવવાનો દિવસ છે. કેટલાક લોકો તમને પ્રેરણા આપી શકે છે જેથી તમે તમારા કામને નવી રીતે શરુ કરવાનું વિચારી શકો. હાથમાં આવેલી સુવર્ણ તકને જતી ન કરવી અને તેનો લાભ લેવો. દિવસ કાળજી સાથે પસાર કરવો.

કન્યા – The Devil

આજનો દિવસ તમારે અજાણ્યા લોકો પર આધાર રાખવાનું ટાળવું જોઈએ. કેટલાક લોકો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. કોઈના શબ્દો પર વિશ્વાસ કરતા પહેલા તેના વિશે જાણી લેવું. તમારું કાર્ય પ્રામાણિકપણે કરતા રહો તમારે કોઈપણ વસ્તુથી વિચલિત થવાની જરૂર નથી. સમયની સાથે પરિસ્થિતિ તમને અનુકૂળ થઈ જશે.

તુલા – The Fool

આજનો દિવસ તમારા માટે ચિંતા અને મૂંઝવણથી ભરપુર હોઈ શકે છે. લોકો તમને કામ કરવામાં અડચણરૂપ બનશે. કેટલાક કિસ્સાઓમાં તમને કોઈની સલાહ લેવામાં પણ મુશ્કેલી થઈ શકે છે. જો આજે કોઈ જરૂરી કામ હોય તો તેને ટાળવાનો પ્રયાસ કરો અને તેના પર પહેલા કાળજીપૂર્વક વિચારો. આજના દિવસની બધી સમસ્યાઓનું સમાધાન જલદી આવશે.

વૃશ્ચિક – The Hierophant

આજનો દિવસ તમારા માટે કેટલીક નવી સફળતાના સંકેત આપે છે. દિવસમાં તમને વ્યવસાય સંબંધિત કેટલીક સારી ઓફર્સ મળી શકે છે. તમારે લોકોમાં પોતાનું મહત્વ ઓછું થવા ન દેવું જોઈએ. તમારા મનનો અવાજ સાંભળવાની ખાતરી કરો. જો મન ન માને તો તેના પર વિશ્વાસ કરવાની જરૂર નથી. આજે તમારે કોઈપણ પ્રકારના દબાણ અને તાણથી દૂર રહેવું જરુરી છે નહીં તો તમારા કામ પર અસર થશે

ધન – The Chariot

તમારી મહેનતથી સફળતાના રથ પર સવાર થવાનો આજનો દિવસ છે. તમને આજે ભાગ્ય સાથ મળશે અને સારી તક પણ મળશે. અચાનક પરિસ્થિતિઓ તમારી તરફેણમાં આવી શકે છે. આજે તમને દરેકનો સહયોગ મળી શકે છે. તમને માન અને આતિથ્ય પણ મળશે.

મકર -The Hierophant

આજે તમારા માટે દિવસ મિશ્રફળદાયી સાબિત થશે. કેટલાક લોકોની સલાહ તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે અને કેટલાકની સલાહ હાનિકારક સાબિત થઈ શકે છે. તમારે કોની સલાહ પર આગળ વધવું જોઈએ તે નક્કી કરવું તમારા માટે થોડું મુશ્કેલ હશે. આજે તમારે તમારી રીતે જ સફળતાનો માર્ગ શોધવો પડશે.

કુંભ – Seven of Cups

આજનો દિવસ તમારા માટે દોડધામથી ભરપૂર બની શકે છે. તમારે કોઈ બાબતમાં તમારા ઉપરી અધિકારીઓની સલાહ અને માર્ગદર્શન લેવાની જરૂર પડી શકે છે. ભવિષ્ય માટે મનમાં જે ચિંતાઓ છે તેનું સમાધાન મળશે. તમે થોડા સમયથી કરવા માંગતા હતા તે કાર્ય કરવામાં સફળ થશો. તમારી મહેનત ઓછી ન થવા દો. અંગત જીવનમાં થોડી પરેશાની થઈ શકે છે.

મીન – Nine of Wands

આજનો દિવસ તમારા માટે થોડો નિરાશાજનક બની શકે છે. નસીબનો સાથ મળવામાં વિલંબ થશે. જો તમે કોઈ કામ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો પરિણામ વિશે તમારા મનમાં શંકા રહેશે તેથી આજે મહત્વના કામ હાથમાં લેવા નહીં. આજે તમારે જવાબદારીઓથી ભાગવાને બદલે તેને પૂર્ણ કરવાનો આગ્રહ રાખવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ