21.05.2020 – ટૈરો રાશિફળ : ભાગ્યનો મળશે સાથ અને ઉન્નતિના અવસર મળવાનો દિવસ સાબિત થશે ગુરુવાર

ટૈરો રાશિફળ : ભાગ્યનો મળશે સાથ અને ઉન્નતિના અવસર મળવાનો દિવસ સાબિત થશે ગુરુવાર

મેષ – Ace of Swords

આજે કામમાં મન લાગશે નહીં, પોતાના રુટીનથી બોર થઈ જશો. રજા લેવાનું પ્લાન કરશો, બહાર ફરવા જવાનું નક્કી કરી શકો છો. જૂના રોકાણથી ધનલાભ થશે. એટલું જ કામ કરો જેટલું જરૂરી છે. વધારે કામ અંગત જીવન પર પણ અસર કરશે.

વૃષભ – Four Of Coins

આજે કેટલીક બાબતોમાં ભાગ્યનો સાથ મળી શકે છે. ખાસ કરીને સંબંધો અને મિત્રોની બાબતમાં સમય સકારાત્મક જણાશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. કેટલીક બાબતોને લઈ મનમાં પરેશાની થઈ શકે છે. ધીરજ રાખો અને મૂડ સ્વિંગ પર નિયંત્રણ રાખો. આજે કોઈ વાત સમજી વિચારીને જ બોલવી.

મિથુન – Justice

આજનો દિવસ સફળ સાબિત થશે. ઉન્નતિના નવા અવસર પ્રાપ્ત થશે. તેને સ્વીકારવાથી ખચકાશો નહીં. પોતાની યોગ્યતા પર શંકા ન કરો. તમારામાં એ બધા જ ગુણ છે જે સફળ થવા માટે જરૂરી છે. પોતાના પર વિશ્વાસ કરવો. મોટાની સલાહને ધ્યાનમાં લેવી પણ નિર્ણય પોતાની જાતે કરવો. નકારાત્મક ઊર્જાથી બચો.

કર્ક – Two of Swords

આજનો દિવસ તમારા માટે વિશેષ સફળતા અને વિશ્વાસ સાથે શરુ થયો છે. તમારી પ્રતિષ્ઠા વધશે. કોઈ બાબતમાં મિત્રોની સલાહ લેવી હિતાવહ રહેશે. સામાજિક મેલજોલ વધારવું. વ્યવસાયમાં નવા અવસર મળશે. આત્મવિશ્વાસની કમી ન થવા દેવી. આજે ધન લાભના અવસર મળશે.

સિંહ – The Moon

આજે તમારું મન ઉચાટ અનુભવશે. જવાબદારીઓથી બચવાનો પ્રયત્ન કરો. પરંતુ એવું ન બને કે કારર્કિદી માટે નુકસાનકારક સ્થિતિ ઊભી થાય. જો કોઈ નિર્ણયની રાહ જોઈ રહ્યા છો તો તેમાં વિલંબ થશે. દરેક કાર્ય પોતાની ગતિથી થશે. સંયમ અને ધૈર્ય રાખો.

કન્યા – Six of Pentacles

આજે મનમાં અસંતોષની ભાવના રહેશે. મિત્રો સાથે મુલાકાત થશે. મનમાં ખાલીપો જણાય. થોડો સમય ધ્યાન કરવાથી માનસિક શાંતિ જણાશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. સકારાત્મક વિચારો કરવા.

તુલા – The Devil

આજે તમે કોઈ કામમાં ગુંચવાયેલા રહેશો. સમાધાન મળવામાં સમસ્યા આવશે. પરિસ્થિતિ થોડી વિપરીત રહેશે અને તમારે આ વાતને સ્વીકારી આગળ વધવું જોઈએ કે યોગ્ય સમય આવશે. કોઈ પરિસ્થિતિ કાયમ નથી રહેતી. સુવર્ણ ભવિષ્ય માટે પગલાં ભરો.

વૃશ્ચિક – The Hanged Man

આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી નિવડશે. કેટલીક બાબતોમાં સકારાત્મક તો કેટલીક બાબતમાં નકારાત્મક પરીણામ મળશે. ખરાબ થયેલા સંબંધો સુધરી શકે છે. બસ પ્રયત્ન કરો. કોઈ પણ પક્ષે જતું કરવાની નીતિ રાખવી. નવા સંબંધોની શરુઆત થશે. કામ પર ફોકસ રાખો.

ધન- Six of Wands

આજે થોડો સમય કાઢી અને પોતાના જીવન અને લક્ષ્ય વિશે વિચારો. તમારા કૌશલની મદદથી જીવનમાં આગળ આવવાના રસ્તા શોધો. જીવનમાં સકારાત્મક બદલાવ કરો. પોતાની જવાબદારી નીભાવો. તેનાથી ભાગશો ત્યાં સુધી અસંતોષની લાગણી રહેશે.

મકર – Ten of Cups

આજનો દિવસ તમારા માટે સમાજ સંપર્ક વધારવાનો છે. નવા સંબંધોથી તમને લાભના સંકેત મળી રહ્યા છે. આજે તમારી ઊર્જા સક્રીય રહેશે. કામ ઝડપથી થવા લાગશે. કાર્યક્ષેત્રમાં બદલાવ કરવો છે તો સારી એવી તક મળશે. આ અવસરનો લાભ ઊઠાવો. રિસ્ક લેવાથી દૂર ન ભાગો.

કુંભ – King of Swords

આજનો દિવસ યોગ્ય છે પણ તમે અકારણ તાણ અનુભવશો. કોઈ કામમાં મન લાગશે નહીં. પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરો. સમજ પડે તે જ કામ હાથમાં લેવું. પોતાનું ફોકસ જરૂરી કામ અને પોતાના લક્ષ્ય પર રાખો.

મીન- The Emperor

આજનો દિવસ તમારા માટે સારો છે. બિઝનેસ કે નોકરી બંનેમાં કોઈ નવી શરુઆત કરવા માટે આજનો દિવસ શુભ છે. પરિસ્થિતિ અનુકૂળ બની રહેશે. પરંતુ બેદરકારી કરશો તો નુકસાન થશે. આજે દાન કરો પરંતુ એવા વ્યક્તિને જેને જરૂર હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ