19.05.2020 – મંગળવારનો દિવસ મિથુન અને મીન રાશિ માટે છે શુભ, જાણો અન્ય રાશિ માટે શું કહે છે ટૈરો કાર્ડસ

મંગળવારનો દિવસ મિથુન અને મીન રાશિ માટે છે શુભ, જાણો અન્ય રાશિ માટે શું કહે છે ટૈરો કાર્ડસ

મેષ – Three of Wonds

આજે તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને પ્રામાણિકતાથી તમારું કાર્ય કરો. તમારે કોઈની પણ વાતોથી વિચલિત થવાની જરૂર નથી. જો કોઈ બાબતે મનમાં શંકા છે તો પોતાના મનની વાત સાંભળો અને આવશ્યક જણાય તે કરો. તમારા વિચારોને નિયંત્રિત કરો. સમયની સાથે પરિસ્થિતિ બદલાશે. અવરોધો દૂર થશે.

વૃષભ – Temperance

આજનો દિવસ સારી રીતે પસાર થશે. કાર્યમાં સફળતા મળશે અને લાંબા સમયથી ચાલતા પ્રોજેક્ટ પૂર્ણ થશે. આજે તમે વરિષ્ઠ અધિકારીઓ પાસેથી ઘણું નવું શીખશો. પરંતુ પોતાના અંગત જીવનને તમારા કાર્યોથી કે સમસ્યાઓથી બચવાનો માર્ગ બનાવશો નહીં. જે પણ મુશ્કેલી આવી છે તે ટૂંક સમયમાં દૂર થશે.

મિથુન – Six of Swords

આજે કોઈ પણ બાબતે ચિંતા ન કરવી. જો કોઈ સમસ્યા આવી છે તો તે ટુંક સમયમાં દૂર પણ થઈ શકે છે. મૂંઝવણ જણાય ત્યાં નિષ્ણાંતની સલાહ લેવી. તમે કોઈ નવી તકથી વાકેફ થશો. આજે તમે કોઈ બાબતે સમસ્યાઓથી ઘેરાયેલા રહેશો. જો મહત્વનો નિર્ણય લેવામાં કોઈ સમસ્યા હોય તો કોઈની સલાહ લેવી. તમારા અંતરઆત્માને સાંભળો. આજે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખો.

કર્ક – Ace of Coins

આજે તમારું કાર્ય સમયસર પૂર્ણ થશે. જો તમે કોઈ સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યા છો તો પછી સંપૂર્ણ તપાસ કર્યા પછી જ કોઈ નિર્ણય લો. તમને કોઈ સજ્જનને મળવાની તક મળશે, જે તમારા વિચારોમાં સકારાત્મક પરિવર્તન લાવશે. મનમાં કેટલીક ચિંતાઓ હશે જેના કારણે તમારા કાર્યમાં ધ્યાનનો અભાવ રહેશે. કોઈની વાત તમારા મન પર ન લેવી, પોતાના પર વિશ્વાસ રાખો.

સિંહ – Death

આજનો દિવસ તમારા માટે પ્રતિકૂળતાનો દિવસ બની શકે છે. તમારે આજે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ઘણો સંઘર્ષ કરવો પડી શકે છે. આજે કોઈપણ યોજના અસફળ સાબિત થઈ શકે છે, જે તમને નિરાશા તરફ દોરી જશે. તમારે પોતાની લાગણીઓને કાબૂમાં રાખવી પડશે. સકારાત્મક વર્તન અને વિચારસરણી મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થઈ શકે છે. સંબંધોમાં તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અભિમાનને સંબંધોથી દૂર રાખો તો સારું.

કન્યા- The Sun

આજે તમારા માટે તમારા કાર્ય અને જવાબદારીઓ પ્રત્યે સમર્પિત રહેવાનો દિવસ છે. તમારી એકાગ્રતા સાથે તમે ઘણા અટકેલા કામો પૂર્ણ કરી શકશો. જો કોઈ સમસ્યા છે તો તેનું ટુંક સમયમાં નિરાકરણ આવશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે પરીક્ષામાં સારા પરિણામ આવશે. તમારી મહેનત ઓછી ન થવા દો તમારી ઇચ્છાઓ જે પણ છે તે ટુંક સમયમાં પૂર્ણ થશે.

તુલા – Justice

આજનો દિવસ તમારા માટે ફળદાયી બની શકે છે. વ્યવસાયિક બાબતોમાં દિવસ તમારા માટે બહુ ખરાબ નથી. દિવસના અંત સુધીમાં તમે લાભની સ્થિતિમાં હોઈ શકો છો અટકેલું ધન પાછું મેળવી શકો છો. તમને અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ નડી શકે છે. તમારા સંબંધોમાં રોમાન્સ વધશે. જેના કારણે તમારા મનમાં ખુશી રહેશે. કોઈ જુના સંબંધ આજે સમાપ્ત થઈ શકે છે.

વૃશ્ચિક- The Fool

આજનો નિર્ણય નિર્ણય લેવામાં અસમંજસ અને ભૂલોથી ભરેલો હોઈ શકે. તમારા પર કામનું ભારણ આવી શકે છે. દિવસ તમારા માટે ખૂબ તણાવપૂર્ણ બની શકે છે. તમારે જાતે નિર્ણય લેવાની જગ્યાએ કોઈ નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ. પ્રતિકૂળ સંજોગોમાં પણ તમે તમારા માટે કંઈક સારું શોધી શકો છો.

ધન – The Chariot

આજે તમે સફળતા સાથે આગળ વધશો, તમને કામમાં મોટી સફળતા મળી શકે છે. તમને જોઈતા પરિણામો તમને ઉત્સાહિત કરશે. આ સમયે તમારું સંપૂર્ણ ધ્યાન તમારી આસપાસના સંજોગોમાં પરોવાયેલું હોય શકે છે. કોઈ નજીકના મિત્ર અથવા સંબંધી પર એટલો વિશ્વાસ ન કરો કે તમારે પછીથી નિરાશ થવું પડે.

મકર – Wheel of Fortune

આજે તમને તમારા ભાગ્યનો સાથ મળવાનો દિવસ છે. કેટલાક સંજોગો કોઈપણ પ્રયત્નો કર્યા વિના તમારા પક્ષમાં હોઈ શકે છે. તમે જે કરવાનો અથવા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે આજે તમારા માટે શક્ય બનશે. પ્રતિકૂળતામાં પણ તમને તમારા માટે કંઈક સકારાત્મક મળશે. આજે તમને આધ્યાત્મિક પ્રગતિ કરવાની સારી તક પણ મળશે.

કુંભ – Nine of Coins

આજે તમારા માટે ઘણા સાધનોની પ્રાપ્ય રહેશે. કેટલીક સમસ્યાઓ જે લાંબા સમયથી તમારા માટે સમસ્યાઓનું કારણ બની રહી છે તેમાંથી કેટલીક સમસ્યાઓ આજે હલ થઈ શકે છે. આજે તમારે તમારા વિચારોને કાર્યોમાં બદલવા પડશે. આજે તમારે વિશેષ કાળજી લેવી પડશે કે તમારા શબ્દોથી અથવા તમારી બોલવાની રીતથી કોઈ નુકસાન ન થાય.

મીન – Queen of Pentacles

તમારું પોતાનું કહેવાય તેવું કોઈ કામ શરૂ કરવાનો આજનો દિવસ હોઈ શકે છે. જો તમને કોઈ વિશેષ કલામાં રુચિ છો તો તેને તમે કારર્કિદી તરીકે આગળ લઈ જઈ શકો છો. આ દિશામાં વિચારવા અને પ્લાન કરવાનો આજે યોગ્ય દિવસ છે. ટુંકમાં દિવસ તમારા માટે ફાયદાકારક છે. તમારા પ્રયત્નો ચાલુ રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ