18.05.2020 – સપ્તાહની શરુઆત એટલે કે સોમવારનો દિવસ તમારા માટે શું લાવ્યો છે જાણવા વાંચો ટૈરો રાશિફળ

સપ્તાહની શરુઆત એટલે કે સોમવારનો દિવસ તમારા માટે શું લાવ્યો છે જાણવા વાંચો ટૈરો રાશિફળ

મેષ – The World

આજે તમને સહયોગીઓ અને મિત્રો પાસેથી સમર્થન અને સહયોગ મળી શકે છે. તમે તમારી ટીમ અને સહયોગીઓ સાથે બહાર જવાની યોજના બનાવી શકો છો અથવા તો પોતાની કોઈ ઉપલબ્ધિને સેલિબ્રેટ કરી શકો છો. આજે જીવનસાથી કે પ્રેમી પાસેથી સરપ્રાઈઝ મળી શકે છે જે તમને ખુશ અને ભાવુક કરી દેશે.

વૃષભ – Six of Pentacles

આજનો દિવસ તમારા માટે સંતુલિત જીવન જીવવાનો સંકેત કરે છે. તમારી વ્યાવસાયિક જીંદગી અને અંગત જીવન વચ્ચે સંતુલન રાખો તે જરૂરી છે. બંને એકબીજા માટે સહયોગાત્મક છે. તમને નુકસાન થઈ શકે છે. પોતાની યોજના ગુપ્ત જ રાખો. તમારો શોખ કારર્કિદીમાં મદદ આવી શકે છે. ધન લાભના યોગ સર્જાય છે.

મિથુન – Seven of Wands

આજનો સમય તમારે તમારા પર ઈંવેસ્ટ કરવાનો છે. તમારે કેટલીક વાતો સુધારો કરો તે જરૂરી છે. તમારા વ્યવહારમાં પરિવર્તન લાવો. તેનાથી તમને થોડા સમય બાદ પણ લાભ તો થશે જ. પરિવર્તનને સકારાત્મક દ્રષ્ટિકોણથી જુઓ. તમારે તમારી યોગ્યતા પર વિશ્વાસ કરવાની જરૂર છે અને પોતાની જાતને પ્રેરિત કરવાની જરૂર છે. જો કે પોતાનામાં એટલા ઓતપ્રોત ન થઈ જાઓ કે બીજાના અધિકારોને પણ ધ્યાનમાં ન લો. બધાનું મહત્વ સમજો.

કર્ક – The Empress

આજનો દિવસ તમારા માટે શાનદાર તક લઈને આવ્યો છે. તમને કારર્કિદીમાં ગ્રોથ મળવાના સંકેત છે. આજે કેટલાક લોકો સાથે મીટિંગ કરવી પડી શકે છે. તેના પરિણામ તમારા માટે ખૂબ સારા સાબિત થશે. તમને પ્રોફેશનલ લાઈફમાં સફળતા મળશે. સાથે જ અંગત જીવનમાં પણ સારો સમય પસાર થશે. દિવસ તમને અનુકૂળ છે.

સિંહ- The Star

આજે તમારી સામે વિચિત્ર પરિસ્થિતિઓ આવી શકે છે. ક્યારેક તે તમને અનુકૂળ જણાશે તો ક્યારે વિરોધી જણાશે. સાવધાની રાખી કામ કરવું. તમારે કેટલાક કડક નિર્ણય લેવા પડી શકે છે. ભૌતિક સુખ સુવિધાઓ વધશે. ભાગ્ય તમને સાથ આપશે. વડિલો અને ઉપરી અધિકારીઓ સાથ અને સમર્થન આપશે. અંગત જીવનમાં સ્વજન પર વિશ્વાસ કરો. લાભ થશે.

કન્યા – The Hierophant

આજનો દિવસ તમને પ્રતિકૂળ પરિસ્થિતીઓથી લડવાનું શીખવશે. બીજાની મદદ કરો પરંતુ પરિસ્થિતિ એવી ન થઈ જાય કે તમને નુકસાન થવા લાગે. પોતાની જરૂરીયાતો પર ધ્યાન આપવાનું ભુલી ન જવું. બીજા માટે પોતાના હિતોને જતા ન કરવા. મનની વાત પણ સાંભળો. કોઈ વાત યોગ્ય ન જણાય તો તેને ન કરો.

તુલા – Nine of Pentacles

આજે તમારે પરિસ્થિતિને મન શાંત રાખી સુધારવી પડશે. કોઈ વિવાદમાં ન પડો. અન્યથા તમારે લોકોની નારાજગીનો સામનો કરવો પડશે. આજે તમારી સમક્ષ કોઈ સારી ઓફર આવી શકે છે. તમારે તે પ્રસ્તાવ પર વિચાર કરવો જોઈએ. મિત્રોની સલાહ લેવી જો કોઈ નિર્ણય લેવામાં સમસ્યા જણાય તો.

વૃશ્ચિક – The Chariot

આજનો દિવસ તમારા માટે સફળ અને શુભ રહેશે. તમને એ તમામ સફળતા મળશે જે તમે છેલ્લા કેટલાક સમયથઈ ઈચ્છતા હતા. કેટલીક બાબતોમાં તમે પરિસ્થિતીઓ સાથે સમજૂતી કરશો પરંતુ સકારાત્મક વિચારોથી પરીણામ શુભ આવશે. મિત્રો અને સંબંધીઓની મદદ કરવાથી જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવશે. સમય અનૂકુળ છે લાભ ઉઠાવો.

ધન – Judgement

આજે તમને તમારી પ્રતિભા અને કુશળતા સાથે ન્યાય કરવો પડશે. આજે તમે કોઈપણ મામલે ભેદભાવ કરશો તો નુકસાન થશે. બધા પ્રત્યે સમાનતાનો ભાવ રાખો. તેનાથી લાભકારી સ્થિતિનું નિર્માણ થશે. આ તમારા ભવિષ્ય માટે સૌથી મહત્વપૂર્ણ હશે. આ સમયે તમારે તમારી છાપ સુધાવા માટે કામ કરવું જોઈએ.

મકર – Five of Swords

આજનો દિવસ તમારા માટે સતર્ક રહેવાનો અને આગળ વધવાનો છે. તમારે તમારી અપેક્ષાઓને છોડવાની નથી. જે તમે ઈચ્છો છો તે ટુંક સમયમાં મળશે. તમારા માટે શુભ યોગ સર્જાઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારોને મનમાં ન લાવો. બપોર બાદનો સમય તમારા માટે વધારે અનુકૂળ હશે. અટકેલું ધન પરત મળશે.

કુંભ – Ace of Cups

આજે તમારે તમારું ધ્યાન પોતાના લક્ષ્ય પર રાખવું જરૂરી છે. થોડી પણ ભુલ ભારે પડી શકે છે. તમારે આજે અન્ય વસ્તુઓને પ્રાથમિકતા આપવી નહીં. પોતાના કામ પર જ ધ્યાન આપો. સાંજ સુધીમાં સમય તમારા પક્ષમાં થશે. કેટલીક બાબતોમાં બોસ તમારા વખાણ કરી શકે છે. પોતાના વિચારો શેર કરવા.

મીન – The Magician

આજનો દિવસ તમારા માટે રોકાણ કરવાની સારી તક સાથે આવ્યો છે. તમારે તમારા કામ શાંતિ અને ધૈર્ય સાથે કરવા પડશે. આજે રોકાણ માટે સારી તક આવશે. ધન લાભના સંકેત પણ કાર્ડસ આપી રહ્યા છે. તમારે ઉતાવળ કરવી નહીં તેનાથી નુકસાન થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ