16.04.2020 – ટૈરો રાશિફળ : ગુરુવારના દિવસે કઈ રાશિના જાતકો પર છે ઈશ્વરની કૃપા જાણવા વાંચો રાશિફળ

ટૈરો રાશિફળ : ગુરુવારના દિવસે કઈ રાશિના જાતકો પર છે ઈશ્વરની કૃપા જાણવા વાંચો રાશિફળ

મેષ – Five of Coins

કરિયરની દ્રષ્ટિએ આજે તમને ખૂબ સારી તક મળી શકે છે. પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. આગામી સમયને ઓળખી અને નિર્ણય લેવો. આમ કરવાથી તમે બદલાતા સંજોગોમાં પણ તમારું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. આજે તમે તમારી પરિસ્થિતિમાં થોડી અકળામણ અનુભવી શકો છો થોડી કાળજી રાખવી.

વૃષભ – Justice

તમે આજે ભવિષ્ય માટે દૂરના સ્થળોની યાત્રાની યોજના બનાવી શકો છો અથવા તમે ભવિષ્ય માટે વિદેશ પ્રવાસની યોજના બનાવી શકો છો. આજે તમારા પરીજનોથી કંઈપણ છુપાવશો નહીં. આ તમારા સંબંધોને આગળ જતા નુકસાન કરી શકે છે. ચિંતાઓને મનમાંથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવે છે.

મિથુન- Judgement

આજનો દિવસ તમને ધન લાભની તક આપશે. તમારે સંપૂર્ણ શક્તિ સાથે પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવું પડશે. તમને આજે નફો કમાવવાની ઘણી તક મળશે. આજે તમારા માટે પણ થોડો સમય કાઢો અને શક્ય હોય તો પરિવાર અથવા પ્રિયજનો સાથે થોડો સમય પસાર કરો. તેનાથી જીવનમાં ઉત્સાહ આવશે.

કર્ક – Page of Swords

આજે કોઈપણ બહાના વિના કામ પૂર્ણ કરી લેવું તેનાથી તમને ઘણો ફાયદો થશે. તમને આજે કેટલીક ભાગીદારીની ઓફર પણ મળી શકે છે. પરંતુ તેને ટાળો. જો મનમાં કોઈ શંકા છે તો પછી વ્યવસાયને આગળ વધારવા માટે ફક્ત તમારી ક્ષમતાઓ પર આધાર રાખો. આજે તમને અંગત સંબંધોમાં થોડી નિરાશાનો સામનો કરવો પડી શકે છે.

સિંહ – Nine of Wands

આજે તમારું મન ખૂબ ઉત્સાહથી ભરેલું રહેશે. સારા સમાચાર તમને ખુશ કરી શકે છે. શક્ય છે કે નવા કામની ઓફર પણ મળે. તમારા જીવનસાથી સાથે થોડો મતભેદ થઈ શકે છે. લોકોને તમારી સાથે કામ કરવામાં આનંદ આવશે. કોઈની સાથે મનની વાત શેર કરી શકો છો.

કન્યા- The Star

આજે તમને અન્ય કરતા વધારે મહત્વ મળશે. ખાસ કરીને ઓફિસ અથવા કાર્યસ્થળ પર આ ફેરફાર થવાની સંભાવના છે. શક્ય છે કે તમને આજે કોઈ નવા પ્રોજેક્ટમાં લીડ કરવાની પણ તક મળે. જો તમે તેને ખુલ્લા મનથી સ્વીકારો છો તો તેનાથી કલ્પના પણ કરી નહીં હોય તેવી સફળતા મળશે. તમારા પ્રિયજનો માટે થોડો સમય કાઢવો.

તુલા – Queen of Pentacles

તમને આજે કેટલાક કામમાં સારા પરિણામ મળી શકે છે. શક્ય છે કે તમારી ક્ષમતા અને કુશળતાના કારણે તમને વધારાના નાણા કમાવવાની પણ તક મળે. તમારે લોકો સાથે સતત સંપર્કમાં રહેવું પડશે. કેટલાક લોકો તમારા કામની પ્રશંસા કરી શકે છે. સ્વાસ્થ્યની ખાસ તકેદારી રાખજો.

વૃશ્ચિક – Four of Cups

આજે તમને અતિરિક્ત જવાબદારીઓ મળી શકે છે. તમે તમારા કાર્ય માટે બધા તરફથી પ્રશંસા મેળવી શકો છો. નવી જવાબદારીને કારણે તમારે વધુ ગંભીરતાથી કામ કરવું પડશે. તમે તમારી શ્રેષ્ઠ ક્ષમતા માટે પ્રશંસા મેળવશો તેવી અપેક્ષા છે. તમને લાભકારી તક પણ મળી શકે છે. તેના માટે તૈયાર રહો.

ધન – The Chariot

આજે તમારી કોઈપણ ઇચ્છા પૂર્ણ થાશે તેવી સંભાવના છે. તમને એવી તક મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છો. તમારે આ માટે તૈયાર રહેવું પડશે. સંપત્તિમાં લાભ અને પ્રતિષ્ઠા વધવાના યોગ છે. તમારે લોકો સાથે મળી સમસ્યાઓને ગંભીરતાથી ઉકેલવી પડશે. માનસિક તાણ ઘટાડો.

મકર – Wheel of Fortune

આજનો દિવસ કહે છે કે તમે જૂની વિચારસરણીમાંથી બહાર નીકળો અને તમારી પોતાની છાપને બદલવાનો પ્રયાસ કરો. તમારા બોસ અથવા વરિષ્ઠ અધિકારીઓને પ્રભાવિત કરવા માટે તમારે કેટલીક સારી યોજના સાથે કામ કરવું પડશે. તમારે આ માટે વધુ મહેનત કરવી પડશે.

કુંભ- Ace of Wands

આજે તમારી કુશળતા અને કાર્યક્ષમતાઓને દર્શાવવી પડશે. તો જ તમારા કામની ચોતરફથી પ્રશંસા થશે. તમારા અંગત જીવનમાં પ્રગતિ થશે અને આર્થિક બાબતે પણ લાભ થશે. પ્રિયજનોની વાતને ધ્યાનમાં લેવી. પરીવાર સાથે સમય પસાર કરો.

મીન – The Tower

આજે તમારે તમારા કામ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. કેટલાક મુદ્દાઓ હોઈ શકે છે જે ફક્ત તમે જ હલ કરી શકશો. તમારા ઈગો અને મતભેદોથી દૂર રહીને તમારા કાર્યને પ્રાધાન્ય આપવાની જરૂર છે. આજે ઘણા લોકો નિર્ણય લેવાની બાબતમાં તમારા પર નિર્ભર થઈ શકે છે. ખુલ્લા મને લોકો સાથે વાતચીત કરવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ