07-04-2020 – મંગળવારનો દિવસ બાર રાશિઓ માટે લાવ્યો છે શું સૌગાત જાણો ટેરો રાશિફળ પરથી

મંગળવારનો દિવસ બાર રાશિઓ માટે લાવ્યો છે શું સૌગાત જાણો ટેરો રાશિફળ પરથી

મેષ

મેષ રાશિ માટે ટેન ઓફ વોન્ડસનું કાર્ડ જણાવે છે કે એવા કામ કરો જેમાં સંતોષ અને ખુશી પ્રાપ્ત થાય. થોડ સમય કાઢો અને પોતાનું લક્ષ્ય નક્કી કરો અને તેના પર આગળ વધો. બીજાના માર્ગદર્શનની જરૂર પડે તો તે લેવામાં અચકાવું નહીં. પોતાના દાયિત્વને નીભાવો. જીવનમાં સંતોષ પ્રાપ્ત થશે.

વૃષભ

એઈટ ઓફ કપ્સનું કાર્ડ કાર્યક્ષેત્રમાં દિવસ સારો જશે. ભવિષ્ય માટે મોટી યોજના બનાવી શકો છે. અંગત જીવનમાં ઊથલપાથલ થઈ શકે છે. કાર્ય સંબંધિત સારા સમાચાર મળશે. મહેનત પૂરી કરશો તો ફળ પણ સારું મળશે જ.

મિથુન

ધ હિરોપન્ટ કાર્ડ આજના દિવસનું મિશ્ર પરીણામ દર્શાવે છે. નિરાશા થાય તેવી ઘટના બની શકે છે. આધ્યાત્મિક પ્રગતિ થઈ શકે છે. ધ્યાનમાં મન પરોવશો તો જે પ્રશ્નોના જવાબ શોધી રહ્યા છો તે મળી જશે. કોઈની કહેલી વાત પર વિશ્વાસ કરી ન લેવો.

કર્ક

આજના દિવસની સ્થિતિ તમને અનુકૂળ નહીં હોય તેમ ધ ચેરોટ કાર્ડ જણાવે છે. બદલતી પરિસ્થિતિ સાથે પોતાના વિચારોને પણ બદલો. તમારી આસપાસ કંઈ શંકાસ્પદ જણાય તો તેને હળવાશથી ન લેવું. પ્રતિક્રિયા આપવી. વાતાવરણ પ્રત્યે સજાગ રહેવું. પરિવારથી કોઈ વાત છુપાવવી નહીં.

સિંહ

આજનો દિવસ ઊર્જાથી ભરપૂર રહેશે. નવા લોકો સાથે મુલાકાત થશે જે તમને લાભ કરાવશે. અંગત જીવનમાં સમસ્યા હશે તો તે પણ દૂર થશે. જરૂરી કામ પર ધ્યાન આપવાનું ભુલવું નહીં. મનનો અવાજ સાંભળો અને મહત્વના કામ પહેલા પૂરા કરો.

કન્યા

ધ ફુલ કાર્ડ બેચેની ભર્યો દિવસ રહેશે તેવો સંકેત કરે છે. કોઈ કારણ તાણ રહેશે. તેથી આજે કોઈ મહત્વનો નિર્ણય લેવો નહીં. તાણ જણાય તો કોઈની મદદ પણ લેવી. હસમુખ સ્વભાવ રાખશો તો સમસ્યા ઝડપથી દૂર થશે. તકલીફ હોય તો મદદ લેવામાં સંકોચ રાખવો નહીં.

તુલા

ધ ડેવિલ કાર્ય યોગ્યતા અનુસાર નિર્ણય લેવા જણાવે છે. કોઈની વાતમાં આવી જવું નહીં. વગર વિચારે કોઈ નિર્ણય કરવો નહીં. પોતાનું કામ ઈમાનદારીથી કરવું. સમય દરેક સમસ્યાનો ઉકેલ લાવે જ છે. તેથી મન વિચલિત ન થાય તે ધ્યાન રાખવું.

વૃશ્ચિક

સીક્સ ઓફ વોન્ડસનું કાર્ડ પોતાનું કામ સમયસર કરવાનું જણાવે છે. કામને કોઈ પણ બહાનાથી ટાળવું નહીં. આજના કામ કાલ પર ટાળશો તો ભારે પડશે. હાથમાં આવેલી તક ગુમાવવાનો વારો આવી શકે છે. કોઈપણ કાગળ પર સહી વાંચ્યા અને વિચાર્યા વિના કરવી નહીં.

ધન

આજે સમસ્યા થઈ શકે છે તેમ ટુ ઓફ કપ્સ કાર્ડ કહે છે. ભવિષ્ય માટે આજે યોજના ન બનાવો કારણ કે તેમાં ફેરફાર કરવા પડશે. જૂની ભુલના કારણે પરેશાની થઈ શકે છે. કોઈની વાતને મનમાં રાખવી નહીં. સંબંધો પર અસર પડશે અને સ્વાસ્થ્ય પણ ખરાબ થશે.

મકર

ફાઈવ ઓફ સ્વોર્ડનું કાર્ડ વિદેશ યાત્રા તરફ ઈશારો કરે છે. આજે આર્થિક પક્ષ મજબૂત રહેશે. ખાવાપીવામાં ધ્યાન રાખવું. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

કુંભ

ધ સન કાર્ડ તમારો મંગળવાર નવી ઘટનાઓ તરફ સૂચના કરે છે. નજીકના મિત્રને મળવાનું થાય અને તમે કોઈ યોજના પણ બનાવી શકો છો. કોઈપણ ઠોસ નિર્ણય કરતાં પહેલા વિચાર કરી લેવો. ઉતાવળીયો નિર્ણય સમસ્યા સર્જી શકે છે.

મીન

પારીવારીક સમસ્યાનું સમાધાન થશે તેમ સ્ટ્રેન્થનું કાર્ડ કહે છે. દિવસ ઘરકામમાં પસાર થશે, પરીવાર સાથે ખાસ યોજના બનાવી શકો છો. પાર્ટીનો મૂડ બની શકે છે. વાતાવરણ ખુશનુમા રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ