ટેરો રાશિફળમાં વાંચી લો તમારી રાશિ, અને જાણી લો આજે તમને ધનલાભ થશે કે નહિં

ટેરો રાશિફળ… સોમવાર શું લઈને આવ્યો છે 12 રાશિઓ માટે વાંચો

મેષ

ધન સનનું કાર્ડ તમારા માટે શુભ અને ફળદાયી દિવસ તરફ ઈશારો કરે છે. અટકેલા કામ પાર પડશે. જો ધન અટકેલું હશે તો તે પણ પરત મળશે. બાળકો સાથે સમય પસાર કરો. તેમને ભણાવો, રમાડો કે કંઈપણ પ્રવૃતિ તેમની સાથે કરવી. ધ્યાન અને પૂજા પાઠ તરફ મન આકર્ષીત થશે. માનસિક શાંતિનો અનુભવ થશે.

વૃષભ

ફોર ઓફ કોઈન્સ કાર્ડ કહે છે કે તમારું પરીવાર સાથે સમય સારો પસાર થશે. કામમાં નવી તક પ્રાપ્ત થશે. કોઈ નિર્ણય લેતા પહેલા વડીલોની સલાહ લેવી. ધન લાભના પણ સંયોગ છે. કાર્યક્ષેત્રમાં કામ પ્રત્યે ઉદાસીભર્યું વલણ રહેશે. તમારી ઉર્જાને યોગ્ય દિશામાં વાળો.

મિથુન

આજનો દિવસ રાહત લઈને આવ્યો છે તેમ ધ હરમીટ કાર્ડ ઈશારો કરી રહ્યું છે. સંસાધન અને સહાયતા સરળતાથી મળશે. બધા માટે મનમાં વિનમ્રતાનો ભાવ રાખો. વિચારોના કારણે પરેશાની અનુભવશો. પરંતુ એક વાત યાદ રાખવી કે બધું જ પૂર્ણ થશે. સંયમથી કામ કરવું અને ધ્યેયથી ભટકવું નહીં.

કર્ક

આજનો દિવસ કાર્યક્ષેત્ર સંબંધિત પરિવર્તન દર્શાવે છે. ફોર ઓફ કપ્સનું કાર્ડ નાની મોટી સમસ્યાઓ આવશે તેવું સુચન કરે છે. પરંતુ ચિંતા કરવી નહીં કોઈ મોટી નુકસાની થશે નહીં. કોઈ સાથે ઝઘડો થઈ શકે છે. તેથી ગુસ્સા પર કાબૂ રાખવો. સમસ્યા થાય તો શાંતિથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરો.

સિંહ

નાઈટ ઓફ પેન્ટાકલ્સ કાર્ડ આજનો દિવસ મહત્વનો સાબિત થશે તેમ દર્શાવે છે. નવા અવસર મળશે જેનાથી જીવનમાં પ્રગતિ થશે આધ્યાત્મિક રીતે પણ તમારી વૃદ્ધિ થશએ. કોઈ વાતથી પ્રિયજન ગુસ્સે છે તો તેને મનાવી લેવાનો દિવસ છે. કાર્યો સાથે સંબંધો પર પણ ધ્યાન આપો.

કન્યા

ધ હાઈ પ્રીસ્ટસ કાર્ડ તમારા ઉત્તમ દિવસનું સુચન કરે છે. આજનો દિવસ મહત્વપૂર્ણ સાબિત થશે. સારા પરીણામ જોવા મળશે. જીવનમાં ઉન્નતિની તક મળે તો અચકાયા વિના સ્વીકારી લેવી. યોગ્યતા પર શંકા ન કરવી. તમારામાં એ ક્ષમતા છે કે તમે કોઈપણ કામ પાર પાડી શકો છો. મનમાંથી નકારાત્મકતાને દૂર કરો.

તુલા

ધ ડેવિલ કાર્ડ આજનો દિવસ કામ પર જ ધ્યાન આપવા કહે છે. કામ ઈમાનદારીથી કરવું અને મનને વિચલિત થવા ન દેવું. ઘણા લોકો હશે જે તમને ભટકાવવાનો પ્રયત્ન કરી શકે છે. પરંતુ કોઈપણ સ્થિતિથી ડરવું નહીં અને પોતાનું કામ કરતાં રહેવું.

વૃશ્ચિક

સિક્સ ઓફ વોન્ડસ કાર્ડ નવા અવસર લઈને આવ્યું છે. નવી ઊર્જા સાથે દિવસની શરૂઆત થશે અને સફળતા પણ મળશે. આજના કામ આજે જ પુર્ણ કરવા કાલ પણ કોઈ કામ ટાળશો તો સમસ્યા થશે. હાથમાં આવેલી તક ગુમાવવાનો સમય આવી શકે છે.

ધન

ટુ ઓફ કપ્સ કહે છે કે આજે જૂની ભુલના કારણે સમસ્યા થઈ શકે છે. કોઈ વાત મનમાં લેવી નહીં. અહંમ મોટો રાખશો તો તમારા માટે જ નુકસાનકારક સ્થિતિ સર્જાશે. તેનાથી સંબંધો પર પણ અસર થશે અને સ્વાસ્થ્ય ખરાબ થશે. પોતાની ભુલ થઈ હોય તો તેને સ્વીકારી અને સુધારી લેવામાં સમજદારી છે. ભવિષ્યમાં પણ ભુલનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખવું.

મકર

ધ મુન કાર્ડ સોમવારનો દિવસ દુવિધાભર્યો જશે તેવું જણાવે છે. કોઈ નિર્ણય કરવામાં પરેશાન થવું પડશે. પહેલા પૂરી જાણકારી મેળવી પછી જ કોઈ નવું કામ હાથમાં લેજો. મનના અવાજને સાંભળજો. પોતાના મૂડ પર કાબુ રાખો. ભાવનાઓમાં આવી ખોટો નિર્ણય ન કરવો. ગુસ્સાને શાંત રાખો.

કુંભ

આજના દિવસ માટે તમારું કાર્ડ છે પેજ ઓફ સ્વોર્ડ. આજનો દિવસ તમારી ઊર્જાને ઘટાડશે. પરિસ્થિતિઓમાં પરિવર્તન થવાથી તમારું મન ઉદાસ થઈ શકે છે. પરિવર્તન જીવનનો નિયમ છે. સારો કે ખરાબ સમય કાયમ માટે રહેતો નથી. આ વાત મનમાં રાખવી અને ઉદાસીનતાને હાવી થવા દેવી નહીં.

મીન

ટેમ્પરન્સ કાર્ડ મનમાં અસંતોષ અને નકારાત્મક વિચારો આવશે અને તમને પરેશાન કરે તેમ કહે છે. આ સમસ્યાનો સરળ ઉપાય છે કામમાં વ્યસ્ત રહો. દિવસભર પોતાની જાતને કોઈ કામમાં વ્યસ્ત રાખો જેથી નકારાત્મક વિચારો મનમાં ઘર કરી ન જાય. દિવસ પૂર્ણ થતા સુધીમાં સ્થિતિ પણ સામાન્ય થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ