આજનું ટૈરો રાશિફળ : નવી પરિસ્થિતીઓનો સામનો કરવાનો, ઈચ્છિત ફળ પ્રાપ્ત કરવાનો દિવસ સાબિત થશે શુક્રવાર

ટૈરો રાશિફળ : નવી પરિસ્થિતીઓનો સામનો કરવાનો, ઈચ્છિત ફળ પ્રાપ્ત કરવાનો દિવસ સાબિત થશે શુક્રવાર

મેષ – The Chariot

આજનો દિવસ તમારા માટે નવા અનુભવ સાથે આવ્યો છે. તમે પોતાની જાતને બંધનોમાંથી મુક્ત થયેલા અનુભવશો. તમારા માટે નવી પરિસ્થિતીઓનો સામનો કરવાનો સમય છે. આજે મૂડ આનંદનો રહેશે. મનોરંજનના સાધનો પર ધ્યાન રહેશે.

વૃષભ- Temperance

આજનો દિવસ સારી રીતે પસાર થશે. તમને કામમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમારે નવા પરિવર્તન માટે મનને તૈયાર રાખવું જરૂરી છે. ઈચ્છિત ફેરફારથી મન પ્રસન્ન રહેશે. ખાસ લોકો સાથે મુલાકાત થશે. મનમાં ઉત્સાહ વધશે.

મિથુન – The Sun

આજનો દિવસ તમારા ભાગ્યનો સાથ આપનાર સાબિત થશે. આત્મવિશ્વાસથી ભરપુર અનુભવશો. થોડો સમય કામ અને થોડો આરામ કરવાની ઈચ્છા થશે. કારર્દિકી અને બિઝનેસ મામલે તમને સારી તક મળશે. આ તકનો લાભ લેવો. આર્થિક લાભ થશે કામનું ફળ સારું મળશે.

કર્ક – The Empress

આજનો દિવસ તમારી આસપાસની નકારાત્મકતા અને બિનજરૂરી વસ્તુઓને દૂર કરવાનો છે. તમારે અત્યારે શું જરૂરી છે અને શું નહીં તે સમજવું પડશે. જે પણ વસ્તુ કે વાતો નકામી છે તેને મન અને જીવનમાંથી દૂર કરો. મન શાંત રહેશે.

સિંહ – The Hierophant

આજના દિવસે તમે તમારા મનમાં છુપાયેલા ડર પર વિજય મેળવશો. તમારી અંદર કંઈક ફેરફાર જોવા મળશે. પરિસ્થિતોનો સામનો મક્કમતાથી કરવો. તમારા મનની વાત સાંભળો, કોઈપણ પરિસ્થિતિથી ગભરાશો નહીં. રોજ એક જેવો સમય રહેતો નથી. આજે તમારા કામની પ્રસંશા થશે.

કન્યા – The Wheel of Fortune

આજના દિવસે કેટલાક નવા કામ શરુ કરવા માટે ઉત્તમ સમય છે. આજે લાભ પ્રાપ્ત થશે. કઠોર નિર્ણયો લેવા પડી શકે છે. આજે લીધેલા નિર્ણયોની અસર ભવિષ્યમાં જોવા મળશે. નવી યોજના અને સંભાવનાઓ પર વિચાર કરો. આજે બિઝનેસ કરતાં લોકોને લાભ થશે.

તુલા – The Tower

આજે તમે સફળતાના શિખરે રહી શકો છો. પરંતુ આજે દિવસ દરમિયાન તમારા પર કામનું ભારણ વધી શકે છે. તેના માટે તૈયાર રહો. આજે તાણ અને મન પર દબાવ ભરેલો દિવસ રહેશે. કોઈ વાતની ચિંતા સતાવી શકે છે. જરૂર જણાય તો મિત્રો કે વડિલોની સલાહ લેવી. કાર્યશૈલીમાં સુધારો કરો.

વૃશ્ચિક- Judgment

આજનો દિવસ તમારા માટે અલગ અલગ નિર્ણય લેવાનો છે. આજે નવું જાણવા મળશે. આદ્યાત્મ તરફ ઝુકાવ વધશે. નવું કામ શીખવા માટે તમે તત્પર રહેશો. આજે સ્થિતિ તમને લાભકારી રહેશે.

ધન- Page of Wands

આજનો દિવસ તમારે ઉદારતા દેખાડવાનો છે. આજે સહયોગીઓ મદદ કરશે. લોકો પણ તમારા પ્રત્યે ઉદાર રહેશે. તમે બીજાની મદદ કરવા આગળ ઊભા થાઓ તે લાભ કરશે. મદદ કરવાની આદતથી તમને ઈનામ પણ મળી શકે છે. આજે નવી જવાબદારીઓ આવી શકે છે.

મકર – Six of Cups

આજનો દિવસ તમારા માટે મિશ્રફળદાયી રહેશે. આજે તમારી સ્થિતિ અનેક બાબતોમાં અનેક કરતાં અલગ હશે. તમારે સાહસ અને ડર વચ્ચે સંતુલન જાળવવું પડશે. આજે સપના અને કલ્પનામાંથી બહાર આવી વાસ્તવિક પરિસ્થિતિ અંગે નિર્ણય લેવો પડશે.

કુંભ- Six of Swords

આજનો દિવસ તમારા માટે સફળતાનો છે. તમારે પરિસ્થિતીઓ પર વિજય પ્રાપ્ત કરવાનો છે. મુશ્કેલ હાલાતોમાં પણ મનને કાબૂમાં કરી કામ કરતાં રહેવાનું છે. દરેક વ્યક્તિના જીવનમાં સમય એક જેવો નથી હોતો. આજે દિવસના અંત સુધીમાં આનંદ ચરમસીમાએ પહોંચશે.

મીન – Queen of Pentacles

આજનો દિવસ પરિસ્થિતીઓને સંભાળવાનો છે. કોઈ બાબતોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ ભવિષ્યમાં તે લાભ કરાવશે. જો વર્તમાન સ્થિતિમાં કામ કરવાનું મુશ્કેલ છે તો પોતાને એક બ્રેક આપો. મન શાંત કરો અને પછી આગળ વધવા પ્રયત્ન કરો.

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ