ટૈરો રાશિફળ : જાણો રવિવારનો દિવસ કેવો રહેશે 12 રાશિઓના જાતકો માટે

ટૈરો રાશિફળ : જાણો રવિવારનો દિવસ કેવો રહેશે 12 રાશિઓના જાતકો માટે

મેષ

મેષ રાશિના જાતકો માટે નાઈટ ઓફ કોઈન્સનું કાર્ડ જણાવે છે કે આ દિવસ તમારા માટે સામાન્ય રહેશે. દિવસની શરુઆત કોઈ ખરાબ સમાચારથી થઈ શકે છે. પરંતુ દિવસ જેમ જેમ પસાર થશે તેમ સ્થિતિ અનુકૂળ રહેશે. ધનહાનિના સમાચાર મળી શકે છે. સાવધાન રહેવું. આજે કોઈને ઉધાર આપવું નહીં કે ઉધાર લેવો નહીંની નીતિ અપનાવો. દાન-પુણ્ય કરવા ઉત્તમ સમય છે.

વૃષભ

ધ ફુલ કાર્ડ આ રાશિના જાતકોના રવિવાર અંગે સૂચન કરે છે મનમાં કોઈ વાતને લઈને અસમંજસ રહી શકે છે. દરેક કાર્યને કરવાની યોગ્યતા હશે પરંતુ કૌશલને ઉપયોગ કરી શકવાનો સંતોષ મળશે નહીં. જો મનમાં કોઈ કામ કરવાની ઈચ્છા છે તો તેને પુરી કરવા તરફ આગળ વધો. કામ નાનું હોય કે મોટું તેને કરવા આગળ વધવું જરૂરી છે. તમારા ઉત્સાહને દિશા આપો.

મિથુન

આજની સ્થિતિ તમારાથી વિપરિત રહેશે તેમ જસ્ટિસ કાર્ડ કહે છે. અસંતોષ અને સમસ્યાઓ જણાશે. પરિસ્થિતિ બદલાશે નહીં અને જો તમે પણ સ્થિતિ પ્રમાણે પરિવર્તન નહીં લાવો તો નુકસાન થઈ શકે છે. સંબંધોમાં સામેની વ્યક્તિના વિચારોને પણ જાણવાનો પ્રયાસ કરવો. પ્રેમી કે પ્રેમીકા સાથે ઝઘડો થશે જો વિવાદમાં ઉતરશો તો.

કર્ક

એસ ઓફ કપ્સ કાર્ડ સકારાત્મકતા દર્શાવે છે. ધ્યાન આપો અને વિચારીને આગળ વધવાનો દિવસ છે. આજના દિવસે મહેનત વધારે કરવી પડશે. વિચારવાનું છોડી કાર્ય કરવા પર ધ્યાન આપો. વિચારો એ કામને સફળ કરવા કર્મ જરુરી છે.

સિંહ

સિંહ રાશિ માટે રવિવારનો દિવસ અજીબ પરિસ્થિતિઓવાળો રહેશે તેમ સેવન ઓફ સ્વોર્ડસ કાર્ડ કહે છે. મિત્રો અને સંબંધીઓને મળવાની તક મળશે. થોડો સમય ધ્યાન કરવું પણ જરૂરી છે. મનને શાંત કરો. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન દેવું જરૂરી છે. સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા યુવાનોએ આળસનો ત્યાગ કરવો.

કન્યા

વીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ તમારો રવિવાર સમસ્યાથી ભરપૂર રહેશે તેવું જણાવે છે. પરંતુ સમસ્યાઓનું સમાધાન કાઢવા મહેનત કરો. ખોટું થઈ રહ્યું હોય ત્યાં ચુપ રહેશો તો સ્વજનને નુકસાન સહન કરવું પડશે. અંગત જીવનમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા પહેલા કોઈની સલાહ જરૂર લેજો.

તુલા

ધ હિરોફન્ટ કાર્ડ તમારા માટે રવિવાર સારો રહેશે તેવું કહે છે. સમસ્યાઓ હશે તો તેનું સમાધાન ઝડપથી મળી જશે. જીવનમાં પ્રગતિ કરવા માટે લક્ષ્ય નક્કી કરી આગળ વધો. જો પ્રયાસ ઓછા કરશો તો નિરાશા હાથ લાગશે. તેથી આજે પ્રયાસ કરવામાં કોઈ ખામી ન રાખવી.

વૃશ્ચિક

ધ લવર્સ કાર્ડ રવિવારનો દિવસ શુભ સાબિત થશે તેવું જણાવે છે. આજે રચનાત્મકતાનો ઉપયોગ કરવો. ઊર્જાને યોગ્ય દિશામાં વાળો, ધૈર્ય અને સંયમ સાથે કામ લેવું. ધન લાભના પણ યોગ છે. બસ જરૂરી છેકે તમારું વર્તન સંયમમાં હોય.

ધન

ટેન ઓફ પેન્ટાકલ્સ કાર્ડ ધન રાશિના જાતકો માટે કહે છે કે વધારે તાણમાં ન રહો. જીવનમાં જે સમસ્યા છે તેનું સમાધાન ટુંક સમયમાં આવી જશે. કામ પર ધ્યાન કેન્દ્રીત કરો. સમયનો ઉપયોગ કામ કરવામાં કરો. પોતાના વેપારને ગંભીરતાથી લ્યો. મનમાં ભય હોય તો તેને દૂર કરો.

મકર

થ્રી ઓફ કોઈન્સ તમારી શક્તિમાં વધારો થવાનું સુચન કરે છે. જો વિચારવામાં સમય પસાર કરશો તો તક ગુમાવી બસેસો, મનમાં નવી ઊર્જા જોવા મળશે. યોગ્ય દિશામાં આગળ વધશો તો સફળ થશો. જીવનમાં જે મળ્યું છે તેના માટે ઈશ્વરનો આભાર માનો.

કુંભ

ધ હેન્ગડ મેન જણાવે છે કે મનમાં કોઈના માટે વેર હોય તો તેને દૂર કરી દો. તેનાથી માનસિક શાંતિ મળશે અને ચિંતા દૂર થશે. પરિસ્થિતિ ઝડપથી તમને અનુકૂળ થશે. નકારાત્મક વિચારથી બચીને રહેજો. કોઈપણ નિર્ણય અશાંત મનથી ન લેવો.

મીન

કિંગ ઓફ કપ્સનું કાર્ડ આજના દિવસની તાણને દર્શાવે છે. મનમાં અનેક વિચારો આવશે પરંતુ દુવિધામાંથી બહાર આવી જાઓ તે જરૂરી છે. બીજા પર વિશ્વાસ કરવાનું શીખો. વધારે પડતું ધ્યાન કોઈ પર આપશો તો પરેશાન થવા સિવાય કંઈ જ નહીં મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ