મંગળવાર ટૈરો રાશિફળ : પોતાનામાટે સમય કાઢવાનો અને સારા સમાચાર મેળવવાનો દિવસ

મંગળવાર ટૈરો રાશિફળ : પોતાનામાટે સમય કાઢવાનો અને સારા સમાચાર મેળવવાનો દિવસ

મેષ – The Magician

આજે તમને ચિંતામાંથી રાહત મળે તેનીમાહિતી મળી શકે છે. તમારા કામની પ્રશંસા કરવામાં આવશે અને તમને મુસાફરી કરવાની તકપણ મળી શકે છે. કાર્ડ્સ સંકેત કરે છે કે તમે તમારા કાર્ય અને તમારી ક્ષમતાઓનુંસંપૂર્ણ ફળ મેળવી શકો છો. તમને કેટલાક નવા પ્રોજેક્ટ્સ મળવાના સંકેતો પણ મળી રહ્યા છે. જીવનસાથી સાથે સમય વિતાવવા માટેદિવસ સારો છે. તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન કેન્દ્રિત કરો તે જરૂરી છે.

વૃષભ – Nine of Swords

આજનો દિવસ તમારા માટે સમય કાઢવાનો અનેતમારા સંબંધો વિશે વિચારવાનો છે. સંજોગો તમારા માટે સામાન્ય હોઈ શકે છે. કેટલીકબાબતોમાં તમે થોડી સારી જાણકારી પણ મેળવી શકો છો. લોકો તમારી વાતચીત કરવાની પદ્ધતિઓઅને વિચારોની પ્રશંસા કરશે અને તેને સ્વીકારશે. તમને કેટલાક સ્થળોએ તમારા સ્વભાવનાકારણે આદર મળી શકે છે. જીવન જીવનસાથી અથવા પ્રેમી સાથે સારો સમય વિતાવશો.

મિથુન – Three of Cups

આજે તમારા માટે કેટલાક નવા લોકોનેમળવાનો દિવસ હોઈ શકે છે. તેનાથી તમારો મૂડ પણ ખૂબ સારો થશે. તમારે તમારા વર્તનનેસહકારભર્યું પણ રાખવું પડશે. જો તમારે કોઈ બાબતે નિર્ણય લેવો હોય તો સંજોગોને બરાબર પારખી. તપાસ કરી અને પછી જ આગળ વધો. સમય તમારામાટે અનુકૂળ છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો.

કર્ક – The Emperor

આજનો દિવસ તમારા માટે કેટલીક નવી સફળતાઓલઈને આવી રહ્યો છે. તમને તમારી ક્ષમતાઓ બતાવવાની તક મળી શકે છે. કેટલાક કિસ્સાઓમાંતમે વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓ કરતા આગળ રહી શકો છો. વડિલો અને મિત્રોની મદદપ્રાપ્ત થઈ શકે છે. તમારી ભાવિ યોજનાઓને અમલમાં મુકવાનો આ સમય તમારા માટે શ્રેષ્ઠસમય છે.

સિંહ – The Hanged Man

આજે તમે તમારા ઉપર થોડું દબાણ અનુભવીશકો છો. તમે થોડા અટવાયેલા અનુભવશો. આ સ્થિતી દિવસની શરૂઆતમાં રહી શકે છે. બાકીનોદિવસ તમારા માટે ખૂબ સકારાત્મક રહેશે. કેટલાક લોકો માટે તમારી પાસે કેટલાક સારા સૂચનોહોઈ શકે છે. કેટલીક બાબતોમાં તમને ઘણી પ્રશંસા અને ઈનામ પણ મળી શકે છે.

કન્યા – The Star

આજનો દિવસ સામાજિક, પારિવારિક અને વ્યક્તિગત બાબતોમાં આગળ વધવાનો દિવસ છે. કેટલાક લોકોનેમળવાથી તમારા ભવિષ્ય માટે કેટલીક સુવર્ણ તકો ઊભી થઈ શકે છે. તમારે મહત્વપૂર્ણ લોકો માટે સમય કાઢવાની જરૂર છે.તમારા સંબંધો માટે આ જરૂરી છે. વાહનચલાવતા સમયે અને રમતગમતના મેદાન પર તમારે કાળજી રાખવી.

તુલા – The Devil

આજનો દિવસ તમારા માટે મોટી સફળતા સાથેશરુ થયો છે. તમને કેટલાક આશ્ચર્યજનક પરીણામો મળી શકે છે. નવી જવાબદારીઓ માટે તમારેતૈયાર રહેવું જરૂરી છે. આજે તમારે યાત્રા પર જવું પડી શકે છે. સ્વાસ્થ્ય બાબતે સજાગ રહો.

વૃશ્ચિક – Nine of Pentacles

આજનો દિવસ તમારા માટે ઘણી સિદ્ધિઓઅપાવનાર દિવસ બની શકે છે. તમારી અંદર છુપાયેલી પ્રતિભાને ઓળખો અને આગળ વધો. લોકોતમારા કામથી સંતુષ્ટ થશે. તમારી સાથે સમય પસાર કરવામાં અને તમારી સાથે કામ કરવુંલોકોને ગમશે. કોઈ વિવાદ હશે તો પણ તેનું નિરાકરણ આવશે. તમને સ્પષ્ટ રીતે લોકોનોસહયોગ મળશે. ભારે કામ કરતી વખતે થોડી સાવચેતી રાખવાની જરૂર છે.

ધન – Justice

આજનો દિવસ તમારા માટે લાભનો હોઈ શકેછે. તમારી મહેનત અને યોગદાનની પ્રશંસા થશે. કેટલાક કામ માટે તમારી પ્રશંસા થઈ શકે છે.તમારે અન્યને સાંભળવાની જરૂર છે. તમારા વિચારો વ્યક્ત કરતા પહેલા દરેક બાબતનોવિચાર કરો. તમારે કેટલાક મિત્રોની મદદ માટે આગળ આવવું પણ પડી શકે છે.

મકર – Knight of Swords

આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ બનીશકે છે. તમારે કેટલીક એવી બાબતો કરવી પડશે જે કરવાની તમને ઈચ્છા નહીં હોય. તમેપોતાના ઉપર દબાણ અને તાણ અનુભવી શકો છો. કોઈ બાબતે તમારે કેટલાક લોકો સાથે વિવાદથઈ શકે છે. તમારા ક્રોધને કાબૂમાં કરો અને શાંતિથી સમય પસાર થવા દો. સમસ્યાનુંસમાધાન તમે ધીમે ધીમે મેળવશો.

કુંભ – The World

આજે તમારા માટે ઘણું શીખવાનો અને સમજવાનોદિવસ છે. તમને નેતૃત્વ કરવાની તક મળી શકે છે. તેનાથી તમને લાભ પણ થશે. લોકો તમનેપસંદ કરશે, તમારી કાર્યશૈલીની પ્રશંસા થશે. તમને કામના સ્થળે સન્માન અને એવોર્ડમળવાની અપેક્ષા છે. લોકો તમારા વિચારોને ધ્યાનમાં લેશે અનેતેનું પાલન કરશે.

મીન – The Hierophant

તમને તમારી કારકિર્દી અથવા શિક્ષણમાંકંઇક નવું કરવાની તક મળી શકે છે, પરંતુ ધ્યાન રાખજો કે તમે સંશોધન કર્યાવિના કોઈ પણ કાર્ય શરૂ ન કરો. તમને લોકોનો સહયોગ મળશે. તમને આજે કોઈ મિત્ર તરફથીઆશ્ચર્યજનક રીતે સહયોગ મળી શકે છે. અંગત જીવનમાં સકારાત્મક ઘટના બની શકે છે.

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ