તરબૂચ તો સૌ ને ભાવતું જ હશે. તરબૂચ સ્વાદિષ્ટ તો હોય જ છે પણ એના ગુણ પણ ખૂબ જ છે. સામાન્ય રીતે આપણે તરબૂચ ખાધા પછી નીચે નો સફેદ ભાગ અને છાલ ફેંકી દઈએ છીએ.
આજે આપણે બનાવીશું આ સફેદ ભાગ માંથી એક સ્વાદિષ્ટ અને ખટમીઠું શાક. આ શાક બનાવવું ખૂબ સરળ પણ છે . આ શાક તમે ઘઉં બાજરા ની રોટલી , ભાખરી કે સાદી રોટલી સાથે પણ પીરસી શકો.
સામગ્રી :
• અડધું નાનું તરબૂચ
• 5 ચમચી તેલ
• 2/3 ચમચી રાઈ
• 2/3 ચમચી જીરું
• 1 ચમચી કાચી વરીયાળી
• 1 ચમચી સૂકા ધાણા
• મીઠું
• સ્વાદનુસર ગોળ
• 1/2 ચમચી હળદર
• 1 ચમચી મરચું
• 2/3 ચમચી ધાણા જીરું
• થોડા ટીપા લીંબુ નો રસ
રીત :
તરબૂચ નો લાલ ભાગ જુદો કાઢી લેવો. પાતળી છાલ ઉતારી લો. બચેલા સફેદ ભાગ ના નાના નાના ટુકડા કરી લેવા.
રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.