સબ ટીવી પર આવતો કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી લાંબો અને લોકપ્રિય થયેલો શો બની ચુક્યો છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આ શોના કલાકારો પણ ટેલીવૂડની દુનિયામાં કોઈ કોમેડી શોમાં કામ કરી કમાણી કરતાં હોય તેવા સૌથી વધુ કમાણી કરતાં કલાકાર બની ગયા છે. તો ચાલો આજે તમને જણાવીએ કે તારક મહેતા શોના કયા કલાકાર કેટલાની કમાણી કરે છે લોકોને હસાવીને.

સૌથી પહેલા વાત કરીએ શોના મુખ્ય પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોષીની. તેઓ છેલ્લા 12 વર્ષથી શોમાં જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે. તેને શોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા છે. એટલે જ તો તેમની ફી પણ સૌથી વધુ છે. જેઠાલાલને એક એપિસોડના 1.5 લાખ રૂપિયા આપવામાં આવે છે.

ત્યારપછીના ક્રમે આવે છે કે દયાભાભી. હાલ તો તેઓ આ શોનો ભાગ નથી પરંતુ જ્યારે તે એટલે દિશા વાકાણી આ શોમાં આવતી ત્યારે તેને જેઠાલાલ પછી સૌથી વધુ ફી એક એપિસોડની આપવામાં આવતી હતી. દિશા વાકાણીને એક એપિસોડ માટે 1.2 લાખ આપવામાં આવતા હતા.

જેઠાલાલ અને દયાભાભી પછી નામ આવે છે તેમના લાડકા ટપુનું. હાલ શોમાં ટપુનું પાત્ર ભજવે છે રાજ અંદકત. ભવ્ય ગાંધીએ શો છોડ્યા બાદથી રાજ શોમાં ટપ્પુની ભૂમિકામાં છે. તે ખૂબ જ ઓછા સમયમાં ટપુ તરીકે લોકોના દિલમાં વસી ગયો છે. તેને હાલ શોમાં એક એપિસોડ માટે 10થી 15 હજાર રૂપિયા આપવામાં આવે છે.

ગડા પરીવારના સૌથી મોટા સભ્ય એટલે કે બાપુજીનું પાત્ર ભજવે છે અભિનેતા અમિત ભટ્ટ. જેઠાલાલના બાપુજીનું પાત્ર પણ આ શોમાં મહત્વનું છે અને તેમાં અમિત ભટ્ટ ઉત્તમ અભિનય પણ કરે છે. તેમને એક એપિસોડ માટે 70 થી 80 હજાર રૂપિયા આપવામાં આવે છે.

ગડા પરીવાર અને ખાસ કરીને જેઠાલાલની સૌથી નજીક છે તારક મહેતા. આ પાત્ર ભજવે છે શૈલેષ લોઢા. શૈલેષ લોઢા એક એપિસોડ માટે અંદાજે 1 લાખ રૂપિયા લે છે.

તારક મહેતા બાદ ક્રમ આવે છે ગોકુલધામ સોસાયટી ના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે. તેના વિના શો જાણે અધુરો થઈ જાય છે. આ પાત્રને ન્યાય આપી રહ્યા છે મંદાર ચંદાવરકર. તેમને શોના એક એપિસોડ માટે 80 હજાર રૂપિયા આપવામાં આવે છે.

આ શોમાં વધુ એક કલાકાર છે જે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે અને તે છે કલાકાર નિર્મલ સોની. તે લાંબા સમયથી ડોક્ટર હાથીનું પાત્ર ભજવી રહ્યા છે અને આ ભૂમિકામાં તેમને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. તેમને દરેક એપિસોડ માટે 20-25 હજાર રૂપિયા મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,