તારક મહેતા..શોનું શૂટિંગ હવે થઈ રહ્યું છે ગુજરાતના આ શહેરમાં, પણ કોરોનામાં મોટી ઉપાધિ એ થઇ છે કે…

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ બેકાબૂ થતા શૂટિંગ બંધ થઈ ગયા છે. જેના કારણે ટીવી સીરિયલોના સેટ અન્ય સ્થળે ખસેડવા પડ્યા છે. તેવામાં લોકપ્રિય શો તારક મહેતાનો સેટ પણ હવે મુંબઈથી ગુજરાત શિફ્ટ થઈ ગયો છે. તારક મહેતા શોનું શૂટિંગ હવે લોકડાઉનના કારણે ગુજરાતના વાપીમાં આવેલા રિસોર્ટમાં થઈ રહ્યું છે.

image source

મહત્વનું છે કે અત્યાર સુધીના એપિસોડની બેન્ક મેકર્સ પાસે તૈયાર હતી. પરંતુ આગામી એપિસોડને શૂટ કરવા હવે તારક મહેતા શોનો સેટ મુંબઈની બહાર લગાવવામાં આવ્યો છે. હવે તારક મહેતા શોનું શૂટિંગ ગુજરાતના વાપીમાં શરુ કરવામાં આવ્યું છે. શોનું શૂટિંગ પણ બાયોબબલમાં કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ સેટ પર ઓછામાં ઓછો લોકોને રાખવામાં આવ્યા છે જેથી શોના કલાકારો જ નાનામોટા કામ જાતે કરે છે. કારણ કે સેટ પર ક્રૂ મેમ્બર્સ ઓછા રાખવામાં આવ્યા છે.

image source

શોના પ્રોડ્યુસર આસિત મોદીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે હવે શોના આગામી એપિસોડનું શૂટિંગ વાપીમાં આવેલા રિસોર્ટમાં થશે. આ શૂટિંગ બાયોબબલમાં થશે. અહીં બહારની કોઈ વ્યક્તિને પ્રવેશની મંજૂરી નથી. જો મુંબઈથી કોઈ કલાકાર કે પ્રોડકશનનો મેમ્બર સેટ પર આવવા ઈચ્છશે તો પણ તેને પહેલા આરટી પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. જો ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ હશે તો જ તે સેટ પર આવી શકશે.

image source

કોરોનાના સમયમાં કલાકારો પણ સપોર્ટ કરી રહ્યા છે અને પોતાના કામ જાતે કરી લેતા થયા છે. આ સાથે આસિત મોદીએ પોપટલાલના લગ્ન વિશે અને દયાબેનની વાપસી વિશે પણ મહત્વનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પોપટલાલના લગ્ન મહત્વના છે પરંતુ હાલના સંજોગોમાં આ ટ્રેક ચલાવી શકાય તેમ નથી તેથી લોકોએ પોપટલાલના લગ્ન જોવા રાહ જોવી પડશે. આ સિવાય જ્યારે તેમને દયાબેન વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે દયાબેનની એન્ટ્રી વિશે એટલા પ્રશ્ન પુછવામાં આવી રહ્યા છે કે તેમને ખુદને દયાબેન બની શોમાં આવી જવાની ઈચ્છા થાય છે.

image source

આસિત મોદીએ કહ્યું હતું કે તેઓ પણ દયાબેન તરીકે દિશા વાકાણી પરત ફરે તેની રાહ જોઈ રહ્યા છે પરંતુ જો તેમણે શો છોડવાનું નક્કી કરી જ લીધું છે તો શો નવા દયાબેન સાથે આગળ વધશે. પરંતુ હાલ નવા દયાબેનની એન્ટ્રી પણ શક્ય નથી. હાલ તેમનું ફોકસ કલાકારો અને ક્રૂ મેમ્બર્સની સેફ્ટી સાથે શોના એપિસોડ શૂટ કરવા પર છે. જેથી શોના નવા નવા એપિસોડ જોઈ લોકો હસતા રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!