જલ્સા કરોને જેંતીલાલ

તમારી ફેવરિટ સીરિયલ તારક મહેત કા ઉલ્ટા ચશ્મા નો ફિલ્મસિટીમાં આવેલા સેટ વિશે જાણો રોચક વાતો…

Set of tarak mehta ka ulta chashma #filmcity #goregaon #mumbai ...
image source

તમારી ફેવરિટ સીરિયલ ‘તારક મહેત કા ઉલ્ટા ચશ્મા’ નો ફિલ્મસિટીમાં આવેલા સેટ વિશે જાણો રોચક વાતો

image source

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલની વાત કરીએ તો તેનું શૂટિંગ મુંબઈમાં ફિલ્મસિટીમાં કરવામાં આવે છે. અંહી તારક મહેતાનો સેટ 30 થી 35 હજાર સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે. સેટ પર કુલ ત્રણ ફ્લેટ આવેકા છે અને દરેક ફ્લેટમાં છ-છ મકાન છે. જો કે તમને જણાવી દઈએ કે, ઘરની અંદરનું શૂટિંગ કરવામાં આવે છે કે કોઈ બીજી જગ્યાએ કરવામાં આવે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો સેટ એકદમ ભવ્ય છે.

image source

સીરિયલ શરૂ થઈ ત્યારે સેટ પર તારક મહેતા સીરિયલનાં પ્રોડ્યુસર અસિત મોદીએ અંહી મંદિર પણ બનાવ્યું હતું. જે સીરિયલનાં બતાવામાં આવે છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે પણ આ મંદિર નકલી નથી રિયલમાં બનાવામાં આવ્યું છે અને તેની દરરોજ પૂજા પણ કરવામાં આવે છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી જ્યારે સીરિયલની શરૂઆત થઈ હતી ત્યારે.

image source

તેમજ આ મંદિરમાં પૂજારી પણ રાખવામાં આવ્યો છે જેનું નામ પંડિત રામચંદ્ર ઝા છે. જે દરરોજ મંદિરમાં પૂજા-આરતી કરે છે. આ મંદિરનું બાંધકામ આજથી 10 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. તેમજ આ મંદિર અસિત મોદીએ બંધાવ્યું હતું અને પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. મોટાભાગની સીરિયલમાં નકલી મંદિર બતાવામાં આવે છે. પણ આ એકમાત્ર એવી સીરિયલ છે જેમાં અસલી મંદિર બતાવામાં આવે છે અને તેની દરરોજ પૂજા કરવામાં આવે છે અને આરતી થાય તેના પછી જ શૂટિંગ પણ શરૂ કરવામાં આવે છે.

image source

તેમજ જ્યારથી સીરિયલના સેટ પર મંદિર બનાવામાં આવ્યું છે ત્યારથી દરરોજ સવાર-સાંજ બે ટાઈમ આરતી કરવામાં આવે છે. અસિત મોદી ઘણા ધાર્મિક હોવાથી તેમણે સેટ પર રિયલ મંદિર બાંધવાનો નિર્ણય લીધો હતો. તેમજ સીરિયલ સાથે જોડાયેલા તમામ લોકો તે પછી કલાકરો હોય તે ડિરેક્ટર કે સ્પોટ બોય કે પછી ટેકનિશિયન તે બધા સેટની અંદર જતા પહેલા મંદિરમાં ભગવાનને દર્શન કરવાનું ભૂલતા નથી. તેમજ આ પ્રથા છેલ્લા 10 વર્ષથી ચાલતી આવે છે. તેમજ મંદિરનું બાંધકામ એક હજાર સ્કેવર ફૂટમાં કરવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version