જલ્સા કરોને જેંતીલાલ

તારક મેહતાની સોનુ થઈ ગ્રેજ્યુએટ ! કોન્વોકેશન સેરેમનીમાં સહેલીઓ સાથે ખુબ ઝૂમી, જુઓ વિડિયો

છેલ્લા એક દાયકાથી ચાલતી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની સિરિઝના પાત્રો જાણે લોકોના ઘરના સભ્યો બની ગયા છે. તેમાં કેટલીએ વાર પાત્રોના ચહેરા બદલાયા પણ સિરિયલની પોપ્યુલારીટીમાં કોઈ જ ફરક ન પડ્યો. જો કે દયાબેનના પાત્રની ગેરહાજરી સિરિઝના ફેન્સને સમયે સમયે સતાવતી રહે છે. પણ તેમ છતાંએ શો સફળ છે અને ચાલુ પણ છે.

તાજેતરમાં જ નવી સોનુંનું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આગમન થયું. અને તેણીને આવતા વેત જ દર્શકો દ્વારા આવકારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આ ત્રીજીવાર સોનુંના પાત્રનો ચહેરો બદલાઈ ચુક્યો છે અને ત્રણે સોનુએ દર્શકોના દીલ જીતી લીધા છે.

હાલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુંનુ પાત્ર પલક સિદ્ધવાની નામની કીશોરી ભજવી રહી છે. તેણીએ તાજેતરમાં જ મુંબઈની જયહિંદ કોલેજમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પુર્ણ કર્યું છે. અને આ ખબર તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેયર કર્યા હતાં. તેણીએ પોતાને ડીગ્રી મળી તે ક્ષણની યાદગાર તસ્વીર પોતાના ફેન્સ સાથે શેર કરી છે. તેની સાથે સાથે જ તેણીએ કોનવોકેશન સેરેમનીમાં જે પણ મસ્તી કરી હતી તેની વિડિયો પણ સોશિયલ મિડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

આ વિડિયોમાં તેણી પોતાની બહેનપણીઓ સાથે ડાન્સ કરતી જોવા મળી છે. કોન્વોકેશન સેરેમનીમાં ડીગ્રી લેતી વખતે તેણીએ બ્લેક ગ્રેજ્યુએશન રોબ પહેર્યું હતું. પલક આ ડીગ્રી મેળવીને એડવર્ટાઇઝિંગમાં સ્પેશ્યલાઇઝેશન સાથે BMM માં ગ્રેજ્યુએટ થઈ ગઈ છે. મળેલા અહેવાલ પ્રમાણે કોન્વોકેશન સેરેમની દરમિયાન કોલેજના એચઓડી ડૉ. વરાલક્ષ્મીએ જ્યારે તેણીને ડીગ્રી એનાયત કરતી વખતે તેના નામનો ઉલ્લેખ કર્યો ત્યારે તેના મુળ નામનો નહીં પણ તારક મહેતાની સોનુંના નામનો ઉલ્લેખ કર્યો હતો.

પલકે પોતાના એચઓડી ડૉ. વરાલક્ષ્મીને સૌ પ્રથમ જાણ કરી હતી કે તેણી તારક મેહતામાં સોનુંનું પાત્ર ભજવવા જઈ રહી છે. તેણી સારી રીતે જાણતા હતાં કે પલકને અભિનય ક્ષેત્રે રસ છે. અને તેણી પલક માટે આવેલી આ ઓફરથી અત્યંત ખુશ હતી અને તેણીએ પલકને સુભેચ્છા આપતો વોઈસ મેસેજ પણ કર્યો હતો.

પલક સિદ્ધવાનીને તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુંનું પાત્ર નિભાવતા કંઈ વધારે દિવસો નથી થયાં તેમ છતાં તેણીએ લોકોના હૃદયમાં સ્થાન બનાવી લીધું છે. આ પહેલાં આ પાત્ર નિધિ ભાનુશાળીએ પણ ખુબ જ સુંદર રીતે નિભાવ્યું હતું. જો કે અત્યાર સુધીમાં ત્રણ વાર સેનુના પાત્રનો ચેહરો ભલે બદલાયો હોય પણ ત્રણે છોકરીઓએ તેને ખુબ જ અસરકારક રીતે ભજવી જાણ્યું છે.

પલક અભિનયમાં તો તેજસ્વી છે જ પણ સાથે સાથે તેણી અભ્યાસમાં પણ તેજસ્વી છે. આજે અભિનય ક્ષેત્રમાં પ્રવેશતા બાળકો પોતાના અભિનયની કારકીર્દીની સાથે સાથે પોતાના અભ્યાસને પણ પુરતું મહત્ત્વ આપવા લાગ્યા છે અને તેમના માતાપિતા પણ જાગૃત છે.

અને માટે જ તારક મેહતાની પહેલી સોનું ઝીલ મેહતા તેમજ પહેલો ટપુ એટલે કે ભવ્ય ગાંધીએ પોતાનો અભ્યાસ વ્યવસ્થીત રીતે પુર્ણ કરવા પર કેન્દ્રીત થવાનું વધારે પસંદ કર્યું. બે વર્ષ પહેલાં ભવ્ય ગાંધીએ ગુજરાતી ફિલ્મ પપ્પા તમને નહીં સમજાયમાં પણ કામ કર્યું હતું ત્યાર બાદ તેણે બાપ કમાલ દીકરો ધમાલ નામના સુપરહીટ નાટકના અગણિત શોઝ પણ કર્યા હતાં.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version