જલ્સા કરોને જેંતીલાલ

ગોકુલધામના એકમેવ સેક્રેટરી તુકારામ ભીડે એટલે કે મંદાર ચંદવડકરની પાસે છે કરોડોની સંપત્તિ !

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલને ગત 28 જુલાઈના રોજ અગિયાર વર્ષ પુરા થયા છે. આ શો કોઈ પણ જાતની પડતી વગર એકધારો ચાલી રહ્યો છે અને લોકોને મનોરંજન પુરુ પાડી રહ્યો છે. આજે ઘણી બધી ડેઈલી સોપ છ મહિના વરસમાં જ ગાયબ થઈ જાય છે તેની સામે એક ડેઈલી સોપના આટલો લાંબે રનીંગ ટાઈમ એ ટેલિવિઝન ઇતિહાસમાં એક મોટી સિદ્ધિ છે.


આપણી સામે જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બધા જ એક્ટર્સ નાનેથી મોટા તેમજ જુવાનમાંથી આધેડ થયા છે. આપણે આપણા મિત્રોને નથી ઓળખતા તેટલા આ કેરેક્ટરને ઓળખવા લાગ્યા છે. ભલે આ એક નાટક હોય એક ડ્રામા હોય એક ફીક્શન શો હોય પણ દર્શકો માટે આ એક અલગ જ દુનિયા છે. અને ભલે અરધો કલાક માટે પણ લોકો આ દુનિયામાં ખોવાઈ જાય છે અને પોતાને પણ ગોકુલધામ સોસાયટીના સભ્ય સમજવા લાગે છે.


આ ડેઈલી સોપે કંઈ કેટલાએ લોકોને રોજગાર પુરો પાડ્યો છે. આજે કેટલાયે લોકોના ઘર આ સારીયલ પર ચાલે છે પછી તે સિરિયલમાંનું દીલીપ જોષીનું મહત્ત્વનું ચરિત્ર જેઠાલાલ હોય કે પછી શૂટીંગમાં કામ કરતો સ્પોટબોય હોય. આ સિરિયલ સેંકડો લોકોને રોજગાર પુરો પાડી રહી છે.


અને આજ રોજગાર એટલે કે આવકની વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોકલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી તુકારામ ભીડેનું પાત્ર ભજવનાર મંદાર ચંદવડકર છે કરોડોની સંપત્તિનો માલિક. મૂળે તો મંદાર એક એન્જિનિયર છે પણ અભિનય તેમની પ્રથમ પસંદગી છે અને તેમણે તારક મહેતા… ઉપરાંત અન્ય મરાઠી સિરિયલો તેમજ મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.


તમને જણાવી દઈએ કે હાલ દીલીપ જોષી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક એપિસોડના 1થી 1.5 લાખ રૂપિયા ફી ચાર્જ કરે છે જ્યારે મંદાર ચંદવડકર એક એપિસોડ દીઠ 80 હજાર વસુલે છે. સામાન્ય ગણતરી કરવા જઈએ તો આ સિરિઝ મહિનાના ઓછામાં ઓછા 25 દિવસ આવે છે. અને સિરિયલના મોટા ભાગના બધા જ ચરિત્રો તમને સ્ક્રીન પર બતાવવામાં આવે છે.


તો એ પ્રમાણે મંદારની મહનાની આવક લગભગ 20 લાખ ઉપર થાય અને આ માત્ર સિરિયલની જ ફી છે આ ઉપરાંત અન્ય ફિલ્મો, તેમજ સેલિબ્રિટી તરીકે અવારનવાર ગેસ્ટ બનવાનું આમંત્રણ આપવામાં આવે તેમાં પણ તે ઘણું કમાતા હોય છે.


તુકારામ ભીડે ઉર્ફે મંદાર ચંદવડકર હાલ 42 વર્ષના છે. તેમે ઘણી બધી મરાઠી ફિલ્મો, મરાઠી નાટકો તેમજ મરાઠી સિરિયલોમાં કામ કર્યું પણ તેમને સફળતાનું સોપાન તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દ્વારા જ મળ્યું. પોતાની મહેનતથી તેમણે ઘણો રૂપિયો કમાયો છે અને તેમને એક લક્ઝરીયસ લાઈફ જીવવી ખુબ પસંદ છે.


મળેલા અહેવાલ પ્રમાણે તેમની કુલ મિલકત 20 કરોડની છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર પણ ખુબ એક્ટિવ છે અને અવારનવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પરથી તેમજ પોતાની પત્નિ અને કુટુંબ સાથે તસ્વીરો શેયર કરતાં જોવા મળે છે. તેમને એક સુંદર મજાનો દીકરો પણ છે.


1993માં તેમણે પોતાનું થિયેટર ગૃપ શરુ કર્યું હતું જેનું નામ રાખ્યું હતું પ્રતિબિંબ. તેમણે અભિનય તો કંઈ કેટલીએ ફીલ્મો, સીરિયલો, નાટકોમાં કર્યો છેપણ તેમણે ઘણા બધા એક જ ચરિત્રવાળા નાટકો પણ ડીરેક્ટ કર્યા છે. આમ છેલ્લા ઓછામાં ઓછા 25 વર્ષથી તેઓ અભિનય ક્ષેત્રે સક્રીય છે. જોકે રૂપેરી પરદે તો તેમણે અભિનયની શરૂઆત 2005થી કરી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version