આજનો દિવસ :- “ઘનશ્યામ પ્રભાકર નાયક” ઉર્ફ તારક મેહતાના નટુકાકા વિષે આ નહિ જાણતા હો…

ઘનશ્યામ પ્રભાકર નાયક એ ગુજરાતી મૂળ ધરાવતા જાણીતા અભિનેતા, પાશ્વગાયક અને ડબિંગ કલાકાર છે જેને ‘મુંબઇનો રંગલો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમણે આઠ વર્ષની ઉમરે અભિનય કારકિર્દીની શરૂઆત કરેલી. રંગભૂમિ તેમજ ભવાઇ ઉપરાંત એમણે ઘણાં હિન્દી અને ગુજરાતી ચલચિત્રોમાં અભિનય કરેલો છે. સબ ટીવી પર પ્રસારીત થતી દૈનિક ધારાવાહીક ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં તેઓએ નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઈવાલા (નટુ કાકા)નું પાત્ર ભજવ્યું છે. તેઓ વર્ષોથી રંગભૂમિના ‘રંગલો’ શ્રેણીના ભવાઇ નાટકોમાં ભાગ લેતા આવ્યા છે.

ઘનશ્યામ નાયકનો જન્મ ૧૨ જુલાઇ, ૧૯૪૫ના રોજ, મહેસાણા જિલ્લાનાં વડનગર તાલુકાના ઊંઢાઈ ગામમાં, થયેલો. તેમણે આશરે ૧૦૦ જેટલાં નાટક અને ૨૨૩ ચલચિત્રોમાં અભિનય કરેલો છે. તેમણે બાળવયે શોભાસણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું.

? થોડુ વધારે પણ અગત્યનુ

તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી હસ્તમેળાપ હતી. રમેશ મહેતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં નરેશ કનોડિયા મુખ્ય કલાકાર હતા. જ્યારે મહેશ કનોડિયાનું સંગીત હતું. તેમને પાશ્વગાયક બનવા માટે મહેશ કનોડિયાએ પ્રોત્સાહિત કર્યાં હતા. ત્યાર બાદ વેણીના ફૂલ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું, જેના દિગ્દર્શક મનુકાન્ત પટેલ છે. તેમણે ડોશીમાંના અવાજમાં દાદીમાં અનાડી ગીત ગાયું હતું.

અત્યાર સુધીની કારકિર્દીમાં તેમણે સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે, પ્રિતી સાગર સહિતના ખ્યાતનામ કલાકારો સાથે ગીતો ગાયા છે જેમાં હાસ્ય ગીતોનો પણ સમાવેશ થાય છે. તેમના દ્વારા અભિનય કરાયેલું પ્રથમ હિન્દી ચલચિત્ર માસૂમ હતું. જેમાં તેમણે બાળકલાકાર તરીકે કામ કરેલું. તે સિવાય કચ્ચેધાગે, ઘાતક, હમ દિલ દે ચૂકે સનમ, બરસાત, આશિક આવારા, તિરંગા જેવા હિન્દી ચલચિત્રોમાં તેમણે અભિનય કર્યો છે. તેમનું સર્વપ્રથમ ગુજરાતી નાટક પાનેતર હતું.

ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક (પ્રભાકર કિર્તિ) તથા દાદા કેશવલાલ નાયક (કેશવલાલ કપાતર) પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહી ચૂક્યા છે. તેમના વડદાદા, વાડીલાલ નાયક, શાસ્ત્રીય સંગીતના પ્રખર હિમાયતી હોવાની સાથો સાથ ધરમપુર અને વાંસદાના રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા. સંગીતકાર બેલડી શંકર-જયકિશનમાંના જયકિશનના તેઓ ગુરૂ હતા. આમ, ચાર પેઢીથી તેઓનો પરિવાર કલાને સમર્પિત છે.

? ધારાવાહિકોમાં યાદગાર પાત્રો

? મણીમટકું (ગુજરાતી) મટકાલાલ તરીકે (મુખ્ય કલાકાર)

? ફિલિપ્સ ટોપ ૧૦ મખ્ખન તરીકે

? એક મહલ હો સપનો કા’ મોહન તરીકે
સારથી ઘનુ કાકા તરીકે ( પહેલી સીરીયલ કે જેના 100 એપીસોડ થયેલા )

? સારાભાઇ vs સારાભાઇ (૨૦૦૬) વિઠ્ઠલ કાકા તરીકે

? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (૨૦૦૮-હાલમાં) નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઇવાલા – નટુકાકા તરીકે

? છુટા છેડા (૨૦૧૨) (ગુજરાતી)

? ખાસ વાતો

શ્રી કેશવલાલ શિવરામ નાયક, (મોટા દાદા)
શ્રી પ્રભાકર કેશવલાલ નાયક, (દાદા )
શ્રી ઘનશ્યામ પ્રભાકર નાયક ( નટુકાકા “રંગલો” )

આ કલાકાર ત્રણ પેઢીથી રંગભુમિથી જોડાએલા છે.

આમ, ઘનશ્યામ નાયક થિયેટર બેક ગ્રાઉન્ડમાંથી આવે છે. તેમના પિતા તથા દાદા પણ થિયેટર આર્ટિસ્ટ હતાં. જોકે, ઘનશ્યામ નાયક નથી ઈચ્છતા કે તેમના સંતાનો આ ફિલ્ડમાં આગળ જાય. તેમણે કહ્યું હતું કે તેમને ત્રણ સંતાનો છે અને કોઈને પણ એક્ટિંગ ફિલ્ડમાં રસ નથી. તેઓ નથી ઈચ્છતા કે તેમના સંતાનો તેમની જેમ આખી જીંદગી સંઘર્ષ કરે. તેમના સંતાનોએ પિતાના સંઘર્ષને જોયો છે અને તેમના માટે એટલું જ પૂરતું છે. તેઓ ઘણાં જ ક્રિએટિવ છે અને કોઈ પણ એક્ટર બનવા માંગતું નથી. તેમના આ નિર્ણયથી તેઓ ઘણાં જ ખુશ છે.

તેમણે ૨૦૦થી વધુ ગુજરાતી-હિંદી ફિલ્મ્સમાં કામ કર્યું છે. ૩૫૦થી વધુ હિંદી સીરિયલ્સમાં કામ કર્યું છે. આજથી ૧૦ વર્ષ પહેલાં તેમના જીવનમાં આર્થિક નાણાકીય મુશ્કેલી આવી હતી અને તેઓ ઘરનું ભાડું ચૂકવી શકે તેમ નહોતાં. તેમણે આસપાસના લોકો પાસેથી ઉધાર પૈસા લઈને ભાડું ચૂકવ્યું હતું. જોકે, આજે પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે.

ઘનશ્યામ નાયકે કહ્યું હતું કે તેમણે તેમના જીવનમાં ઘણો જ સંઘર્ષ કર્યો હતો. એક સમય એવો હતો જ્યારે તે ૨૪-૨૪ કલાક કામ કરતાં હતાં અને તેમને માત્ર ૩ રૂપિયા જ મળતાં હતાં. પૈસા માટે તેઓ રસ્તા પર પણ પર્ફોમ કર્યું છે. આજથી ૧૦-૧૫ વર્ષ પહેલાં તેમની પાસે આટલા પૈસા નહોતાં. તે સમયે તેમને એક્ટિંગના પૂરા પૈસા પણ મળતાં નહોતાં. તે સમયે તેમણે ઘરનું ભાડું તથા બાળકોની સ્કૂલ ફી ભરવા માટે પડોશીઓ પાસેથી ઉધાર પૈસા લીધા હતાં. તેમણે તેમના આખા જીવન દરમિયાન પૈસા માટે ઘણો જ સંઘર્ષ કર્યો છે. જોકે, ‘તારક મહેતા…’ સીરિયલ બાદ તેમના જીવનમાં આર્થિક સ્થિરતા આવી છે. તેઓ સારા પૈસા કમાવવા લાગ્યા હતાં અને આજે મુંબઈમાં તેમનું પોતાનું ઘર છે.

? રમુજ

હવે જેઠાલાલ કદાચ આ જન્મદિવસ નિમિતે નટુકાકાનો પગાર વધારી આપશે.

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? લેખન, સંકલન અને Post :– Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

? આ પોસ્ટમાં કોઇએ કઇપણ પ્રકારનો ફેરફાર કરવો નહિ.

ટીપ્પણી