‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને આજે પૂરા થયા 10 દશ વર્ષ, જાણો તેની સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક એવી કોમેડી સીરિયલ છે, જે દર્શકોને હસાવી હસાવીને દીલ જીતી લીધું છે. આજે દરેક ઘરમાં તારક મહેતા સીરિયલના કેરક્ટર ઘેર ઘેર ફેમસ થઈ ગયા છે. ના તો એેમાં ત્યાં ક્યારે કોઈ લીપ આવ્યો અને કેરેક્ટર્સને લઈને પણ કોઈ છેડખાની કરવામાં આવી નથી. જેઠાલાલ અને તેમની ગોકુલધામ સોસાયટી 11માં વર્ષે પ્રવેશ કરવા જઈ રહી છે. 28 જુલાઈએ તારક મહેતા કા ઉલ્ટા શો પોતાના 10 વર્ષ પૂરા કરશે.

Image result for tarak mehta ka ooltah chashmahશો ના જેઠાલાલ, દયાબેન, બાબુજી, ટપ્પૂ, મહેતા સાહેબ, સોઢી અને પોપટલાલ જેવા કેરેક્ટર્સ આજે ઘેર ઘેર લોકપ્રિય થઈ ગયા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન બાળકોથી લઈને બાપુજી સુધી દરેકને ઓળખે છે. પણ શું તમે જાણો છો તારક મહેતા શો વિશેની રસપ્રદ વાતો? આસિત મોદી એ કેવી રીતો શો શરૂ કર્યો કેવી રીતે કેરેક્ટર્સ સિલેક્ટ કરવામાં આવ્યા. આજે અમે જણાવીશું આવી જ રસપ્રદ વાતો વિશે.

આસિત મોદીને આ સીરિયલ બનાવોના આઈડિયા ગુજરાતી મેગેજીનમાં આવતી એક કોલમ પરથી આવ્યો હતો, જેનું નામ દુનિયાના ઉંધા ચશ્માં હતું તેના પરથી આસિત મોદીએ આ સીરિયલનું નામ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નામ રાખ્યું. આજથી દશ વર્ષ પહેલા આસિત મોદીએ આ સીરિયલ બનાવા માટેના બધા રાઈટ્સ ખરીદી લીધા હતા. તેઓ સીરિયલને ઓન એર કરવા માટે ચેનલોના ઘણા બધા ધક્કા ખાધા છે પણ કોઈ ચેનલ તારક મહેતા સીરિયલને ઓન એર કરવા નહતી માંગતી ત્યારે સબ ટીવી એ આસિત મોદીને તારક મહેતાને ઓન એર કરવાની તક આપી. જાણે તારક મહેતાના કેરેક્ટર વિશેની વાતો જે તમે ક્યારેય નહીં સાંભળી હોય.

-. તમને જાણીને આંચકો લાગશે પણ આ સીરિયલમાં જેઠાલાલનાં પાત્ર માટે પહેલી પસંદગી સ્વ. જતીન કાણકિયાની કરવામાં આવી હતી. તેમજ જતિન કણાકિયાએ આસિત મોદીને દુનિયાના ઉંધા ચશ્મા પરથી સીરિયલ બનાવાનો આઈડિયા આપ્યો હતો. પરંતુ જતીનને પેનક્રિયાસનું કેન્સર હોવાને કારણે તેમનું નિધન થઈ ગયું. ત્યારે આસિત મોદી ચિંતમાં આવી ગયા હતા કે હવે જેઠાલાલનું પાત્ર કોણ કરશે.

Image result for जेठा लाल-તેમજ દિલીપ જોષી જે અત્યારે જેઠાલાલનાં પાત્રમાં છે તે તાકર મહેતા સીરિયલમાં બાપુજીનો રોલ કરવાના હતા. તેમજ જેઠાલાલનું કેરેક્ટ જતીન કાણકિયા કરવાના હતા. પરંતુ એકદમ જતિનનું નિધન થઈ જવાને લીધે આસિત મોદીએ જેઠાલાલ માટે દિલીપ જોષીની પસંદગી કરી અને તેમને જેઠાલાલનું કેરેક્ટર પ્લે કરવાનો નિર્ણય લીધો. આજે આસિત મોદીનો આ નિર્ણય સફળ સાબિત કરે છે જેઠાલાલ પોતાની કોમેડીથી ઘેર ઘેર લોકપ્રિય બની ગયા છે.

-સીરિયલમાં તારક મહેતા બનતા શૈલેષ લોઢા જોધપુરમાં રહેતા હતાં. શરૂઆતના બે વર્ષ શૈલેષ લોઢા જોધપુરથી મુંબઈ શૂટિંગ માટે આવતા હતાં. તે પાંચ દિવસ મુંબઈમાં રહેતા અને બે દિવસ જોધપુર જતા હતાં. જોકે, હવે તેઓ મુંબઈ જ રહે છે.આ સીરિયલમાં જેઠાલાલાના ખાસ મિત્રનું પાત્ર ભજવતા તારક મહેતાની વાત કરીએ તો, શૈલેષ લોઢા બે વર્ષ સુધી જોધપુરથી મુંબઈ અપડાઉન કરતા હતા. સીરિયલનું શૂટિંગ ચાલું હોય ત્યારે તેઓ થોડાક દિવસ મુંબઈ રહેતા અને પછી પોતાના પરિવાર પાસે જોધપુર જતા હતા. તમને જાણીને નવાઈ લાગશે પણ જ્યારે આ સીરિયલની શરૂઆત થઈ ત્યારે તેને જોવાનું કોઈ પસંદ નહતું કરતું એ સમય આસિત મોદી માટે બહુ ખરાબ હતો તેઓ પોતાના પૈસાથી કલાકારોને પૈસા આપતા હતા.

Image result for tarak mehta ka ooltah chashmah asit modi– આ શોમાં મિસ્ટર ઐય્યર એટલે કે સીરિયલમાં બબતિજીના પતિનો રોલ કરે છે તેમનુ અસલી નામ તનુજ મબાશબ્દે છે અને તેઓ સીરિયાલના કો-રાઈટર છે. જ્યારે દિલીપ જોષીની નજર મુનમુન દત્તા એટલે કે બબિતાજી પર ગઈ અને તેના પછી સીરિયલના સેટ પર ઐય્યરને જોઈને તેમને સીરિયલમાં બંગાળી અને તમિલ કપલ લેવાની વાત કરી હતી. આ સીરિયલમાં જેઠાલાલને બબીતાજી બહુ ગમે છે તેમજ ઐય્યર સાથે અવાર-લવાર ઝગડા કરતા જોવા મળે છે.

Image result for tarak mehta ka ooltah chashmah babita and mrs.iyer-આ સીરિયલમાં મુખ્ય અભિનેત્રીના રોલમાં દિશા વાકાણી હતી. આ સીરિયલમાં દયા ભાભી એટલે કે જેઠાલાલની પત્ની માટે દિશા વાકાણીને આ કેરેક્ટર ઓફર કરવામાં આવ્યું હતું ત્યારે તમને આ રોલ કરવાની ના પાડી દીધી હતી. કેમ કે, તેઓ ત્યારે અમદાવાદમાં પોતાના પિતા સાથે નાટક કરવામાં વ્યસ્ત હતા. જો કે પાછળથી દિશા વાકણી દયાભાભીનો રોલ કરવા માટે તૈયાર થઈ ગયા હતા અને આ સીરિયલમાં તેમના રોલના લીધે તેઓ ઘેર ઘેર પ્રખ્યાત થઈ ગયા છે.

Related image– કદાચ જાણીને તમે નવાઈ પામી જશો પણ સીરિયલની શરૂઆતમાં ઘણા બધા સુધારા આસિત મોદીએ કર્યા હતા જેનાથી સ્વ. તારક મહેતા નાખુશ હતા. તેમજ તેઓ સીરિયલમાં બધા એપિસોડ જોતા અને સીરિયલમાં અમુક વાત જે ન હતી ગમતી તેમને તે સુધારવા માટે તેમને આસિત મોદીને સલાહ આપતા. તેના પછી ધીમે ધીમે લોકો તારક મહેતા સીરિયલ જોવા લાગ્યા અને આજે આ સીરિયલે 10 વર્ષ પૂરા કર્યા છે.

Image result for tarak mehta ka ooltah chashmah– તેમજ સીરિયલમાં અલગ અલગ રાજ્યના કેરેક્ટર્સ લેવામાં આવ્યા છે, જેમ કે, મહારાષ્ટ્રીયન, ગુજરાતી અને બેંગોલી પરિવારની આસપાસ કહાની છે. સીરિયલની શરૂઆતમાં જો તમે એપિસોડ જોયા હશે તો તે સમયે એક રાજસ્થાની કપલ પણ હતું, પરંતુ અમુક કારણોના લીધે થોડાક સમય પછી રાજસ્થાની કપલે સીરિયલમાં કામ કરવાનું બંધ કરી દીધું. તેવું કહેવામાં આવે છે કે અસિત મોદીએ આ રાજસ્થાની કપલને તેમના નંખરાને લીધે કાઢી મૂક્યા હતા.

Related image

– તારક મહેતા ના બાળકલાકરોની વાત કરીએ તો અસિત મોદી જ બાળકલાકાર માટે ઓડિશન લેતા હતાં. ત્યારે સૌથી પહેલા પસંદગી ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધીની કરવામાં આવી હતી જે પોતાના કઝિન સાથે ઓડિશન આપવા માટે આવ્યો હતો. ત્યારે ઓડિસન વખતે કોઈનું ધ્યાન સમય શાહ પર ગયું અને પછી તરત સમયને ઓડિશન માટે કહ્યું અને આ રીતે તેનું સિલેક્શન થયું હતું. તમને જણાવી દઈએ કે ગોગીના પાત્ર માટે બીજા કોઈ બાળકલાકારની પસંદગી કરવામાં આવી હતી પરંતુ ઓડિશન વખતે સમય શાહને પસંદ કરવામાં આવ્યો હોવાથી ગોગીનું પાત્ર તેને આપવામાં આવ્યું.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી