‘તારક મહેતા’ની ટપ્પુસેના દિવાળીની ઉજવણી કરવા પહોંચી ઝુંપડપટ્ટીમાં, ચંપક ચાચાએ આપી આ મસ્ત ગીફ્ટ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ભારતની સૌથી લોકપ્રિય સિરિયલ માની એક છે. તેમના દરેક પાત્રએ લોકોના મનમાં ઉંડી છાપ ઉભી કરી છે. હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. તો તેની ઉજવણીમાં સિરિયલના કલાકારો પણ પાછળ નથી.

image source

દિવાળીના અવસર પર તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની ટપ્પુ સેનાએ ઝૂંપડપટ્ટી વિસ્તારનાં ગરીબ બાળકો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો અને તેમની દિવાળી યાદગાર બનાવી હતી. આ દરમિયાન ચંપક ચાચા એટલે કે બાપુજીએ પણ બાળકો સાથે હાજરી આપી હતી. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોને જોઈને બાળકો ખુશ થઈ ગયા હતા.

બાળકોની દિવાળી ખાસ બની ગઈ

image source

નોંધનિય છે હર વખતે સિરિયલમાં તહેવારની ઉજવણી કરવામાં આવે છે. દિવાળી હોય કે નોરતા કે પછી જન્માષ્ટમી. દરેક તહેવાર પર કઈક નવુ આકર્ષણ આ સિરિયલમાં જોવા મળે છે. આ વખતે દિવાળી પર ટપ્પુસેનાના ટપ્પુ, ગોગી, ગોલી, પિંકુ અને સોનુ સેલિબ્રેશન માટે મુંબઈના એક ઝૂંપડી વિસ્તારના ગરીબ બાળકોની મુલાકાત માટે પહોંચ્યા હતા. બધાં બાળકો તેમની સાથે રંગોળી, મીઠાઈ, ફટાકડા લઈને ગયા અને જેનાથી ગરીબ બાળકોની દિવાળી ખાસ બની ગઈ. તમામ બાળકોએ દિવાળી સેલિબ્રેસન ધૂમધામથી કહ્યું હતું..

image source

આ પ્રસંગની કેટલીક તસવીરો પણસામે આવી છે, જેમાં ટપ્પુસેનાએ બાળકો સાથે ખૂબ ડાન્સ પણ કર્યો છે. બધા એક્ટર્સ ટ્રેડિશનલ કપડાંમાં હતાં. તેમણે ગરીબ બાળકોને કપડાં અને મીઠાઈ પણ વહેંચી. સેલિબ્રેશન દરમિયાન કાસ્ટે કોરોનાને ધ્યાનમાં રાખીને બધી સાવચેતી પણ રાખી હતી. આ આયોજનથી ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોની દિવાળી યાદગાર બની ગઈ હતી.

અનેક મહત્વના કલાકારોએ આ શો છોડ્યો

image source

ભારતનો સૌથી લોકપ્રિય લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા એક દાયકાથી વધુ સમયથી લોકોને ભરપૂર મનોરંજન પુરૂ પાડી રહ્યો છે. જો કે અનેક મહત્વના કલાકારોએ આ શો છોડ્યો અને કેટલાક ઉતાર ચઢાવ જોવા મળ્યા. આમ છતાં લોકપ્રિયતાના મામલે તેણે સતત પ્રગતિ જ કરી છે. 12 વર્ષથી લોકોના મન પર રાજ કરી રહેલા આ શોની ટીમ હાલમાં જ રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ના સેટ પર પહોંચી. ત્યાં તમામ સ્પર્ધકો અને જજોએ તેમનું સ્વાગત કર્યું. ટીમની સાથે શોના પ્રોડ્યુસર આસિત મોદી પણ હતા.

image source

કમી બસ દયાબેનની હતી. આ કમી રુતુજાએ પૂરી કરી દીધી. શોમાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી છેલ્લા 1-2 વર્ષથી શોથી દૂર છે અને મેકર્સ તેની રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે એવા પણ અહેવાલો હતા કે મેકર્સ નવા દયાબેનની શોધમાં છે. પરંતુ ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ માં જઈને લાગે છે કે તેમની આ શોધ પૂરી થઈ ગઈ. શોમાં તેમને કોરિયોગ્રાફર રુતુજાના રૂપમાં નવા દયાબેન મળી ગયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ