જલ્સા કરોને જેંતીલાલ

રીટા રિપોર્ટર છે તારક મહેતા કા ઉલટા ચશ્માં સીરીયલના ડીરેક્ટરની પત્ની, જેઠાલાલ વિષે આ વાત તમે નહિ જાણતા હોવ…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કેટલીક જાણી અજાણી વાતો


તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં નોન સ્ટોપ 10 વર્ષ પુર્ણ કર્યા છે. આજે આ શો માત્ર મોટાઓમાં જ નહીં પણ નાના નાના ટાબરિયાઓમાં પણ ખુબ જ પ્રિય છે. જેમ બાહુબલી પાર્ટ-1 પૂરું થયા બાદ એક પ્રશ્ન રહેતો હતો કે બાહુબલીને કટપ્પા કો ક્યોં મારા તેવી જ રીતે. તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા સિરિયલના પ્રેક્ષકોને ઘણા બધા પ્રશ્નો સતાવે છે જેમ કે, પોપટ લાલના લગ્ન ક્યારે થશે ? જેઠા લાલના સાસુ એટલે કે દયાના માતાનો ચહેરો ક્યારે જોવા મળશે ? વિગેરે વિગેરે.

જેમ શોલે ફિલ્મનું એક એક કેરેક્ટર લોકોની જીભે વળગેલું છે તેવી જ રીતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલનું એક એક કેરેક્ટર લોકોમાં પ્રિય છે. આ શોએ લોકોના હૃદયમાં અડ્ડો જમાવી લીધો છે. તો ચાલો જાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કેટલીક જાણી અજાણી વાતો.

શું તમે જાણો છો દયા અને સુંદર વાસ્તવમાં પણ ભાઈ બહેન જ છે ?

હા, દયા એટલે કે દીશા વાકાણી અને સુંદર એટલેકે મયુર વાકાણી રીયલ લાઈફમાં પણ ભાઈ-બહેન છે. અને માટે જ તેમની રીલ લાઈફની બેન-ભાઈની જોડી પડદા પર પણ તેટલી જ વાસ્તવિક લાગે છે.

સુંદરલાલ એટલે કે મયુર વાકાણી ઇન્ડિયન કલ્ચરમાં માસ્ટર ડીગ્રી ધરાવે છે.

જો તમને સુંદર જેવા સાળાને જોઈને અવારનવાર જેઠા લાલની દયા આવતી હોય તો એ જાણી લોકે વાસ્તવમાં મયુર વાકાણી ઇન્ડિયન કલ્ચરમાં માસ્ટર ડીગ્રી ધરાવે છે અને સ્કલ્પ્ચર અને ડ્રામામાં ડીપ્લોમાં ડીગ્રી ધરાવે છે. રીલ લાઇફમાં ભલે તે એક નગુણો સાળો હોય પણ વાસ્તવમાં તે એક એજ્યુકેટેડ વ્યક્તિ છે. તે સારા સ્કલ્પ્ચર બનાવી જાણે છે.

શું તમે જેઠાલાલના બાપુજીની ખરી ઉંમર જાણો ?

ચંપકચાચા એટલે કે રીયલ લાઈફના અમિત ભટ્ટ કે જે જેઠા લાલના પિતા બન્યા છે તે વાસ્તવમાં દીલીપ જોશી એટલે કે જેઠાલાલ કરતા નાના છે.

શું તમે જાણો છો ટપ્પુનો રોલ કરનાર ભવ્ય ગાંધી બાળકોમાં સૌથી વધારે વળતર મેળવતો અભિનેતા છે ?

ચંપક ચાચાનો ટપુડો એટલે કે ભવ્ય ગાંધી એ ભારતિય ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે વળતર મેળવતો ચાઈલ્ડ આર્ટિસ્ટ હતો. તેણે શો છોડ્યો ત્યાં સુધી તેને દર એપિસોડે 10000 રૂપિયા મળતા હતા. તે આ શો સાથે લગભગ 8 વર્ષ સુધી જોડાયેલો રહ્યો. હાલ તેણે પોતાની જાતને અભ્યાસમાં વ્યસ્ત કરી લીધી છે.

ટપ્પુ અને ગોગી વાસ્તવમાં કઝીન બ્રધર્સ છે

તમને એવું થશે કે ક્યાં ગુજરાતી ટપુ અને ક્યાં પંજાબી ગોગી પણ હકીકત તો એ છે કે ગોગી એટલે કે સમય શાહ અને ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી એ કઝીન બ્રધર્સ છે.

શું તમને પોપટલાલના લગ્નની ચિંતા છે ? તો ચિંતા છોડી દો..

પ્રખર પત્રકાર પોપટલાલ એટલે કે શ્યામ પાઠકના લગ્નની જો ચિંતા તમને થતી હોય તો ચિંતા ન કરો તે વાસ્તવમાં મેરિડ છે અને ત્રણ બાળકોનો પિતા છે.

બાઘાના રોલ પહેલાં પણ શોમાં કેટલાક નાનકડા કેરેક્ટર પ્લે કર્યા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કાયમી ધોરણે બાઘાનો રોલ કરતા પહેલાં તેમણે સ્કૂલ ટીચર, ટેક્સી ડ્રાઈવર, અને રીક્ષા ડ્રાઈવરના રોલ આ શોમાં કર્યા છે.

જેઠા લાલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પહેલાં પણ બબીતાજી સાથે કામ કર્યું છે

હમ સબ બારાતી નામના શોમાં દીલીપ જોશીએ બબીતા એટલે કે મુનમુન દત્તા સાથે આ પહેલાં પણ કામ કર્યું છે.

દીશા વાકાણી ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા પહેલાં ગુજરાતી નાટકોમાં કામ કરતા હતા

દીશા વાકાણી ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં આવતા પહેલાં અનેક ગુજરાતી નાટકોમાં કામ કર્યું છે આ ઉપરાંત તેમણે કેટલીક હિન્દી ફીલ્મોમાં પણ કામ કર્યું છે. જો તમને યાદ હોય તો તેણીએ જોધા અકબરમાં ઐશ્વર્યાની દાસીનો રોલ કર્યો હતો.

તારક મહેતાનો રોલ કરનાર સૈલેશ લોઢા વાસ્તવમાં લેખક છે.

હા, તારક મહેતાનો રોલ નીભાવનાર સૈલેશ લોઢાએ વાસ્તવમાં ચાર પુસ્તકો લખ્યા છે. એટલે કહી શકાય કે તે રિયલ લાઈફમાં પણ લેખક જ છે.

બબીતા જી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરનાર વડીલોમાં સૌથી નાની છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ મુનમુન દત્તાએ તેણી 20 વર્ષની હતી ત્યારે જોઈન કરી હતી. આજે તેણી એડલ્ટ સ્ટારકાસ્ટમાં સૌથી યંગ એક્ટ્રેસ છે.

દીલીપ જોષીએ પોતાના અભ્યાસ કાળ દરમિયાન બેસ્ટ એક્ટરનો ઇન્ડિયન નેશનલ થિયેટર અવોર્ડ જીત્યો છે.

દીલીપ જોષી જ્યારે બી.કોમમાં અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન નાટકોમાં કામ કરતા હતા અને તે વખતે તેમને ઇન્ડિયન નેશનલ થિયેટર તરફથી બે વાર બેસ્ટ એક્ટર માટે અવોર્ડ મળ્યા છે.

દીશા વાકાણીના માતા-પિતાનો શોમાં ગેસ્ટ રોલ

દીશા વાકાણીના પિતાને કેટલીકવાર ચંપકલાલના કઝીન તરીકે બતાવવામાં આવ્યા છે તો કેટલાક નાના-નાના રોલ્સ પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત દીશા વાકાણીના માતાએ પણ શોમના એક એપિસોડમાં અભિનય કર્યો છે.

રીટા પત્રકાર એટલે કે શોમાં રીટા શ્રીવાસ્તવનો રોલ કરનાર પ્રિયા અહુજા વાસ્તવમાં શોના ડીરેક્ટર માલવ રાજડાની પત્ની છે.

શું તમે જાણો છો કે એકમેવ સેક્રેટરી ભીડે એ વાસ્તવમાં એક એન્જિનિયર છે ?

ગોકુલ ધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે વાસ્તવમાં એક એન્જિનિયર છે. અને એક સારો ગાયક પણ.

શું તમે એ જાણો છો કે દીલીપ જોષીનો મૂળ રોલ ચંપક ચાચાનો હતો ?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કાસ્ટિંગ વખતે દીલીપ જોશીનો ચંપક ચાચાના રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો.

નટુકાકાનો અદ્ભુત અભિન ગ્રાફ

નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકે 200થી વધારે ગુજરાતી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ ઉપરાંત તેમણે 100 જેટલા ગુજરાતી સ્ટેજ શો તેમજ 350થી પણ વધારે હિન્દી સીરીયલોમાં અભિનય કર્યો છે.

ઐયર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભૂતપૂર્વ રાઇટર છે

હા, તમને એ જાણીને નવાઈ લાગશે કે ઐયર એટલે કે તનુજ મહાશાબ્દે એ શરૂઆતમાં તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે એક લેખક તરીકે જ જોડાયા હતા. પણ જેઠા લાલ એટલે કે દીલીપ જોશીના આગ્રહના કારણે તેમને ઐયરનો રોલ આપવામાં આવ્યો. અને તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે વાસ્તવમાં તે સાઉથ ઇન્ડિયન નહીં પણ એક માહારાષ્ટ્રિયન છે.

પ્રેક્ષકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ સાથે એટલા વણાઈ ગયા છે કે તેના ચરિત્રો સાથે જોડાયેલી નાની નાની હકીકતો પણ તેમને અચરજ પમાડે તેવી અને રસ પમાડે તેવી છે. આપણે જ્યારે કોઈ સીરીયલ કે પછી કોઈ મૂવીને પસંદ કરીએ છીએ ત્યારે તેમાંના ચરિત્રોને પણ પસંદ કરીએ છીએ અને તેમના વિષે વધારે અને વધારે જાણવાની જીજ્ઞાશા સેવીએ છીએ. આશા છે કે અમે આ પોસ્ટ દ્વારા તમારી તે જીજ્ઞાશાને થોડા ઘણા અંશે પૂર્ણ કરી હશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version