તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લેખકે કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખેલું કારણ જાણીને હચમચી જશો તમે પણ

લોકપ્રિય ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના લેખકો માંથી એક અભિષેક મકવાણાએ આત્મહત્યા કરી લીધી છે. અને એમના આપઘાતના સમાચારથી ચકચાર મચી જવા પામી હતી.

મળેલી જાણકારી પ્રમાણે, મૃતક અભિષેક મકવાણા પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે. તમને જણાવી દઈએ કે અભિષેક મકવાણા છેલ્લા કેટલાક સમયથી તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલ લખી રહ્યા હતા. પોલીસ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે અભિષેક મકવાણા એમના જીવનમાં આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હતા.

image source

તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે અભિષેક મકવાણાએ આત્મહત્યા કરી હતી. આ વિશે તેમના પરિવારે આરોપ લગાવ્યો હતો કે તે સાયબર ફ્રોડનો શિકાર બન્યો હતો અને તેને છેલ્લા કેટલાક સમયથી બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો.

પ્રાપ્ય સમાચારો અનુસાર અભિષેક મકવાણાનો પરિવાર અને મિત્રો આરોપ લગાવી રહ્યા છે કે અભિષેક મકવાણાના મૃત્યુ પછીથી ફ્રોડ કરનારાઓ તરફથી વારે ઘડીએ પૈસા માટે ફોન આવી રહ્યા હતા કારણ કે અભિષેક મકવાણાએ તેને લોનમાં ગેરન્ટર બનાવ્યા હતા.

image source

અભિષેક મકવાણા 27 નવેમ્બર 2020ના રોજ તેમના કાંદિવલી સ્થિત મકાનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, એ પછી ચારકોપ પોલીસે આ કેસમાં એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો હતો. આ સમગ્ર મામલે અભિષેક મકવાણાના પરિવારનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.

એક રિપોર્ટ અનુસાર અભિષેક મકવાણાના ભાઈ જેનિસે ખુલાસો કર્યો છે કે અભિષેક મકવાણાના ઇમેઇલ્સ પરથી એમની સાથે આર્થિક છેતરપિંડી થઈ હોય તેવી વાત સામે આવી છે.

image source

અભિષેકના ભાઈનું કહેવું છે કે “મેં મારા ભાઈના ગુજરી ગયા પછી એમના મેઈલ ચેક કર્યા. મને અલગ અલગ નંબર પરથી ફોન આવી રહ્યા હતા અને મારા ભાઈ દ્વારા લેવામાં આવેલા નાણાં ચૂકવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. એક કોલ બાંગ્લાદેશથી આવ્યો હતો. તો બીજો એક કોલ મ્યાનમારના નંબરથી આવ્યો છે. જ્યારે બીજા કેટલાક કોલ ભારતની જ જુદી જુદી જગ્યાઓ પરથી આવ્યા છે.

એમને આગળ કહ્યું કે ” મને એક વાત ખબર પડી ગઈ કે મારા ભાઈએ કોઈ નાની લોન લીધી હતી કોઈ ઇઝી લોન એપ પાસેથી જે ખૂબ જ વધુ વ્યાજદર લગાવતી હતી. એ પછી મેં એમની લેવડદેવડની તપાસ કરી તો એ સતત મારા ભાઈને અમુક રકમ મોકલતા હતા.જ્યારે મારા ભાઈએ લોન માટે એપ્લાય પણ નહોતું કર્યું. આ ઋણ પર વ્યાજ 30% હતું.

image source

આ સિવાય પોલીસના જણાવ્યા મુજબ અભિષેક મકવાણાની સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે અને તેમાં પણ અભિષેક મકવાણા દ્વારા આર્થિક છેતરપિંડીની વાત કરવામાં આવી રહી છે, જેનો તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી સામનો કરી રહ્યા હતા પરંતુ આ વિશે અભિષેક મકવાણાએ વધુ લખ્યું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ