જલ્સા કરોને જેંતીલાલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ફરી એક નિર્ણય લેવા વિચારે છે. દિશા વકાણીને સ્થાને કોણ આવશે??

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ફરી એક નિર્ણય લેવા વિચારે છે. દિશા વકાણીને સ્થાને આવવા વિશે જાણો છો શું કહે છે આ અભિનેત્રી?


છેલ્લાં દોઢ વર્ષથી કોમેડિ સિરિયલની સૌથી લોકપ્રિય અને ખૂબ હસાવાનાર પાત્ર દયાભાભી સેટ પરથી ઓઝલ છે. કેટાલ્ય વખતથી દર્શકોએ ‘એ હાલો…’ અને ‘હે મા માતાજી’ નથી સાંભળ્યું.


આખી ટીમે હાલમાં સિંગાપોરની ટ્રીપ કરી છે. અને અગાઉ પણ સારા એવા એપિસોડ પસાર થઈ ગયા છે જેમાં દયાભાભીના પાત્રને અમદાવાદ તેમના મમ્મી પાસે ગયાં હોવાનું બતાવેલું રહેલું છે. તેમ છતાં જેઠાલાલ, ટપ્પુ અને ચંપકચાચાનો પરિવાર અધૂરો લાગે છે. દર્શકોની એક સાથે જુદી જુદી રીતે સિરિયલના નિર્માતાઓને ફરિયાદ મળતી રહે છે કે દયાભાભીને ફરીથી જલ્દી લઈને આવો. સિરિયલમાં હમણાં મજા નથી આવતી.

ફરિયાદના આ સૂરને ટીમ સુધી પણ પહોંચતાં વાર નથી લાગતી. પરંતુ અસિત મોદી અને આખી ટીમ દસ વર્ષથી દર્શકોના દિલમાં રાજ કરતાં દિશા વકાણીના પરત ફરવાની રાહ જોઈ રહ્યાં છે.

અસિત ભાઈએ અગાઉ અનેક વખત દિશા વકાણી અને એમના પતિ સાથે સંપર્ક કર્યો છે. પરંતુ તેમનો એક જ જવાબ રહ્યો છે, તેઓ હાલમાં નહીં આવી શકે કેમ કે તેમની દીકરી હજુ ખૂબ નાની છે. અને માતાની કાળજીની તેને જરૂર છે.

અસિત મોદીએ તેમને એવું પણ આશ્વાસન આપ્યું હતું કે દરેક સુવિધાઓ સેટ તેમની બેબીને આપવામાં આવશે અને તેમના અનુકૂળ સમયે જ શૂટિંગનો શિડ્યુલ ગોઠવાશે.

આ બધી જ વાતોને પણ નજરઅંદાજ કરીને દિશા વકાણીએ અને તેમના પતિએ જૂના પેમેન્ટની પણ વાત કરી છે એવી અફવા પણ અગાઉ સંભળાઈ હતી. ત્યારે છેલ્લું અલ્ટિમેટમ આપીને અસિત મોદીએ તેમને નિર્ણય લેવાનો સમય આપ્યો હતો. હાલ, એ પણ અવધિ પૂરી થઈ ગઈ હોવાનું જણાય છે.

નવેમ્બર ૨૦૧૫માં મુંબઈ સ્થિત મયૂર પડિયા નામના ધનવાન ચાર્ટડ એકાઉન્ટટ સાથે દિશા વકાણીએ લગ્ન કર્યાં હતાં અને વર્ષ ૨૦૧૭ ડિસેમ્બરથી તેઓ ટી.વી.ના પડદે દેખાયાં નથી ત્યારથી સિરિયલમાં દયાભાભીનું પાત્ર ગાયબ છે.

આ સ્થિતિમાં નવા પાત્ર તરીકે કોણ આવશે અને કોણી પસંદગી થશે એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે. અને જો બીજી અભિનેત્રી આવશે તો શું તેને પણ દર્શકો એટલું પસંદ કરશે ખરાં જેટલું દિશા વકાણીને કર્યા છે?

એવા અનેક સવાલો સાથે દયાભાભીના પત્રમાં બે નાનોની અફવાહ સંભળાતી થઈ છે. જેમાં પહેલું નામ છે ગુજરાતી સિરિયલની લાડલી ગોપી વહુ ઉર્ફે જીયા માણેક અને અનુભવી અભિનેત્રી અમી ત્રિવેદી…

જીયા માણેક

સાથ નિભાના સાથીયા સિરિયલથી પોપ્યુલર થયેલ આ ગુજરાતી સ્ટાઈલનો ચહેરો દર્શકો ખૂબ જ પસંદ કરે છે. જેથી એવી એક અટકળને નકારી ન શકાય છે એમના નામની પસંદગી દયાભાભીના પાત્ર માટે કરી શકાય. તેમ છતાં સિરિયલની ટીમ કે સોની તરફથી એ વાતની પૂષ્ટિ કરવામાં આવી નથી જેથી ચોક્કસ રીતે આજ અભિનેત્રી આવશે એવું કહી ન શકાય.

અમી ત્રિવેદી

ગુજરાતી સિરિયલોમાં આ ચહેરો વર્ષોથી જાણીતો છે અને તેમના નામની અફવા ઘણાં સમયથી ચાલી રહી છે ત્યારે એક મીડિયા રીપોર્ટરે એમને આ વિશે પૂછ્યું ત્યારે એમણે જણાવ્યું એ ખરેખર રસપ્રદ છે અને તેમની વિચારસરણી દાદ દેવા જેવી છે. જાણો એમણે શું કહ્યું.

અમી ત્રિવેદી કહે છે કે મારા અનેક મિત્રો મને કહે છે કે મારે દિશાના રોલ માટે વાત કરવી જોઈએ કેમ કે તેનો ચહેરો અને સ્ટાઈલ બધું જ આ પાત્રને સૂટ થાય તેવું છે. ત્યારે મેં મારા મિત્રોને જણાવ્યું કે મને હજી સુધી અસિત મોદી કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ તરફથી કોઈ એવો એપ્રોચ થયો નથી. અને સામેથી એ વિશે વાત કરવી પણ યોગ્ય નથી. બની શકે હજુ દિશા વકાણીના પાછા આવવાની રાહ જોવાઈ રહી હોય.

વળી દિશા વકાણીએ ૧૦ વર્ષ સુધી આ રોલ કર્યો છે ત્યારે તેમને રિપ્લેસ કરીને એમની જગ્યાએ કામ કરવું પણ મુશ્કેલ થઈ શકે છે. કારણ કે દર્શકો એવો જ પ્રેમ અને પસંદગી આપશે કેમ એ પણ એક પ્રશ્ન રહેશે. પછી ભલેને આ પાત્ર નિભાવવા અન્ય કોઈ પણ અભિનેત્રી આવશે તેને માટે આ એક ચેલેન્જ હશે.

બીજી તરફ અસિત મોદીજીનું આ વિશે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું દર્શકો તો જરૂર ઇચ્છશે કે જેઠાલાલનું પરિવાર ફરીથી પૂરું થઈ જાય.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version