પ્રેમની વસંત બારેમાસ – લાખો રૂપીયા તને મુબારક, બસ મારે તો માત્ર મારા પતિનો પ્રેમ જ જોઇએ…

સવારનો સમય છે અને ઘરમાં મહિલાઓ વહેલી ઉઠીને ઘરની તથા ફળીયાની સાફસફાઇ કરી રહી છે. પક્ષીઓનો મધુર અવાજ સંભળાઇ રહ્યો છે. મંદિરોમાં મંગળા આરતી થઇ રહી છે. આવા શુભમંગળ સમયે નિશા તેના પતિ નિખીલને જગાડી રહી છે. સાંભળો છો, પથારીમાંથી ઉંભા થાવ, આજે તમારે વહેલા બહાર જવાનું છે, તમને યાદ છે ને તેમ નિશાએ કહ્યુ. થોડીવાર સુવા દે, અડધો કલાક પછી ઉભો થઇ જવ છુ તેમ નિખીલ કહીને પાછો સુઇ ગયો. નિશાના વારંવારના પ્રયાસો છતા પણ નિખીલ પથારીમાંથી ઉભો ન થયો તે ન જ થયો. નિખીલ પથારીમાં પડખા ફરી રહ્યો છે.

એકાદ કલાક પછી નિશાએ કહ્યુ હવે તો સુરજ માથે આવી ગયો છે, સુર્યવંશી હવે તો ઉભા થાવ. પછી પથારીમાં જ આળસ મરડતા નિખીલ કહે છે કે મારા માટે ગરમા ગરમ ચા નાસ્તો બનાવ. ચા નાસ્તો તો ક્યારનો તૈયાર છે તમે પથારીમાંથી બહાર આવો ત્યારે નાસ્તો આપુને તેમ નિશાએ કહ્યુ. થોડીવારમાં નિખીલ તૈયાર થઇને કહે છે કે લાવો ત્યારે ચા નાસ્તો કરી લઉ. સવારના સમયે પતિ પત્નિની મીઠી વાતો ચાલી રહી હોય છે ત્યાં નિખીલના મોબાઇલ પર નિલોફરનો ફોન આવે છે અને તે ચા નાસ્તો કર્યા વગર જ ઘરેથી નિકળી જાય છે. આ જોઇને નિશા ખુબ નિરાશ થાય છે અને વિચારે છે કે કોનો ફોન આવ્યો હશે? તે આજે કેમ ચા નાસ્તો કર્યા વગર જતા રહ્યા? આ બાજુ નિશા નિખીલની સતત ચિંતા કર્યા કરે છે તો બીજી બાજુ નિલોફર પણ નિખીલ તરફ ધીમે ધીમે આકાર્ષિત થઇ રહી છે.

નિલોફર નિખીલનો પ્રેમ મેળવવા માંગે છે. આજે નિલોફર સફેદ વસ્ત્રોમાં પરી જેવી લાગી રહી છે અને નિખીલને પોતાના તરફ આકર્ષિત કરવા માટે અવનવી તરકીબો અપનાવી રહી છે. નિલોફરે નિખીલને કામના બાહનાથી બોલાવ્યો છે પરંતુ નિલોફરના મનમાં તો કઇક બીજુ જ ચાલી રહ્યુ છે. નિલોફર જાણે છે કે નિખીલ સવારમાં ભુખ્યો નથી રહી શકતો એટલે તે નિખીલને કેન્ટીનમાં જ બોલાવે છે અને નિખીલ આવે તે પહેલા ચા નાસ્તાનો ઓર્ડર પણ આપી દે છે. નિખીલ કેન્ટીનમાં આવે છે કે તરત જ કહે છે કે ભુખ લાગી છે, પહેલા નાસ્તો કરી લઇએ પછી કામની વાત કરીશુ.

નિલોફર તથા નિખીલ એક જ ડીસમાં નાસ્તો કરી રહ્યા છે અને સાથે હળવી મજાક પણ કરી રહ્યા છે. ભરપેટ નાસ્તો કર્યા પછી નિખીલ કહે છે કે બોલ તારે સવારમાં મારૂ શુ કામ પડી ગયુ? કામ તો એવુ છે કે… તેમ કહીને નિલોફર કઇ બોલતી નથી અને મૌન રહે છે.

જે કામ હોય તે કહી દે ને, આમ ચુપચાપ ક્યા સુધી રહીશ તેમ નિખીલે કહ્યુ. હું જે કહેવું છે તે સાચુ કહી દઉને તેમ નિલેફરે પ્રશ્ન કર્યો. હા બેધડક સાચુ કહી દે તેમ નિખીલી કહ્યુ. નિલોફરે કહ્યુ કે હું તને પ્રેમ કરૂ છુ. આપણે બન્ને સારા મિત્રો છીએ અને મિત્રો જ રહેશુ. આપણા વચ્ચે બે મિત્રો જેવો ગાઢ પ્રેમ પહેલાથી જ છે તેમ નિખીલે કહ્યુ. નિખીલ હું તને વર્ષોથી ચાહું છું. મે તારૂ પળેપળ ધ્યાન રાખ્યુ છે, હું તારા વગર નહિ જીવી શકૂ. જો હું તને પસંદ ન હોઉ તો હું મૃત્યુને વાહલુ કરવાનું પસંદ કરીશ તેમ નિલોફરે ગર્ભિત ધમકીના સ્વરમાં કહ્યુ.

આ શબ્દો સાંભળતા જ નિખીલ સ્તબ્ધ થઇ જાય છે અને નિલોફર કોઇ ખોટુ પગલુ ન ભરી લે તે અંગે ચિંતિત થઇ જાય છે. નિખીલ તું આજે મૌન ન રહીશ, કાં હા પાડી દે કાં ના પાડી દે તેમ નિલોફરે કહ્યુ. એક કલાકથી વધુ સમય થઇ જવા છતાં પણ નિલોફર તથા નિખીલ વચ્ચે સંવાદ ચાલ્યા કરે છે. આખરે નિખીલ કહે છે કે જો નિલોફર હું પરણીત છુ અને તું અપરણીત. હું મારા લગ્ન જીવનની મર્યાદામાં રહીને તને પ્રેમ કરીશ તેમ નિખીલે કહ્યુ. નિખીલના આ શબ્દો સાંભળતા જ નિલોફર ખુશ થઇ જાય છે અને નિખીલને ભેટી પડે છે.

હવે તો સવારથી સાંજ સુધી નિલોફર નિખીલની સાથે પડછાયાની જેમ સાથે રહે છે અને નિખીલને દરેક કામમાં મદદરૂપ બની રહી છે. નિખીલ હવે ઘરેથી સવારે વહેલો ઉઠીને નિકળી જાય છે અને રાત્રે પણ મોડો ઘરે આવી રહ્યો છે. કેટલીક વખત તો નિખીલ જમ્યા વગર સુઇ જાય છે. જેના કારણે નિશા ચિંતિત થઇ જાય છે અને નિખીલને પુછે છે કે મારાથી કોઇ ભુલ થઇ ગઇ છે કે શુ? તમે કેમ સાવ બદલાઇ ગયા હોત તેમ વર્તન કરો છો. નિખીલે થોડા મોટા અવાજમાં કહ્યુ કે તું ઘરમાં ધ્યાન આપ. હું શુ કરૂ છુ એ તારે ધ્યાન રાખવાની કોઇ જરૂર નથી.

ઘરમાં તને જે જોઇએ તે બધી ચીજ વસ્તુઓ મળી રહે છે ને. તું કામથી કામ રાખ. મને મારૂ કામ કરવા દે. આ સાંભળીને નિશા અલગ રૂમમાં જતી રહે છે અને ચોધાર આંસુએ રડવા લાગે છે. થોડીવાર પછી નિશા પોતાની જાતને સંભાળે છે અને નક્કી કરે છે કે નિખીલના બદલાવા પાછળ ચોક્કસ કોઇ રાઝ છે, તે રાઝ હું ખોલીને જ રહીશ. બીજા દિવસે નિશા થોડી વહેલી ઉઠી જાય છે અને ઘરનું બધુ કામકાજ પતાવી દે છે. નિખીલ જેવો સવારે ઘરની બહાર નિકળે છે કે તેની પાછળ નિશા પણ આવે છે. નિખીલ કેન્ટીનમાં જઇને નિલોફર સાથે નાસ્તો કરવા લાગે છે અને મસ્તી મજાક કરે છે.

આ બધુ જોઇને નિશાની આંખો પહોળી થઇ જાય છે. નિશા નિલોફરને જોઇને તરત જ ઓળખી જાય છે કે આ તે જ છોકરી છે જે પૈસાદાર પુરૂષોને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે અને પૈસા પડાવે છે. નિશા ત્યાંથી સીધી પોતાના ઘરે આવી જાય છે અને મક્કમ મન બનાવી ને સંકલ્પ કરે છે કે હું મારા પતિ નિખીલને છદ્મવેશી નિલોફરની મોહજાળમાંથી મુક્ત કરાવીશ. મોડી રાત્રે નિખીલ ઘરે આવે છે અને પથારીમાં જઇને સુવા જાય છે ત્યાં નિશાએ કહ્યુ કે, આવી ગયા નિલોફર પાસે થી પાછા. આ સાંભળતા જ નિખીલના પગ નીચેથી ધરતી ખસી જાય છે. તે એક શબ્દ પણ બોલી શકતો નથી અને નિશાની સામે જોયા કરે છે. થોડીવાર પછી નિખીલ કહે છે કે કોણ નિલોફર? હું કોઇ નિલોફરને ઓળખતો નથી.

મને ઉંઘ આવે છે એટલે સુઇ જવ છું. આજે તમારે મને બધુ સાચુ કહેવુ પડશે, મે આજે તમને અને તે પાખંડી નિલોફરને સાથે કેન્ટીનમાં નાસ્તો કરતા તથા મસ્તી મજાક કરતા જોયા છે. તમે નિલોફરને ઓળખતા નથી તે જે પૈસાદાર પુરૂષોને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે અને પછી પૈસા પડાવાનું જ કામ કરે છે. પત્નીની આ વાત સાંભળીને પ્રાયશ્ચિત કરતા નિખીલ કહે છે કે મારાથી બહું મોટી ભુલ થઇ ગઇ છે. નિલોફરે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. હવે તું જ મને આ મુશ્કેલીમાંથી ઉગારી શકે છે. નિશાના કહેવાથી નિખીલ નિલોફરને ઘરે બોલાવે છે.

થોડીવારમાં જ નિલોફર ઘરે આવીને નિખીલને ગળે મળવા જાય છે ત્યાં જ નિશા વચ્ચે આવીને નિલોફરને અટકાવે છે અને કહે છે કે તારા પાપનો ઘડો ભરાઇ ગયો છે, આજે તારૂ પાખંડ ખુલ્લુ પડી ગયુ છે. તું તારા પતિનું ધ્યાન ન રાખી શકે એ માટે તું જવાબદાર છું. મે તો નિખીલને હરહંમેશ ખુશ જ રાખ્યો છે તેમ નિલોફરે કહ્યુ. તે નિખીલને નહિ તેના પૈસાને જ પ્રેમ કર્યો છે, બોલ તારે નિખીલને ભુલવાના કેટલા પૈસા જોઇએ છે? તેમ નિશાએ જણાવી દિધુ. પૈસા જ આપવા છે તો દશ લાખ રૂપીયા આપી દે, હું અહિથી દુર જતી રહીશ તેમ નિલોફરે કહ્યુ.

અત્યારે મોડી રાત્રીનો સમય થઇ ગયો છે એટલે તું સવારે અગીયાર વાગે આવીને પૈસા લઇ જજે તેમ નિશાએ કહ્યુ. બીજા દિવસે સવારે નિલોફર નિશાના ઘરે આવે છે અને નિખીલની સામુ પણ જોયા વગર પૈસા લઇને ઘરની બહાર નિકળવા જાય છે ત્યારે નિશા કહે છે કે લાખો રૂપીયા તને મુબારક, બસ મારે તો માત્ર મારા પતિનો પ્રેમ જ જોઇએ. નિલોફર પૈસા લઇને રવાના થઇ જાય છે અને નિખીલને પોતાની ભુલ પર ખુબ જ પસ્તાવો થાય છે. તે નિશાની માફી માંગે છે અને કહે છે કે તે આજે મને સાચા પ્રેમના દર્શન કરાવ્યા છે. ભુતકાળ ભુલીને નિશા પણ નિખીલ ભેટી પડે છે અને ફરીથી સુખી લગ્નજીવનનો અનેરો આનંદ માણવા લાગે છે.

લેખક : નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ