મોટાભાગના લોકોએ આ કારણે જીવ ગુમાવ્યો, ઉત્તરાખંડ દુર્ઘટના વિશે ઘટસ્ફોટ, 30 મિનિટમાં કેટલાય જીવ તણાઈ ગયાં!

આ ઘટના છે ઉત્તરાખંડમાં આવેલા ચમોલી જિલ્લાની. 7 ફેબ્રુઆરીએ ફાટી નીકળેલી આ દુર્ઘટનામાં ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અત્યાર સુધીમાં 58 માનવ શરીર અને 24 જેટલા માનવ અંગો મળી આવ્યા છે. અહીં અસરગ્રસ્ત લોકો માટે રાહત કામગીરી ચાલુ છે. આ દરમિયાન મંગળવારે ચામોલીના સીએમઓ ડો.જી.એસ. રાણાએ ઉત્તરાખંડમાં તપોવન ટનલમાં લોકોના મોત અંગે માહિતી આપી હતી કે, ફેફસાં ભરવાના કારણે મૃત્યુ અને ઇજા પામેલા લોકોની સંખ્યા વધી છે. તમામ મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ પણ કરવામાં આવ્યું છે.

image source

આ સાથે જ તેમણે કહ્યું છે કે, ડેપ્યુટી સીએમ સાહેબે આપેલ નિવેદન ખોટું છે.

આ વિશે વધારે માહિતી આપતાં જણાવ્યું હતું કે પોસ્ટ મોર્ટમના અહેવાલ મુજબ ઈજાગ્રસ્ત કોઈ પણ વ્યક્તિ આવી સ્થિતિમાં અડધો કલાકથી વધુ સમય સુધી જીવી શકશે નહીં.

image source

આની પહેલા પણ ચમોલી જિલ્લામાં આવેલા પ્રલયમાં સમયે હિમાચલના ગુમ થયેલા 10 યુવકો ગુમ થયા હતા જેમાંથી કાંગડા જિલ્લાના રાકેશ કપૂરનો મૃતદેહ રવિવારે મળવાની વાત માહિતી મળી હતી. આ ઘટના બાબતે પહેલા પણ ડેપ્યુટી સીએમઓએ જણાવ્યું હતું કે લોકો 4-5 દિવસ સુધી ટનલમાં જીવંત હતા. જ્યારે એવું શક્ય નથી. આ સિવાય અત્યાર સુધીમાં મળી આવેલા 58 મૃતદેહોમાંથી, 30 મૃતદેહો અને 1 શરીરના ભાગોની ઓળખ કરવામાં તેઓ સફળ રહ્યાં છે અને મળી આવેલા અજાણ્યા મૃતદેહોનો ડીએનએ તેઓએ સચવાયો છે.

image source

જોશીમથ પોલીસ સ્ટેશનમાં આ દરમિયાન 179 ગુમ થયાના કેસો નોંધાયા હતાં. જેમાંથી 91 સંબંધીઓના ડીએનએ ઓળખ માટે લેવામાં આવ્યા છે. બીજી તરફ, જાહેર ક્ષેત્રની વીજ ઉત્પાદન કરતી કંપની એનટીપીસીએ તેના તપોવન પ્રોજેક્ટના મૃતક કર્મચારીઓના સંબંધીઓને વળતરની રકમનું વિતરણ પણ શરૂ કરેલ છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 7 ફેબ્રુઆરીના રોજ બરફ અને ખડકના કારણે આવેલા પૂરના કારણે આ પ્રોજેક્ટ પર કામ કરતા કેટલાંક કામદારોનું મોત નીપજ્યું હતું. કંપનીએ આ માટે મૃતકના પરિવારની મદદ માટે સામે આવી હતી અને એક નિવેદનમાં થયેલ ઉલ્લેખ મુજબ, 20 લાખ રૂપિયાનો પહેલો ચેક ત્યાં કામ કરતા દિવંગત કર્મચારી નરેન્દ્રની પત્ની વિમલા દેવીને આપવામાં આવ્યો હતો.

image source

તપોવન પ્રોજેક્ટના વડા આરપી આહિરરની આગેવાની હેઠળની એનટીપીસીની ટીમે સોમવારે તપોવન વિહારમાં વિમલા દેવીના ઘરે મુલાકાત રૂબરૂ મુલાકાત માટે પહોંચ્યા હતાં અને તેમની પરિસ્થિતિ જાણી હતી. આ સાથે તેમને આ સમયે આર્થિક મદદ મળી રહે તે માટે ચેક આપ્યો હતો.

image source

એનટીપીસીની ટીમે વિનાશની પ્રોજેક્ટ ખોવાઈ ગયેલા કર્મચારીઓના સબંધીઓને વળતરની વહેંચણી માટે જરૂરી પ્રક્રિયા ઝડપથી હાથ ધરી છે જેથી તેના પરિવારને વેહલી તકે આર્થિક સહાય આપી મદદરૂપ બની શકાય. આ જ રીતે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એક્સ-ગ્રેટિયા રકમની સૂચિ અનુસાર, કંપનીના મૃતક કર્મચારીઓના પરિવારજનોને તેમના વતી વળતરની રકમ આપવાનો પણ નિર્ણય કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ