તપકીરનો હલવો – હવે હલાવો બહારથી લાવવો નહી પડે, ઘરે બનાવો ને ખવડાવો બધા ખુશ થઈ જશે..

તપકિરનો હલવો

આજે હું ફરી હાજર થઈ ગઈ છું એક નવી જ વાનગી સાથે જે ઉનાળામાં ખુબ જ ફાયદાકરક છે…

આજે બનાવવા ની છું તપકીરનો હલવો જેને શિત સામગ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે શીત મતલબ ઠંડું એટલે કે આ હલવો ઉનાળા માં આપણને ખૂબ ઠંડક આપશે.. સાથે સાથે આ ફરાળી હોવાથી તમે ઉપવાસ માં પણ ખાય શકો છો….

આ હલવો આપડે ઠાકોરજી ને પણ ધરાવી શકીએ છીએ…

ખૂબ જ ઝડપી બની જતો આ હલવો તમારે પણ ટ્રાય કરવા નોંધી લો..

સામગ્રી:

  • તપકિરનો લોટ ૧નાની વાટકી,
  • ઘી ૧થી ૨ ચમચી,
  • ખાંડ ૧ વાટકી,
  • પાણી ૪ નાની વાટકી.

બનાવવા માટે

સૌ પ્રથમ આપણે એક ટીનના લોયામાં અથવા એક નોન સ્ટિક પેનમાં આપડે તપકિરનો લોટ લેશું..

હવે જેટલો લોટ લીધો હતો તેના થી ૪ ગણું પાણી નાખવાનું છે..

અહી મે એક વાટકી તપકિર લીધો છે એટલે આપડે ૪વાટકી પાણી લેશું..

હવે પાણી નાખ્યા બાદ તેને ખુબ જ મિક્સ કરી હલાવતા રેહવુ ધ્યાન રાખવું કે તેમાં લમ્સ ન પડી જાય તેવી રીતે મિક્સ કરી લેશું..

હવે આપડું મિશ્રણ બરાબર મિક્સ થાય ગયું છે તો હવે આપડે તેમાં ખાંડ નાખીશું ..

ખાંડ નાખ્યા બાદ તમે જોય શકશો કે હલવો તૈયાર થવા લાગ્યો છે એટલે હવે આપડે તેમાં ઘી નાખીશું..

આપડે અહી છેલ્લે ઘી નાખીશું જેથી હલવો આસાની થી પેન છોડી દેશે..

હવે આપડો હલવો તૈયાર થઇ ગયો છે તેને એક પ્લેટમાં કાઢી લેવું..

ઉપર થી આપડે કાજુ બદામ ની કતરણ નાખી ડેકોરેટ કરીશું..

થોડું ઠંડું થાય પછી આપડે તેના પીસ કરી સર્વ કરીશું..તો તૈયાર છે એક દમ જડપી બની જતો તપકિર નો હલવો…
તમે પણ જરૂર થી બનાવજો આશા છે તમને પસંદ પડશે…આવી જ બીજી રેસિપી લઈને આવીસ ત્યાં સુધી આવજો…

નોંધ:-

તપકિર નો હલવો બનાવતી વખતે તેનું ચોક્ક્સ માપ જરૂરી છે નહી તો હલવો ના પીસ પડશે નહિ…માટે ધ્યાન રાખવું કે આ માપ થી જ બનાવવું..

રસોઈની રાણી : મયુરી ઉનડકટ, જુનાગઢ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

ટીપ્પણી