જલ્સા કરોને જેંતીલાલ

તન્વી જોહરી – નેચરલ સેનેટરી નેપકીન બનાવીને ઇ-કોમર્સ કંપની સ્થાપેલી સફળ બીઝનેસ વુમન…

વુમન અચિવર તન્વી જોહરીનું નામ સેલિબ્રિટી મેગેઝીનમાં અંડર ૩૦ના લિસ્ટ્માં થયું છે સામેલ… નેચરલ સેનેટરી નેપકીન બનાવીને ઇ-કોમર્સ કંપની સ્થાપેલી સફળ બીઝનેસ વુમન તરીકે તન્વી વિશ્વની સેલિબ્રિટીઓ સાથે નોંધાઈ…


આપણાં દેશમાં આજે પણ માસિક સ્ત્રાવને લગતી અનેક માન્યતાઓ અને સેનેટરી નેપકીન વાપરવા તથા તેને બજારમાં ખરીદવા જવામાં ક્ષોભ અનુવાય છે. આજે કહેવાતા ટેકનિકલ યુગમાં પણ દેશના આંતરિક સ્થળોએ રહેતી સ્ત્રીઓને સફાઈ અને સ્વાસ્થ્ય વિશે એટલી હદે જાગૃત નથી કરાવાઈ. તેમને માટે હાઈજિન શબ્દ અજાણ્યો છે ને સેનેટરી નેપકીના ઉપયોગ વિશે કોઈ જ ખ્યાલ નથી. આપણે સૌએ પેડ્મેન ફિલ્મ જોઈ અને તેને રાષ્ટ્રીય સ્તરનો પુરસ્કાર પણ મળ્યો છે. ત્યારે એમ થાય છે કે હજુએ એવા અનેક ઝૂંબેશો કરવા પડશે જેથી સ્ત્રીઓ સ્વતંત્ર રીતે પોતાની જાતને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા માટે વધુને વધુ જાગૃત થાય.

આવાજ કોઈ વિચારો સાથે ૨૫ વર્ષની દિલ્હીની યુવતીએ એક કંપની સ્થાપી જે ૧૦૦% નેચરલ મટીરીયલથી બનતી સેનેટરી પેડ્સની ઇ – કોમર્સ કંપની છે. આ કંપનીની સ્થાપના ૨૦૧૭માં થઈ અને માત્ર ૨ જ વર્ષમાં તેની સી.ઈ.ઓ. તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. આ વર્ષ ૨૦૧૯ના ફોબ્સ સેલિબ્રિટી મેગેઝિનમાં ૩૦ અંડર ૩૦ એજ યંગ એચિવર્સમાં તેમનું નામ નોંધાયું છે. આ મેગેઝિનમાં મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન સહિત અનેક એચિવર્સનું નામ અહીં અગાઉ સામેલ થયું છે.

શું છે આ કારમેસી કંપની? કઈ રીતે થઈ તેની સ્થાપના…

આ એક ઇ –કોમર્સને સપોર્ટ કરતી કંપની છે. જે ૧૦૦% કુદરતી રીતે બનેલ સામગ્રીમાંથી બનાવાય છે. તેની સાથે જુદી – જુદી સાઈઝના પેડ્સ કસ્ટમર પસંદ કરીને ઓનલાઈન મંગાવી શકે છે. જે તેમની ડેટ્સ મુજબ ઘરે ડિલિવર થઈ જાય છે. તેની સાથે સુંદર બોક્સ પેકિંગ અને ડિઝપોઝેબલ કવર પણ આવે છે જેથી સંપૂર્ણપણે ચોખ્ખાઈ રહે. આ પ્રિમિયમ કારમેસી કંપનીની સ્થાપના ૨૦૧૭માં થઈ હતી જે તે સમયે તેની સંસ્થાપકની ઉમર માત્ર ૨૫ વર્ષ હતી.

તન્વીની મહેનત રંગ લાવી

દિલ્હીની હિન્દુ કોલેજ યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રીમાંથી ગ્રેજુએશન કરીને તેમણે માર્કેટિંગ સાથે એમ.બી.એ. કર્યું અને પહેલા સ્ટાર્ટ અપ તરીકે ઓનલાઈન ટ્રાવેલિંગ એજન્સી શરૂ કર્યું. એ પછી પણ કંઈક નવું કરવું અને લોકોને ઉપયોગી થાય તેવું કરવાના હેતુથી તેમણે આ સેનેટરી નેપકીન બનાવવા વિશે વિચાર્યું. આ તેમના માટે ખૂબ જ ચેલેન્જિંગ હતું. કેમ કે એક તો હજી તેની જોઈઍ તેટલી અવેરનેસ નથી અને અન્ય નેપકીન્સની સરખામણીએ નેચરલ મટીરીયલમાંથી બનાવવું પણ મુશ્કેલ છે.

નેચરલ મટીરીયલ

કારમેસી કંપની દ્વારા બનાવેલા પેડ્સનું ઉપરનું લેયર કોર્નસ્ટાર્ચથી બનેલ છે અને વચ્ચેની જે મેઈન શીટ હોય જેમાં બ્લડ એબ્ઝોર્બ થવાની સૌથી વધુ જરૂર હોય તે બામ્બુ ફાઈબરમાંથી બનેલું મટીરીયલ છે. જે એક્રેલિક જેવી જ ઇફેક્ટ આપે છે. નીચેલું લેયર પણ કોર્ન ફાઈબરમાંથી બનેલું બાયોપ્લાસ્ટિક મટીરીયલનું છે. આ બધું જ બનાવવામાં એવી તકેદારી રખાયેલી છે કે તે કુદરતી સ્ત્રોત હોય. જેથી તે નુક્સાનકારક કેમિકલયુક્ત કે સિન્થેટિક મટીરીયલમાંથી ન બનેલા હોય.

કારમેસી શું છે?

આ શબ્દનો સ્પેનિશમાં અર્થ થાય છે, લાલ રંગ. માર્કેટિંગ વિષય સાથે એમ.બી.એ. કરેલી તન્વીનું માનવું છે કે અન્ય સેનેટરી પેડ્સ સાથે આજ સુધી હંમેશા બ્લ્યૂ રંગ જ બતાવાયો છે. ત્યારે મારે આ વિષય પર લોકોની માનસિકતા બદલવી છે. તેણે લોહીના લાલ રંગના અર્થ સાથે જ સેનેટરી કંપનીનું નામ આપ્યું છે. જે હવે ટૂંકા સમયગાળામાં જ એક બ્રાન્ડ નેમ બની ગયું છે.

કંપનીની આજ અને આવતી કાલ

આજના તબક્કે આ નેચરલ સેનેટરી પેડ્સની કંપની વિવિધ ઇ – કોમર્સ વેબસાઈટ સાથે પોતાની પ્રોડક્ટને સેલ કરે છે. જેમાં તેના ૧૦ પેડ્સની કિંમત રૂપિયા ૩૪૯ છે. જે એમેઝોન, ફિલ્પકાર્ટ, નાયકા અને પ્યૂપર્લ્સ જેવી કંપનીઓમાંથી ઘેર બેઠાં મંગાવી શકો છો. અત્યાર સુધીમાં તેઓ દર મહિને ૪૦૦૦ ગ્રાહકો સુધી પહોંચે અને કંપની ૩૦%નો દર મહિને વધારાનો વિકાસ પણ કરતી દેખાડે છે. જે ખરેખર એક નોંધનીય વાત છે.

કંપની ભવિષ્યમાં સ્ત્રીઓને લગતી અને મેન્સિસ દરમિયાન જરૂરિયાતની દરેક પ્રોડક્ટ બનાવીને સેલ કરવા ઇચ્છે છે. તેઓ વિમેન ચોઈસ બ્રાન્ડ બનવાનું ભવિષ્ય જુએ છે. જેમાં ૧૦૦% પ્રોડ્ક્ટ્સ અને તેનું પેકેજિંગ પણ બાયોડિગ્રેબલ બનાવવાની યોજના કરી રહ્યા છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version