એક્ટ્રેસ તમન્ના ભાટિયાને મળ્યો દુનિયાનો પાંચમો મોટો હીરો, જાણો કોણે આપ્યો અને કેમ…

બાહુબલી ફેમ તમન્ના ભાટીયાને મળ્યો દુનિયાનો પાંચમો સૌથી મોટો હીરો ! સાઉથ સુપરસ્ટારની પત્નીએ આપી ભેટ

image source

તમન્ના ભાટીયા સામાન્ય રીતે સાઉથની ફિલ્મોમાં વધારે જોવા મળે છે. જો કે તેણીએ કેટલીક બોલીવૂડ ફિલ્મો પણ કરી છે. અને હિન્દી ફિલ્મ રસિયાઓ તેને ફિલ્મ બાહુબલીથી ઓળખે છે. પણ હાલ તેણી તેના સૌંદર્ય કે પછી કોઈ ફિલ્મ માટે ચર્ચામાં નથી આવી પણ તેણીને સાઉથના સુપરસ્ટારની પત્ની તરફથી મળેલી અત્યંત મુલ્યવાન ભેટના કારણે ચર્ચામાં આવી છે.

image source

સાઉથ સુપર સ્ટાર રામ ચરણ એટલે કે ચીરનજીવીના દીકરાની વહુ એક ફિલ્મ પ્રોડ્યુસર છે. તેણીએ ફિલ્મ સઈ રા નરસિમ્હા રેડ્ડી નામની ફિલ્મ પ્રોડ્યુસ કરી છે જે હાલ બોક્ષ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. ફિલ્મની સફળતાથી ખુશ થયેલી પ્રોડ્યુસર ઉપાસના કોનિડેલાએ ફિલ્મની અભિનેત્રી તમન્ના ભાટિયાને એક સુંદર મજાનો હીરો ગિફ્ટ કર્યો છે.

image source

તમન્નાએ આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીનું પાત્ર ભજવ્યું છે જેના ખુબ વખાણ થઈ રહ્યા છે. તમન્નાએ આ ફિલ્મમાં લક્ષ્મીનું પાત્ર નિભાવ્યું છે તેણી આ ફિલ્મમાં રામચરણ નહીં પણ તેના પિતા ચિરંજીવીની ઓપોઝિટમાં હતી. અને તેના આ ઉત્તમ પર્ફોમન્સથી ખુશ થઈને જ તેણીને ભેટમાં અતિ મુલ્યવાન હીરો મળ્યો છે.

image source

ચિરંજીવીની આ 125મી ફિલ્મ હતી. આ ફિલ્મની સફળતાથી એક્ટર્સ, પ્રોડ્યુસર્સ, ડીરેક્ટર તેમજ ફિલ્મ સાથે જોડાયેલું આખું ક્રુ અત્યંત ખુશ છે અને તેના કારણે જ તમન્નાને આ ગિફ્ટ આપવામાં આવી છે.

image source

તમન્નાને આ હીરો એક વીંટીમાં મઢાવીને આપ્યો છે. તેણીએ જે હીરાની વિંટી પહેરી છે. તે વિશ્વનો પાંચમો સૌથી મોટો હીરો છે. તેની કીંમત 2 કરોડ ઉપર છે. રામચરણની પત્ની ઉપાસના કોનીડેલાએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર તમન્નાની આ હીરા સાથેની એક તસ્વીર શેયર કરી હતી. તેણીએ ટ્વીટ કરીને લખ્યું હતું. શ્રીમતી પ્રોડ્યુસર તરફથી સુપર તમન્ના માટે એક ભેટ. તને ખુબ યાદ કરી રહી છું જલદી જ મળીશું.

ત્યાર બાદ તમન્નાએ પણ રામચરણની પત્નીના ટ્વીટનો જવાબ આપતા સામી ટ્વીટ કરી હતી, આ બોટલ ઓપનર સાથે કંઈ કેટલીએ યાદો જોડાયેલી છે. ઘણા સમય બાદ તમને મળીને સારું લાગ્યું, હું પણ તમને મળવાની રાહ જોઈ રહી છું ! મિસ યુ મોર.

જો કે અહીં ક્યાંય પણ આ હીરાની કિંમતનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો અરે ‘હીરા’ શબ્દનો પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. ઉલટાનું તમન્નાએ તો આ હીરાને બોટલ ઓપનર ગણાવ્યો છે. પણ સેલિબ્રિટીઝ ભલે આ હીરા વિષે મૌન રહે પણ ટ્વીટરાટીઓ હીરાની કીંમત જાણવામાં લાગી પડ્યા અને છેવટે તેમણે હીરાની કીંમત શોધી જ લીધી.

image source

એક Hari RC નામનું ટ્વિટર અકાઉન્ટ ધરાવતા એક યુઝરે આ હીરાની કેટલીક તસ્વીરો પોસ્ટ કરી અને સાથે સાથે તેણે લખ્યું હતું ઉપાસનાએ તમન્નાને આપ્યો દુનિયાનો પાંચમો સૌથી મોટો હીરો. હવે તેની કીંમત વીષે જાણી લો. આ હીરો 312 કેરેટ એટલે કે 62.4 ગ્રામનો છે, એક ગ્રામ હીરાની કીંમત ભારતમાં 3 લાખ 25 હજાર રૂપિયા છે. તે પ્રમાણે ગણવા જઈએ તો આ હીરાની કીંમત 2,02,80,000 થાય.

image source

આમ તો વિશ્વમાં અસ્તિત્વ ધરાવતા અતિ દુર્લભ એવા મોટા હીરાને ખાસ નામ આપવામાં આવે છે જો કે તમન્ના પાસે જે હીરો છે તેનું કોઈ નામ હજુ સુધી જાણવા નથી મળ્યું પણ અન્ય ચાર મોટા હીરા: ધી ઓપનહાઇમર બ્લુ ડાયમન્ડ રીંગ, ધ ગ્રાફ પિંક, ધ કુલિનન ડ્રીમ અને ધ પિંક સ્ટાર વિશ્વમાં સૌથી મોટા હીરા હોવાનો રેકોર્ડ ધરાવે છે.

image source

તમને જણાવી દીએ કે આ ફિલ્મ રામચરણે પોતાની પત્નીના સહયોગથી પ્રોડ્યુસ કરી છે. અને તેણી તમન્નાના અભિનય તેમજ તેના પાત્રથી એટલી ખુશ થઈ હતી કે તેણીએ તમન્ના માટે આ કરોડોનો હીરો ભેટ રૂપે આપ્યો છે. જો કે હીરાની સાચી કીંમત તો ઉપાસના અને તમન્નાને જ ખબર હશે. પણ હાલ આ હીરાના કારણે રામચણની પત્ની કે જે ભાગ્યે જ ચર્ચામાં આવે છે તે અને તમન્ના સોશિયલ મિડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે.

image source

સઈ રા નરસિમ્હા રેડ્ડી ફિલ્મ બીજી ઓક્ટોબરે રિલિઝ થઈ હતી અને માત્ર સાત જ દિવસમાં આ ફિલ્મે સમગ્ર વિશ્વમાં 185 કરોડનું કલેક્શન મેળવી લીધું હતું. હવે જોવાનું એ રહે છે કે આ ફિલ્મ કેટલા રેકોર્ડ તોડે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ