તમને જાણીને નવાઈ લાગશે પણ હા આ સત્ય માહિતી છે બકરીની પોટીથી કમાણી થાય છે લાખોની…

ભારતમાં અનેક ગ્રામીણ વિસ્તારોમાં ગાય-ભેંસની સાથે સાથે બકરી પણ પાળવામાં આવે છે. બકરી પાલનથી દૂધ અને માંસ મળી શકે છે, પંરતુ લોકો તેની પોટીને બેકાર સમજીને ફેંકી દે છે.


ભલે ભારતના લોકો બકરીની પોટી બેકાર સમજીને ફેંકી દે છે, પણ દુનિયામાં કેટલાક દેશો એવા છે જેમના માટે બકરીની પોટી કોઈ કિમતી ઝવેરાતથી ઓછી નથી. તેને વેચીને તેઓ કરોડો રૂપિયા કમાવી રહ્યા છે. તો આજે આપણા આવા દેશની વાતો જાણીએ.

હકીકતમાં સાઉથ વેસ્ટ મોરક્કો અને અલ્જીરિયાના કેટલાક વિસ્તારોમાં તમને ઝાડ પર પક્ષીઓ અને ચકલીઓને જગ્યાએ માત્ર બકરીઓ જ નજર આવશે. આ દેશની બકરીઓ હંમેશા વૃક્ષ પર જ ચઢે છે. તે વૃક્ષ પર લાગેલા ફળોને બહુ જ સ્વાદિષ્ટ સમજીને ખાય છે.


તેમજ અહીંના લોકો પણ બકરીઓને ઝાડ પર ચઢવાથી રોકતા નથી. આ બકરીઓ જે ઝાડ પર ચઢે છે. તે કોઈ જેવું તેવું સાધારણ ઝાડ નથી, પરંતુ તે ઓર્ગનના ઝાડ હોય છે. આ ઝાડ પર લાગનારા ફળ ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ હોય છે. ખાસ કરીને બકરીઓ આ ફળ ખાવાનું બહુ જ પસંદ કરે છે.


આ ઝાડ પર લાગનારા ફળ ખાવા માટે બકરીઓનું ટોળું આ વૃક્ષ પર ચઢી જાય છે અને તેને ખાધા બાદ બકરીઓ નીચે ઉતરી આવે છે. પરંતુ આ ફળના બીજને બકરી પચાવી શક્તી નથી અને પોટી કરીને તે પોતાના શરીરમાંથી બહાર કાઢી નાખે છે.

પોટીમાંથી નીકળતા બીજ બહુ જ કીમતી હોય છે.


કહેવામાં આવે છે કે, જ્યારે પણ આ બકરીઓ પોટી કરે છે, તો તેમની પોટીને એકઠું કરીને તેમાંથી ઓર્ગનના બીજને અલગ કરીને તેમાં રહેલા નાનકડા ઠળિયાને બહાર કાઢી લે છે. તેના બાદ ઠળીયાને પીસીને તેમાંથી તેલ કાઢવામાં આવે છે. જેની કોસ્મેટિક ઈન્ડસ્ટ્રીઝમાં બહુ જ મોટી ડિમાન્ડ છે.

1 લિટર તેલની કિંમત છે 70 હજાર રૂપિયાથી પણ વધુ


તમને બતાવી દઈએ કે, કેટલાક વર્ષોમાં આ દેશોમાં ઓર્ગનનું તેલ કાઢવાનું કામ બહુ જ તેજીથી વધી રહ્યું છે. કોસ્મેટિક ઈન્ડસ્ટ્રીઝના લોકો બકરીની પોટીમાંથી તેલ કાઢનારા લોકોને બહુ જ મોટી કિંમત આપી રહ્યાં છે. કહેવામાં આવે છે કે, આ ખાસ પ્રકારના તેલની 1 લિટરની બોટલની કિંમત 70 હજાર રૂપિયાથી પણ વધુ હોય છે.


મહિલાઓ માટે ઓર્ગનના વૃક્ષ પરથી ફળ તોડવું અને તેના બીજ એકઠા કરવા મુશ્કેલભર્યું કામ હોય છે, તેથી આ કામ માટે બકરીઓનો ઉપયોગ કરાય છે. બકરીઓ માટે આ વૃક્ષ પર ચઢવું બહુ જ સરળ હોય છે અને તેના દ્વારા માણસો લાખો રૂપિયા કમાવી લે છે.

ઉલ્લેખનીય છે કે, માર્કેટમાં ઓર્ગન તેલની કિંમત અને ડિમાન્ડ બહુ જ વધારે છે. આ દેશમાં રહેનારા લોકોને તેમની પાળતૂ બકરીઓ લાખો-કરોડો રૂપિયાનો ફાયદો કરાવવાનું સાધન બની ગઈ છે.


લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અવનવી માહિતીસભર લેખ વાંચો ફક્ત અમારા પેજ પર તમે લાઇક કર્યું કે નહિ..

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ