ભારત દેશની આ ફની તસવીરો છે એકથી એક ચઢિયાતી, જોતાની સાથે જ ખડખડાટ હસી પડશો તમે

ભારતની આ તસ્વીરો તમને હસાવી હસાવીને લોટપોટ કરી મુકશે

દરેક દેશની તેની એક આગવી છાપ હોય છે, જ્યારે કોઈ ભારત વિષે પુછે અથવા કહે તો લોકો તાજ મહેલ, ગંગાના ઘાટો, ગોવા, સમુદ્રનો લાંબો કીનારો અને તેના ભાતભાતના ભોજનની વાત કરશે. પણ ભારતની એક બીજી બાજુ પણ છે જે તમને ખડખડાટ હસાવી મુકશે. તે તમને એક દ્રષ્ટિએ વિચિત્ર પણ લાગશે તો એક રીતે રમૂજી પણ લાગશે. તો આજે અમે તમને એવી જ કેટલીક તસ્વીરો બતાવશું જે તમને હસાવીને લોટપોટકરી મુકશે.

બાકી બધું જાય તેલ લેવા સીરીયલ તો જોવી જ પડશે

image source

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે પૂરના કારણે પાણી ઘરમાં ભરાઈ ગયા છે તેમ છતાં ઘરના લોકો આરામથી પોતાનો માનીતો ટીવી શો પૂર્ણ રસ સાથે જોઈ રહ્યા છે. આ દર્શાવે છે કે ગમે તે સ્થિતિમાં લાઈફને એન્જોય કરી લેવી.

ફેસબુક ઘેલુ ભારત

image source

આ મંદીર તમને ભગવાનના દર્શન કરાવી રહ્યું છે કે નહીં તે તો ખબર નહીં પણ લાઈવ ફેસબુક દર્શન ચોક્કસ કરાવી રહ્યું છે.

અમારા માટે પ્રાણીઓ અને માણસોમાં કશો જ ફરક નથી

image source

આ તસ્વીરમાં તમે મોટરસાઇકલ પર જતાં ત્રણ બાઈક સવારોને જોઈ શકો છો અને તેની પાછળ બેઠેલા ચોથા વાંદરાને પણ જોઈ શકો છો. છેને ફની તસ્વીર. અમારા મગજનું ઠેકાણું હોય તો અમે પ્રાણીઓને માણસ બનાવીને બાઈક પર પણ બેસાડીએ. અને જો ઠેકાણું ન હોય તો માણસ જોડે પણ જાનવર જેવું વર્તન કરીએ.

ઇ- ગોળા લારી

image source

છેને અદ્ભુત માર્કેટિંગ, ગુગલ થીમ્ડ ગોળા લારી બોર્ડ. આને કહેવાય અનોખો આઇડિયા.

‘ઉંઘ તો અમે કોઈ પણ સંજોગોમાં લઈને જ રહીશું’

image source

ભારતીય રેલ્વેની સ્થિતિ આપણા માટે જરા પણ અજાણ નથી. સીટ બૂક કરાવવા માટે ત્રણ-ત્રણ મહિના પહેલાં બૂકીંગ કરાવવું પડે છે અને જ્યારે બૂકીંગ ન કરાવો ત્યારે તમારી વ્યવસ્થા આ તસ્વીરમાં બતાવી છે તે પ્રમાણે જાતે જ કરવી પડે છે.

વિશ્વની સૌથી કીંમતી વસ્તુ

image source

હા, તમારા ચપ્પલ છે વિશ્વની સૌથી કીંમતી વસ્તુ. તાળુ ભલે ચોરાઈ જાય પણ ચપ્પલ ન ચોરાવા જોઈએ !

ફૂલડાં ગુલદસ્તામાં નહીં પણ ટીનના ડબ્બામાં કેદ

image source

આ તસ્વીરમાં બાળકો તો ચોક્કસ હસી રહ્યા છે અને નાનકડી સાઇકલ બસની મજા માણી રહ્યા છે. પણ તેમને જોતાં કોઈ જવાબદાર વ્યક્તિને તો પહેલી નજરે ચિંતા જ ઉપજે.

અહીં તમને પ્રવાહી ચા મળશે

image source

આ ચા વાળો માત્ર પ્રવાહી ચા જ વેચે છે તેની પાસે સોલીડ ચાનો આગ્રહ ન રાખવો.

કીડી માથે અંબાડી

image source

આ તસ્વીરમાં જે વિશાળ કાય ઘાંસનો ભારો છે તે જોતાં તમને તરત જ પેલી ‘કીડી માથે અંબાડી’ની કહેવત યાદ આવી જશે.

જોયું છે આવું વીઆઈપી ટોઇલેટ ક્યાંય ?

image source

ઉત્તમ સુરક્ષા સાથેનું એક અનોખુ વીઆઈપી ટોઇલેટ.

‘આ તો અમારે ત્યાં સામાન્ય દ્રશ્ય છે’

image source

બંગાલ ટાઇગરથી બંગાળના લોકો થરથર કાંપે છે. કારણ કે અહીં જેમ આપણે બીલાડીઓ રખડતી હોય તેમ ત્યાં વાઘ રખડતા હોય છે.

જોયો છે ક્યારેય આવો ટ્રાફિક પોલીસ

image source

વિશ્વ પરનુ સૌથી વફાદાર પ્રાણી એટલે કૂતરો હવે કૂતરો જ ટ્રાફિક પોલીસ બની જાય તો !

ભારે જુગાડુ પિતા

image source

આ પિતાને બાળકને ક્યાંય જવા પણ નથી દેવું અને તસ્વીર પણ ક્લીક કરવી છે. અને શોધી કાઢ્યું તેમણે એક અનોખુ સોલ્યુશન.

ઓ હોહોહો… બાપડી ટ્રેન

image source

ખરેખર ભારતીય રેલ્વેની હાલત આથી વધારે સારી રીતે વળી કઈ તસ્વીર દર્શાવી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ