તમિલનાડુંના આ લક્ષ્મી મંદીરની એક એક વસ્તુ છે સોનાની ! અહીં દર્શન કરનાર વ્યક્તિને મળે છે ધન સંપતિનો આશિર્વાદ

આપણી સામે સોનાની કોઈ વસ્તુ આવે અથવા તો માત્ર સોનાની વાત કરવા લાગીએ કે તરત જ આપણી આંખોમાં એક અનેરી જ ચમક આવી જતી હોય છે. જો કોઈ ગીફ્ટમાં સોનાની જીણી સરખી બુટ્ટી પણ આપી દે તો આપણે તે વ્યક્તિને જીવનભર યાદ કરતા હોઈએ છીએ.

આપણા પુરાણો જેમ કે રામાયણમાં રાવણની આખેઆખી લંકા સોનાની બનેલી હોવાનું વાંચીએ છીએ આ ઉપરાંત કૃષ્ણ ભગવાનની દ્વારિકા નગરી પણ સોનાની બનેલી હતી તેવો ઉલ્લેખ પણ પુરાણો માં છે. પણ આ બધી વાત થઈ પુરાણોની જેને સાબિત કરવી કોઈના માટે શક્ય નથી. પણ આધુનિક યુગની વાત કરીએ એટલે કે વર્તમાનની વાત કરીએ તો પણ ભારતના મંદીરો પાસે અઢળક રૂપિયો છે. હજુ થોડા વર્ષો પહેલાં જ સાઉથના પદ્મનાભમ સ્વામીમાં સેંકડો કરોડોનું સોનું મળી આવ્યું હતું તે વાત આજે પણ તાજી જ છે.

પણ આજે અમે સાઉથના વેલોર ખાતે આવેલા લક્ષ્મી મંદીરની વાત કરવા જઈ રહ્યા છીએ કેહવાય છે કે આ મંદીરની એક એક વસ્તુ સોનાની છે. આ મંદીરના દરવાજાથી માંડીને તેનું ભોંયતળિયુ તેમજ તેની બારીઓ પણ સોનાના છે. જો આવનારા વેકેશનમાં તમે સાઉથ ઇન્ડિયા ફરવા જવાના હોવ તો આ મંદીરની મુલાકાત ચોક્કસ લેવી.

તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં આવેલું આ લક્ષ્મી મંદીર, ગોલ્ડન ટેમ્પલ સ્રીપુરમ તરીકે પણ જાણીતુ છે. આ મંદીર વેલોરથી 120 કીલો મીટર દૂર આવ્યું છે જ્યારે માલાઈકોડી નામના ગામથી માત્ર 8 જ કી.મી. ના અંતરે આવેલું છે.

આ મંદીર પર 1500 કી.ગ્રામ સોનાનો ઢોળ ચડાવવામા આવ્યો છે. તેમજ મંદીર બહાર તેમજ મંદીર અંદરની દરેક બારીક ડિઝાઈન પર સુંદર રીતે કામ કરવામાં આવ્યું છે. આ મંદીર પર સોનાના 9થી 10 પડ ચડાવવામાં આવ્યા છે.

આ મંદીર એક એવા તળાવના કાંઠે આવેલું છે જ્યાં ઘણી બધી નદીઓનું પાણી આવે છે અને માટે જ આ તળાવને તીર્થમ સરોવર કહેવાં આવે છે. આ મંદીરના નિર્માણ પાછળ અત્યાર સુધીમાં સેંકડો કરોડો રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા છે.

દિવસ દરમિયાન સૂર્ય પ્રકાશમાં આ મંદીર એટલું ચમકી ઉઠે છે કે તમારી આંખો અંજાઈ જાય છે અને રાત્રી દરમિયાન આજુબાજુની મધ્ધમ રોશની મંદીર પર પડતાં મંદીર જાણે કોઈ સ્વર્ગની કૃતિ હોય તેવું ચમકતા સિતારા જેવું લાગે છે.

આ મંદીરનું સંકુલ શ્રીયંત્રના આકારનું છે જેની મધ્યમાં આ મંદીરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદીરનો દુનિયાના સૌથી મોટા ગોલ્ડન ટેમ્પલમાં સમાવેશ થાય છે. આ મંદીરનું ઉદ્ઘાટન 2007માં થયું હતું. આ મંદીર 4,04,685,642 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે. આ મંદિરનું નિર્માણ વેલ્લોર સ્થિત શ્રી નારાયણી પિડમ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

આ મંદીર નાની-નાની હરિયાળી ટેકરીઓની વચ્ચે આવેલું છે. આ મંદિરનું નિર્માણ કાર્ય સતત 7 વર્ષ ચાલ્યું હતું. આધ્યાત્મિક ગુરુ, શ્રી શક્તિ અમ્મા, જેને લોકો નાયાણી અમ્મા તરીકે પણ જાણે છે તેઓ આ મંદીરની આગેવાની કરે છે.

દર વર્ષે આ મંદીરમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને લોકોની શ્રદ્ધા કહે છે કે દેવીના દર્શનથી તેઓ પર હંમેશા લક્ષ્મીની કૃપા રહે છે. જો તમે પણ આ મંદીરની મુલાકાત લીધી હોય અથવા ભવિષ્યમાં જો તમારો સાઉથ ઇન્ડિયા ફરવા જવાનો વિચાર હોય તો તમે પણ તમારા અનુભવો તેમજ ફોટોઝ કમેન્ટ બોક્ષમાં શયેર કરી શોક છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ