શું તમે પણ આ જગ્યાએ ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો? તો જાણી લો કોરોના અંગેના આ નિયમો પહેલા, નહિં તો..

હરવા ફરવા જવાનું કોને ન ગમે ? દર વર્ષે મોટી સંખ્યામાં લોકો નવી નવી જગ્યાઓએ ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે અને ફરવા જતા હોય છે. અમુક લોકો પોતાના મિત્રો સાથે ફરવા જાય છે, અમુક લોકો પોતાના પરિવારના સભ્યો સાથે ફરવા જાય છે તો અમુક લોકો વળી એકલા જ ફરવા નીકળી પડે છે.ભારતમાં ફક્ત આપણા દેશના જ નહીં પણ હરવા ફરવાના શોખીન વિદેશી લોકો પણ ફરવા માટે ભારત આવે છે અને આ વિદેશી પ્રવાસીઓની વિશેષ પસંદગી ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ હોય છે.

image source

પરંતુ કોરોના વાયરસની મહામારીને કારણે લોકોના હરવા ફરવાના શોખને મારી નાખવો પડ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમીતોની સંખ્યામાં સતત વધારો થવાના કારણે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સ્થાનિક રાજ્ય સરકારોએ એપ્રિલ મહિનામાં પોતાને ત્યાંની સરહદો પર્યટકો માટે બંધ કરી દીધી હતી અને રાજ્યમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. આવી પરિસ્થિતિમાં બન્ને રાજ્યોની સરકારોને સારું એવું આર્થિક નુકશાન પણ થવા પામ્યું હતું કારણ કે આ બંને રાજ્યોની મુખ્ય આવક પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલી છે.

image source

પરંતુ હવે જ્યારે ઉપરોક્ત બન્ને રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં લગાવવામાં આવેલા લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે અને અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે હવે લોકો અહીં ફરવા માટે આવી શકે છે. તેમ છતાં અહીંની સરકારે અમુક ખાસ નિયમો લાગુ કરેલા છે જેનું પાલન કરવું એ અહીં ફરવા માટે આવતા પર્યટકો માટે ફરજીયાત છે. તો શું છે એ નિયમો ચાલો જાણીએ.

image source

ઉત્તરાખંડ રાજ્યની સરકારના શું નિયમો છે ?

  • – ઉત્તરાખંડમાં 15 જૂન સુધી લોકડાઉન રહેશે.
  • – 15 જૂન બાદ રાજ્યમાં સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી અમુક નાની દુકાનો અને બજારો જ ખોલવા દેવામાં આવશે.
  • – રાજ્યમાં હજુ હોટલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટ ખોલવાની પરવાનગી સરકાર તરફથી નથી આપવામાં આવી.
  • – બીજા રાજ્યોમાંથી ઉત્તરાખંડમાં આવનારા લોકોએ પોતાનો કોરોના નેગેટિવ રિપોર્ટ RTPCR ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે.
  • – બીજા રાજ્યમાંથી આવનારા પર્યટકોએ સ્માર્ટ સિટીના વેબ પોર્ટલ http://smartcitydehradun.uk.gov.in પર પોતાનું રજિસ્ટર કરાવવું પડશે.
image source

હિમાચલ પ્રદેશ રાજ્યની કોરોના અંગેની ગાઈડલાઈન

  • – 11 જૂનથી હિમાચલ પ્રદેશમાં કોરોનાની લહેરને લઈને મુકાયેલા પ્રતિબંધમાં છૂટછાટ આપવામાં આવી છે
  • – રાજ્યના આવનારા પર્યટકોએ હવે પોતાનો RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે લઈને આવવાનું ફરજીયાત નથી.
  • – હિમાચલ પ્રદેશમાં સોમવારથી હુકરવાર સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની પરમિશન અપાઈ છે. જ્યારે શનિવાર અને રવિવાર દુકાનો બંધ રહેશે.

    image source
  • – દરરોજ સાંજે 5 વાગ્યાથી બીજા દિવસની સવારે 5 વાગ્યા સુધી કોરોના કરફ્યુ લાગુ રહેશે.
  • – હોટલોમાં ઓડિટોરિયમ, સ્વિમિંગ પુલ અને એસેમ્બલી હોલ બંધ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong