જલ્સા કરોને જેંતીલાલ

તમે સર્વિસ ટેક્સ અને જીએસટી વિષે તો બહુ વાંચ્યું હશે, પણ એક જગ્યા એવી છે જ્યાં બાથરૂમમાં ફ્લ્સ કરવા પર પણ લાગે છે ટેક્સ…

આપણા દેશમાં આવર નવાર GST માં આવી રહેલ બદલાવથી બધા પરેશાન થઇ જાય છે. દરેક વસ્તુ પર લાગેલા ટેક્સ અને અલગ દરને કારણે હેરાન થઇ જાય છે. પણ શું તમે જાણો છો આપણી દુનિયામાં એવા પણ અમુક દેશ છે જ્યાં અમુક એવી વસ્તુઓ પર પણ ટેક્સ લગાવવામાં આવે છે. તમને જાણીને ખરેખર નવાઈ લાગશે કે આવી વસ્તુઓ પર ટેક્સ કોણ લગાવતું હશે. વાંચો અને શેર જરૂર કરજો.

અમુક દેશમાં દાઢી રાખવાથી લઈને ટોયલેટમાં ફ્લસ કરવા પર પણ ટેક્સ લાગે છે આવો તમને જણાવીએ અમુક એવા અજીબો ગરીબ ટેક્સ વિષે.

૧. બ્લ્યુબેરી : અમેરિકામાં એક સુબા છે MAINE, અહિયાં બ્લ્યુ બેરીનું ઉત્પાદન વધારે થતું હોય છે, અહિયાં એક નિયમ પ્રમાણે અહીના સ્થાનીય લોકોને બ્લ્યુબેરી ઉગાડવા પર કોઈ રોક નથી, પણ જો કોઈ બહારથી આવીને બ્લ્યુબેરીનું ઉત્પાદન કરવા માંગે તો તેમને રાજ્યના પ્રસાશનને પ્રતિ પાઉન્ડ ના હિસાબે બહુ વધારે ટેક્સ જમા કરવો પડતો હોય છે.

૨. બેચલર : જો તમે કુંવારા છે તો તમે જાણી લો કે આપણા દેશમાં સૌથી વધુ જનસંખ્યા યુવાનોની છે. આજના યુવાનોમાં અમુક એવા પણ છે જે લગ્ન કરવાથી દૂર ભાગતા હોય છે. પણ યુનાઇટેડ સ્ટેટના Missouri માં જો તમે ૨૧ થી ૫૦ વર્ષ સુધીના કુંવારા છો તો તમારે એક ડોલર ટેક્સ સ્વરૂપે પ્રશાસનને ચૂકવવો પડે છે. તો જે પણ લોકો ટેક્સ ના ભરવા માંગતા હોય તેમની માટે એક જ રસ્તો છે, લગ્ન કરી લો, પણ બિચારા એવા પણ ઘણા લોકો છે જે લગ્ન કરવા માંગે છે પણ મેળ પડતો…..

૩. ફ્લશ : સીવેજના સુલભ પ્રબંધને માટે મેરીલેંડ સરકારે પૈસા ભેગા કરવા માટે એક અજીબ રસ્તો અપનાવ્યો છે. અહિયાંનાં નિયમ અનુસાર પાણીની બરબાદીને રોકવા માટે અને ગટરની સાફ સફાઈ માટે ફલસ કરવા પર ૫ ડોલર ટેક્સ વસુલ કરવામાં આવે છે. હવે અમુક બિચારા મિત્રોને પેટમાં ગડબડ હોય તેમની તો પરીસ્થિતિ જોવા જેવી હશે ને…

૪. ટોપી : અત્યારે આ ટેક્સ વ્યવસ્થા બંધ થઇ ગઈ છે પણ એક સમય હતો જયારે બ્રિટીશ પ્રશાસન ટોપી પર ટેક્સ લગાવવામાં આવ્યો હતો. એક જાણકારી અનુસાર ૧૭૮૪ થી ૧૮૧૧ ના મધ્યમાં બ્રિટેનમાં મોંઘી ટોપીઓ પર ટેક્સ લગાવવામાં આવ્યો હતો.

૫. કોળું : કોળાનું સૌથી વધુ ઉત્પાદન ચાઈના, ભારત, અમેરિકા અને ઉક્રેનમાં થાય છે. આપણા દેશમાં ભલે કોળાને બહુ માન નથી આપવામાં આવતું પણ મિત્રો અમેરિકામાં ન્યુ જર્સી સ્ટેટમાં કોળાની ખરીદી પર ટેક્સ લગાવવામાં આવે છે. આવું એટલા માટે છે અહીયાના લોકો કોળાને જમા કરીને રાખતા હોય છે અને સજાવટ કરવા માટે બહુ વધારે પડતા કોળાઓને બરબાદ કરી દેવામાં આવે છે. આમ આ કોળાનો બગાડ ના થાય એટલે ટેક્સ લગાવવામાં આવ્યો છે.

૬. ટેટુ : અમેરિકાના નેશનલ કોન્ફરન્સ ઓફ સ્ટેટ લેજીસ્લેટીવ એ દરેક રાજ્યની માટે ટેટુ કરાવવા પર અને પીયર્સિંગ કરાવવા પર અલગ આલગ કાયદો બનાવવામાં આવેલ છે. આ કાયદાને હિસાબે અમેરિકામાં જે લોકો નાબાલિક એટલે કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના હોય છે તેમની માટે ટેટુ બનાવવા પર પ્રતિબંધ છે, સાથે જ વયસ્કો માટે ટેટુ બનાવવા પર ટેક્સ પણ લગાવવામાં આવે છે.

લેખન સંકલન : જલ્સા કરોને જેંતીલાલ ટીમ,

દરરોજ તમે અમારા પેજ પર વાંચી શકો છો ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ, તમારા મિત્રો અને પરિવારજનોને પણ પેજ લાઈક કરવા જણાવો.

Exit mobile version