જલ્સા કરોને જેંતીલાલ

FOR YOU PAPA – તમે પણ કોઈવાર આમ અચાનક તમારા પિતા માટે કોઈ કામ કરજો ખુશ થઇ જશે…

“FOR YOU PAPA”

રાજે ઓનલાઇન જૂતા વેચતી વેબસાઈટ ખોલી અને વેબસાઈટ ઉપર મુકેલા બધા જ જૂતાઓ જોવા લાગ્યો.


જે પોતાની માટે દર વખતે વેબસાઈટ પર જૂતા “સસ્તા-થી-મોંઘા” ક્રમાંકમાં ગોઠવીને સસ્તી વસ્તુઓ પહેલા જોતો હતો, તેણે આ સમયે ‘મોંઘા-થી-સસ્તા” ઓપ્સન પસઁદ કરી મોંઘા જૂતાઓ પહેલા જોયા. આખરે તેને ગમતા જૂતા તેણે પસંદ કર્યા અને તેના ઘરનું સરનામું આપીને ઘરે મંગાવ્યા.


અમુક દિવસોમાં તે જૂતા રાજના ઘરે આવ્યા. રાજના પિતાએ તે પાર્સલ ખોલ્યું અને જોયું તો તેમાં જૂતા સાથે એક ચીઠ્ઠી હતી, જેમાં લખ્યું હતું, “FOR YOU PAPA”


આ વાંચીને રાજના પિતા મલકાયા. તે સમય એક પિતા માટે ખુબ જ કિંમતી હતો કે જયારે પોતે જૂતા ઘસીને ભણાવેલ દીકરાએ વગર કહે તેના પિતાના જુના જૂતા જોઈને તેમના પગ માટે વિચાર્યું હતું.


લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની આવી નાની નાની વાતો વાંચો ફકત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

@media(max-width:480px){#adskeeper_iframe{height:1850px;}}
Exit mobile version