તમે પણ કરો છો નાઇટ શિફ્ટમાં કામ? તો સાવધાન, નહિં તો આ બીમારીનો બની જશો શિકાર

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા કોરોના વાયરસની સમસ્યા પૂર્ણ થયા બાદ વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ ખુબ જ વધ્યો છે. તેમા પણ આજકાલ લોકો રાતના સમયે વધારે કરતા હોય છે. રાતના સમયે કામ કરવુ એ સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાનકારક સાબિત થઇ શકે છે.

image source

મોટી સંખ્યામા કર્મચારીઓ આજકાલ રાતના સમયમા કામ કરે છે પરંતુ, રાતની પાળીમા કામ કરવાથી શરીરને ખુબ જ વધારે પડતુ નુકસાન થાય છે. એક સંશોધન મુજબ રાતની પાળીમા કામ કરનારા લોકોને સામાન્ય લોકોની સરખામણીમા કેન્સરની બીમારી થવાનુ જોખમ ખુબ જ વધારે રહે છે.

image source

વૉશિંગ્ટન સ્ટેટ ઓફ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ એક અભ્યાસ કર્યો કે, જેમા સંકેત મળ્યો છે કે જે લોકો રાતની પાળીમા કામ કરે છે, તેમને દિવસની પાળી કામ કરતા લોકોની તુલનામા અલગ-અલગ પ્રકારના કેન્સરની બીમારી થવાની શક્યતા રહે છે. એક અભ્યાસ મુજબ રાતની પાળીના કારણે શરીરનુ જે ૨૪ કલાકની નેચરલ રિધમ હોય છે તે કેન્સર સાથે જોડાયેલ નિશ્ચિત જીન્સની એક્ટિવિટીમા હર્ડલ પેદા કરે છે.

image source

જેના કારણે ડી.એન.એ. ડેમેજ થાય છે અને સંવેદનશીલ થઇ જાય છે. તેના કારણે કેન્સર થવાની સંભાવના રહે છે. જર્નલ ઓફ પાઇનિયલ સંશોધનમા નવા અભ્યાસ મુજબ એવુ કહેવામા આવી રહ્યુ છે કે, રાતની પાળી અને દિવસની પાળીમા કામ કરતા સ્વસ્થ લોકોને રાખવામા આવ્યા હતા.

image source

ત્યારબાદ જે સંશોધન થયુ તે ખુબ જ ચોંકાવનારુ હતુ કારણકે, ખરેખર દિવસની પાળી કરતા રાતની પાળી દરમિયાન કામ કરતા લોકોમા તે હોર્મોન્સ વધારે હતા કે, જેનાથી તમે કેન્સરનો ભોગ બનો. આપણા દેશમા પણ અમુક એવા લોકો હોય છે કે, જે બહારની કંપની સાથે આપણા દેશમા રહીને જ કામ કરે છે.

image source

આ લોકોને ત્યાના સમય મુજબ કામ કરવુ પડે છે એટલે કે જ્યારે આપણા દેશમા રાત હોય ત્યારે ત્યા કામના કલાકો હોય છે. જેના કારણે આપણા દેશમા બધા ઉંઘતા હોય તે સમયે લોકો કામ કરતા હોય છે. આવા લોકોને કેન્સર થવાના ચાન્સ ખુબ જ વધી જાય છે. તો જો તમે પણ રાતના કામ કરતા હોય તો હવે થઇ જજો સાવધાન. આ વાત સાંભળ્યા પછી આશા છે કે, તમે રાતના સમયે કામ નહિ કરશો.