તમે પણ ફૂડ એપથી મંગાવો છો ખાવાનું તો થઇ જાવ સાવધાન, તમારી સાથે પણ આવું બની શકે છે…

આપણામાંથી કેટલાય એવા મિત્રો હશે જેમને આ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરીને ઘરે બેઠા બેઠા ખાવાની આદત પડી ગઈ હશે. ઘરે એકલા છો તો એકલા માટે કેટલું જમવાનું બનાવું એના કરતા કઈક મંગાવી લઈએ એવું વિચારતા હઈશું, ઘરે ઘણા બધા મહેમાન અચાનક આવી ગયા છે તો ઓનલાઈન મંગાવી લો થોડી જ વારમાં ઘરે બેઠા બેઠા જે પણ ફેમસ જગ્યાની વાનગી મંગાવી હોય એ મંગાવી શકાય. જો કે સુવિધા આપી જ છે તો ઉપયોગ તો કરવો જ જોઈએ ને?

પણ જો તમે પણ ઓનલાઈન કે એપ દ્વારા તમારી પ્રિય હોટલમાંથી ભોજન મંગાવો છો તો થઇ જાવ સાવધાન. હા આજે અમે તમારી માટે લાવ્યા છે એક આવી માહિતી જે વાંચીને હવે તમે ઓનલાઈન મંગાવતા પહેલા એકવાર વિચાર જરૂર કરશો.

વાત એમ છે કે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક વ્યક્તિએ Zomato એપની મદદથી વાનગી મંગાવી હતી તેમાં તેમને પનીરની જગ્યાએ એક પ્લાસ્ટિકનો ટુકડો નીકળ્યો હતો. પોલીસમાં ફરિયાદ પણ લખવી દીધી છે અને વાનગીને લેબમાં પણ મોકલી દીધી છે. તો બીજી બાજુ Zomato કંપનીએ માફી પણ માંગી લીધી છે.

પોલીસ ઇન્સ્પેકટરનું કહેવું છે કે Zomatoથી મંગાવવામાં આવ્યું હતું અને તેમાં ફરિયાદ નોંધવામાં આવી છે. એક વાર રીપોર્ટ આવી જશે પછી આગળ કાર્યવાહી કરવામાં આવશે.

જે વ્યક્તિએ જમવાનું મંગાવ્યું હતું તેમની દીકરીએ તેમને કહ્યું કે આજે પનીર એ બહુ હાર્ડ લાગે છે, ત્યારબાદ તેમણે જોયું તો તે પનીર નહિ પણ એક ફાયબરનો ટુકડો હતો. તેમણે જ્યાંથી મંગાવ્યું હતું ત્યાં ફરિયાદ કરી તો હોટલમાલિકે તેમની ભૂલ નથી એવું જણાવ્યું હતું.

હોટલ માલિકનું કહેવું છે કે Zomatoના ડિલીવરીબોયે રસ્તામાં જમવાનું બદલી નાખ્યું હશે. અને ત્યાં જ Zomato કંપનીએ એ હોટલને એપમાંથી હટાવી દીધી છે.

ઓનલાઈન તેમણે પનીર ચિલ્લી, પનીર મસાલા વગેરે જેવી વાનગીઓ મંગાવી હતી. તેમણે પોતાના બાળકો માટે ઓર્ડર કર્યો હતો. તેઓ પોતના બાળકોના સ્વાસ્થ્યને લઈને બહુ ચિંતામાં છે. ત્યાં બીજી બાજુ Zomato કંપનીએ ગ્રાહકને તેના ઓર્ડરના પૈસા પરત આપી દીધા છે. તમને એક વાત જણાવી દઈએ કે આ ઓનલાઈન એપ વાળા આપણે જે હોટલ પરથી કે દુકાન પરથી મંગાવીએ એ આપણને ઘરે બેઠા આપી જાય છે. થોડા સમય પહેલા Zomato કંપનીનો એક બોય રસ્તામાં પાર્સલમાંથી ખાવાનું ખાતા જડ્પાયો હતો એટલે આ કિસ્સામાં પણ પેલા હોટલવાળા ભાઈએ દોષનો ટોપલો Zomato પર ઠાલવી દીધો હતો, પણ દરેક સમયે એવું નથી હોતું.