દરેક વ્યક્તિને સવારે ઉઠીને સારો અને સુંદર ચહેરો જોવો પસંદ હોય છે પણ આ ચહેરા પર કરચલીઓ આવી જાય છે તો ભાગ્યે જ તેઓ આ ચહેરાથી ખુશ થાય છે. આજકાલ પ્રદૂષિત વાતાવરણને કારણે ફેસ પર 20-30 ની ઉંમરમાં જ કરચલીઓ આવી જાય છે. આ માટે તમારે હેરાન થવાની જરૂર નથી. ઝડપથી બદલતી ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં તમે પૂરતી ઊંઘ લઈ શકતા નથી અને તમારા ડાયટમાં પણ તેની અસર જોવા મળે છે. તમારી ચિંતા ત્યારે વધે છે જ્યારે તમારા ચહેરા પર કરચલીઓ આવે છે.

કરચલીઓને દૂર કરવા માટે તમે અનેક મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું શરૂ કરો છો પણ શક્ય છે કે આ પ્રોડક્ટ તમને નુકસાન કરે. આ સિવાય તમે સર્જરી કરાવવા ઈચ્છો છો કે અન્ય રીતો અપનાવો છો તો તે તમારા માટે મોંઘુ સાબિત થાય છે. તો જાણો શું હોય છે કરચલીઓના લક્ષણો અને પછી કરો ખાસ ઉપાયો.

કરચલીઓની શરૂઆત સૌથી પહેલાં આંખોથી ખાય છે અને તમારા ફેસના ભાગ ગળાની ચારેતરફ સામાન્ય રેખાઓ બને છે. જે થોડા સમય બાદ કરચલીઓમાં ફેરવાઈ જાય છે. આ સાથે અનેક ભાગમાં સ્કીન ઢીલી પડી જાય છે અને જોત જોતામાં પાતળી રેખાઓ બને છે. ખાસ કરીને આવી રેખાઓ તમારા હોઠની આસપાસ પણ જોવા મળે છે. તેની પર તમે ખાટા દહીંનો પ્રયોગ કરી શકો છો.
ખાટા દહીંનો પ્રયોગ કરશે મદદ

3-4 ચમચી દહીંમાં એક ચમચી જૈતૂનનું તેલ મિક્સ કરો અને તેનો લેપ ચહેરા પર લગાવો. જૈતુનનું તેલ ખાટા દહીંમાં મિક્સ કરીને ફેસ પર લગાવી તેને 20 મિનિટ રહેવા દો. આવું અઠવાડિયામાં 2 વાર કરો. તેનાથી તમારી કરચલીઓ ગાયબ થી જશે. આ સાથે લેપ સૂકાય ત્યારે તેને હૂંફાળા ગરમ પાણીથી ધોઈ લો. તમને ફાયદો જોવા મળશે.

દહીંનું લેક્ટિક એસિડ અન્ય પ્રાકૃતિક એન્જાઈમ ત્વચાની કોશિકાઓને સારી રીતે સાફ કરે છે. દહીં તમારી સ્કીન પરના ડાઘને ખતમ કરે છે આ કારણે તમારી સ્કીનની ચમક બની રહે છે. જૈતૂનનું તેલ વિટામિન એ, ડી અને ઈથી સમૃદ્ધ હોય છે. તેના એન્ટી ઓક્સીડન્ટ ગુણ સૂર્યના કિરણોથી સ્કીનને પ્રોટેક્ટ કરે છે.
આ કારણોથી થાય છે કરચલીઓ

પ્રદૂષણના કારણે, ઘૂમ્રપાન કરવાના કારણે, વધારે તડકામાં રહેવાના કારણે, વિટામિન ડી3ની ખામીના કારણે, કોસ્મેટિક્સના વધારે ઉપયોગથી. અલગ અલગ બ્યૂટી પ્રોડક્ટના ઉપયોગથી, ક્યારેક સ્કીનમાં કોઈ બીમારી હોવાથી પણ કરચલીઓ જોવા મળે છે.