તમે પણ અજમાવી જુઓ આ ફેંગસુઈના ઉપાયો…

ભારતમાં વાસ્તુજ શાસ્ત્ર સાથે ફેંગશુઈનું ચલણ સતત વધી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ છે કે ફેંગશુઈમાં કેટલીક સરળ ટીપ્સ દર્શાવવામાં આવી છે જે અસર પણ એટલી જ ઝડપથી કરે છે. ફેંગશુઈ ચીનનું વાસ્તુ શાસ્ત્ર છે.


ફેંગશુઈ શબ્દમાં બે શબ્દો છુપાયેલા છે. જેમાં ફેંગ એટલે વાયુ અને શુઈ એટલે જલ થાય છે. ટુંકમાં કહીએ તો ફેંગશુઈ જલ અને વાયુ પર આધારિત છે. આ શાસ્ત્ર એવી રીતે કામ કરે છે કે તેની અસર સ્વરૂપ ઘરમાં સુખ અને સમૃદ્ધિ છવાયેલી રહે છે.


ફેંગશુઈની ટીપ્સનું અનુકરણ સરળતાથી કરી શકાય છે. તેના માટેની મોટાભાગની વસ્તુઓ સરળતાથી બજારમાં મળી જાય છે. જો કે ફેંગશુઈના ઉપાયોમાં એવી વસ્તુઓનો જ ઉપયોગ થાય છે જે મોટા ભાગે ઘરમાંથી જ મળી રહે.


આ ઉપાયો કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સુખ-શાંતિ વધે છે. તો ચાલો તમે પણ જાણો ફેંગશુઈની અસરકારક ટીપ્સ વિશે જે ગણતરીની જ કલાકોમાં તમારા ભાગ્યને બદલી શકે છે.


સૌથી પહેલા જાણીએ મીઠાના ઉપયોગથી થતાં ઉપાય વિશે. આ ઉપાય ખૂબ અસરકારક છે. તેના માટે માટીના એક પાત્રમાં મીઠુ ભરી અને તેને ઘરની પૂર્વ દિશામાં રાખી દેવું. આ પાત્રમાંથી રોજ મીઠુ બદલી દેવું તમે જેમ જેમ મીઠુ બદલતાં રહેશે તેમ તેમ અનુભવશો કે તમારી સમસ્યાઓનો અંત આવી રહ્યો છે.

આ ઉપરાંત વિંડ ચાઈમ પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ઘરના ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ તેને લગાવવું. ઘરમાં વાંસનો છોડ રાખવાની સલાહ પણ આપવામાં આવે છે. આ છોડ ઘરની પૂર્વ દિશામાં રાખવો.


ફેંગશુઈ શાસ્ત્રમાં ઘરના દરવાજા પર લાલ દોરામાં બાંધેલા સિક્કા લટકાવવાની સલાહ પણ આપવામાં આવી છે. આ ઉપાય સૌભાગ્યને આમંત્રણ આપે છે. આ ઉપાય અનુસાર ત્રણ સિક્કા જે લાલ દોરામાં બાંધેલા હોય તેને ઘરના દરવાજાની અંદરની તરફ લટકાવી દેવા. આ સિક્કા ઘરમાં સમૃદ્ધિને ટકાવી રાખે છે. તો તમે પણ કોઈ એક ઉપાયને અમલમાં મુકી અને બની જાઓ ભાગ્યશાળી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી ઉપયોગી ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ