શું તમે માથા સુધી ઓઢીને સૂઈ જાઓ છો? – તો તમને છે આ રોગોનો ખતરો.

શું તમને માથા સુધી રજાઈ ઓઢીને સુવાની આદત છે? તો ચેતી જાવ. તમને ઘણા બધા રોગ ભવિષ્યમાં થઈ શકે છે.

image source

આમ તો માણસ માત્રની સુવાની ટેવ જુદી-જુદી હોય છે અને એ ટેવ જીવનમાં એવી રીતે વણાઈ જતી હોય છે કે પછી તેમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ બને છે. આજે આપણે સુવાની ટેવ વિશેની થોડી ચર્ચા કરીએ. આમ તો માણસ પોતાની આરામદાયક મુદ્રામાં સૂતો હોય છે. ઊંઘ એવું વરદાન છે કે જે તમારા શરીર અને મનને બંનેને સંપૂર્ણ શાંતિ અને તાજગી આપે છે. પણ સુવાની કેટલીક ટેવ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે.

image source

ઘણા લોકોને શિયાળામાં રજાઈ માથા સુધી ઓઢીને સુવાની ટેવ હોય છે. એની પાછળ પણ ઘણા પરિબળો કામ કરતાં હશે. ઘણી વખત લોકો પ્રકાશથી બચવા માટે, તો કેટલાક લોકો અવાજ થી બચવા માટે માથા સુધી રજાઈ ઓઢીને સૂવાનું પસંદ કરે છે. કેટલાકને વળી માથામાં અને અને કાનમાં ઠંડી ન લાગી જાય એટલા માટે પણ માથું ઢાંકીને સૂવાની ટેવ હોય છે.

image source

જોકે ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે માથું ઓઢીને સૂતી વખતે પણ શ્વાસની આવન-જાવન માટે અને ઓક્સિજનનો પ્રવાહ સરળ બનાવી રાખવા માટે નાકનો ભાગ ખુલ્લો રાખે છે. પણ જે લોકોને સ્લીપ એપ્નિયા, અસ્થમા, હૃદયરોગ અને ફેફસા સંબંધિત સમસ્યા હોય તેમના માટે માથું રાખીને સૂવાની ટેવ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. કારણકે તેમાં ગૂંગળાવી જવાની શક્યતા વધી જાય છે. બંધ રૂમમાં પણ માથે ઓઢીને સૂવાથી સફોકેશન થઈ શકે છે.

સ્લીપ એપ્નિયા

image source

સ્લીપ એપ્નિયા એક ગંભીર બીમારી છે જેમાં નિંદ્રા સમયે શ્વાસનળીમાં ઘણી વખત અવરોધ ઉત્પન્ન થાય છે જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ગુંગળામણ થાય છે આ પરિસ્થિતિમાં માથે ઓઢીને સૂતા હોઈએ તો હૃદય ,ફેફસાં અને મગજને મળતો ઓક્સિજનનો પ્રવાહ અવરોધાય છે. અને ઊંઘમાં જ માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. સામાન્ય રીતે જેનું વજન વધારે હોય અથવા તો જેને અગાઉથી જ શ્વાસનળીમાં કોઈપણ જાતની સમસ્યા હોય તેમજ જે લોકોને પહેલેથી માથું ઢાંકીને સૂવાની ટેવ હોય એને પણ સ્લીપ એપ્નિયાની બીમારી લાગુ પડી શકે છે.

ગરમી

image source

સૂતી વખતે સંપૂર્ણ શરીરને ઢાંકવાનો મતલબ એ છે કે શરીરમાં વધુ પડતી ગરમીને આપણે આમંત્રણ આપીએ છીએ. બાહ્ય વાતાવરણ પ્રમાણમાં વધુ ઠંડું હોય તો સંપૂર્ણ શરીર ઢાંકીને સૂવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય તો ઠંડી સામે રક્ષણ મળે છે,તો પણ માથાનો ભાગ ખુલ્લો રાખવો જોઈએ. પરંતુ જો બહારનું વાતાવરણ થોડુંક પણ ગરમ હોય અને પુરુ શરીર ઢાંકીને સૂવામાં આવે તો શરીરમાં ઉત્પન્ન થતી વધુ પડતી ગરમી શરીર માટે ખતરનાક સાબિત થાય છે. આ સંજોગોમાં બ્લડ સર્ક્યુલેશન વધુ તેજ થઇ શકે છે, હૃદયના ધબકારાની ગતિ પણ તેજ બને છે અને બ્લડ પ્રેશરની સમસ્યા પણ સર્જાઇ શકે છે.

image source

મોઢું ઢાંકીને સૂવાની આદતને કારણે શરીરમાં વધુ પડતી ગરમી ઉત્પન્ન થાય છે તેને કારણે પણ પ્રમાણમાં જોઈએ તેવી તેની ઊંઘ થતી નથી અને નીંદર અધુરી રહેવાથી અથવા તો કટકે-કટકે ઊંઘ આવે છે.અપૂરતી ઊંઘને કારણે શરીર પર સોજા, ચક્કર આવવા, મસલ્સમા સ્ટ્રેસ ઊભો થવો જેવી સમસ્યા પણ સર્જાય છે. ઉપરાંત અપૂરતી ઊંઘને કારણે શારીરિક અને માનસિક થાક પણ લાગે છે જેને કારણે દિવસ બેચેનીમા વીતે છે અને રૂટીન કામકાજમાં પણ અવરોધ ઉભો થાય છે.

મગજ પર અસર

image source

રજાઈ માથે ઓઢીને સૂવાથી મગજ ને પણ નુકશાન થઇ શકે છે. માથું ઢાંકવાથી મગજ ને મળતા ઓક્સિજનમાં ઘટાડો થાય છે જેને કારણે અલ્ઝાઈમર અને ડિમેન્શિયા જેવી બીમારી પણ થઈ શકે છે. આ બંને ગંભીર બીમારી પાછળનું મુખ્ય કારણ હાઇપોક્સિયા એટલે કે મગજની મળતા ઓક્સિજનની માત્રા ઓછી હોવાનું છે.

બાળમૃત્યુ

image source

ચોંકાવનારું સત્ય એ છે કે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકનાં મૃત્યુનું મુખ્ય કારણ મોટેભાગે ઊંઘમાં માં થતી ગૂંગળામણ છે. બાળક સૂતું હોય એવી જગ્યાએ ધૂમ્રપાન કરવામાં આવે તો બાળકનો મેટાબોલીઝમ રેટ બધી જાય છે અને તેને કારણે સ્વસન ક્રિયા પર નિયંત્રણ ન રહેતા બાળકનું મૃત્યુ થાય છે.

image source

પહેલાના સમયમાં ખુલ્લી જગ્યામાં સુતા માણસોની તબિયત વધુ સારી રહેતી હતી કારણ તેઓ પ્રકૃતિથી વધુ નજીક રહેતા અને જેને કારણે તેમને ચોખ્ખી હવા અને શુદ્ધ ખોરાક વધુ મળી રહેતો હતો. જોકે એ સમયમાં પણ મર્યાદાઓ તો હતી જ પણ એ એક આખી અલગ વાત છે.

image source

શીખવાનું એ છે કે સ્વાસ્થ્ય સંબંધી જ્યારે પણ કોઈ વાત ધ્યાનમાં આવે તો નડતરરૂપ ટેવને સુધારવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. હવે આપણે માથા સુધી રજાઈ ઓઢીને સુવાના ગેરફાયદા વિશે જાણી ચૂક્યા છે ત્યારે આજથી જ આપણી ટેવ સુધારવા માટે સજાગ થઈએ અને સારા સ્વાસ્થ્યને આમંત્રિત કરીએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ